તમારો સ્માર્ટ ફોન ચાલે છે સ્લો ? ક્રિપ્ટોજૈકિંગના થઈ શકો છો શિકાર

જો તમે આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો સાવચેત થઈ જાવ. તમારો સ્માર્ટ ફોન ક્રિપ્ટોકરન્સીના માઈનિંગ માટે વપરાતો હોઈ શકે છે

PHONE



શું તમારો સ્માર્ટ ફોન હેંગ થઈ રહ્યો છે ? કે પછી તમારા સ્માર્ટ ફોનની બેટરી વપરાશ વગર ઝડપથી ડિસ્ચાર્જ થઈ રહી છે ? જો તમે આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો સાવચેત થઈ જાવ. તમારો સ્માર્ટ ફોન ક્રિપ્ટોકરન્સીના માઈનિંગ માટે વપરાતો હોઈ શકે છે. સુરક્ષા નિષ્ણાતો આ પ્રકારના સાઈબર હુમલાને 'ક્રિપ્ટોજૌકિંગ' કહે છે. તમને જણાવી દઈએ કે માઈનિંગ એવી પ્રક્રિયા છે જેમાં વર્ચ્યુઅલ કરંસીની લેવડદેવદ કરવામાં મદદ મળે છે. આ માઈનિંગ કરનાર હેકર્સને ઈનામ તરીકે કોઈન્સ મળે છે.

શું છે ક્રિપ્ટોજૈકિંગ ?

નિષ્ણાતોના મત મુજબ હેકર્સ કોઈ ઈન્ટરનેટ સર્વર, કોઈ પર્સનલ કમ્પ્યુટર કે પછી સ્માર્ટ ફોન યુઝર્સને ફસાવે છે, જેથી ક્રિપ્ટો કરન્સીના માઈનિંગ માટે તેમની સિસ્ટમમાં માલવેર નાખી શકાય. આ રીતે માઈનિંગ માટે એક સાથે હજારો પ્રોસેસર્સ જોડાયે છે, જેથી ક્રિપ્ટોકરન્સીની માઈનિંગની પ્રક્રિયા ઝડપથી થઈ શકે. ક્રિપ્ટોકરન્સી કંપનીઓ, બિટકોઈન, એથોરિયમ, મોનેરોની જેમ માઈનિંગમાં પણ ખૂબ જ નફો છે. પરંતુ તેના માટે મોટા રોકાણની જરૂર હોય છે.

યુઝર્સ આ રીતે બની રહ્યા છે શિકાર

આ રોકાણથી બચવા માટે હેકર્સ સ્માર્ટફોન, પર્સનલ કમ્પ્યુટર અને ઈન્ટરનેટ સર્વરના પ્રોસેસરનો ઉપયોગ કરીને ક્રિપ્ટો કરન્સીનું માઈનિંગ કરે છે. ક્રિપ્ટોજૈકિંગના શિકાર થયેલા લોકોને વર્ચ્યુઅલ કરન્સીની લાલચ આપવા માટે હેકર્સ ગેમિંગ એપ્સની પણ મદદ લે છે. જેથી યુઝર્સ સરળતાથી તેમની તરફ આકર્ષિત થાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK