આ છે ખતરનાક સ્માર્ટ ફોનનું લિસ્ટ, જાણો તમારો ફોન છે કે નહીં ?

ફોનમાંથી નીકળતું રેડિએશન ખૂબ જ ખતરનાક હોય છે. આ રેડિયેશનનના કારણે યુઝર્સના મગજ પર અસર પડે છે

હાલના સમયમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ વધી ગયો છે. દરેક નાનામા નાનું કામ ફોન દ્વારા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જે સ્માર્ટ ફોન તમે રોજે રોજ વાપરી રહ્યા છો, તે તમારા માટે નુક્સાનકારક સાબિત થઈ શકે છે. ફોનમાંથી નીકળતું રેડિએશન ખૂબ જ ખતરનાક હોય છે. આ રેડિયેશનનના કારણે યુઝર્સના મગજ પર અસર પડે છે. જેનાથી કેટલીક જીવલેણ બીમારીઓનો ખતરો સર્જાય છે. જર્મન ફેડરલ ઓફિસ ફોર રેડિયેશન પ્રોટેક્શનને જાહેર કરેતા ડેટામાં એવા સ્માર્ટ ફોનની યાદી જાહેર કરાઈ છે, જેમાંથી સૌથી વધું રેડિયેશન નીકળે છે.


આ પણ વાંચોઃ 10 રૂપિયામાં રિપેર કરો તમારા સ્માર્ટ ફોનની તૂટેલી સ્ક્રીન


જાણો શું હોય છે મોબાઈલ રેડિયેશન ?

મોબાઈલમાંથી નીકળતા રેડિયેશન એટલે કે તરંગો માનવ શરીરની કોશિકાઓ પર અસર કરે છે. આ માટે ભારતમાં સ્પેસિફિક અબ્સોર્પ્શન રેટ (SAR) દ્વારા માપદંડ નક્કી કરાયા છે. જે મુજબ દરેક મોબાઈલની SAR વેલ્યુ 1.6 વૉટ પ્રતિ કિગ્રાથી વધુ ન હોવી જોઈએ. જો આ માત્રા વધુ હોય તો તે યુઝર્સ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ માટે યુઝર્સે પોતાના સ્માર્ટ ફોનમાં *#07# કોડ ડાયલ કરવો જોઈએ. આ કોડ ડાયલ કર્યા બાદ તમને માહિતી મળી જશે. જો તમારા મોબાઈલની SAR 1.6 વોટ પ્રતિ કિગ્રાથી વધુ છે તો તમારે ફોન બદલી નાખવો જોઈએ.

જુઓ કયા સ્માર્ટ ફોનમાંથી કેટલું રેડિયેશન નીકળે છે ?

RADIATION


આ માહિતી જર્મન ફેડરલ ઓફિસ ફોર રેડિયેશન પ્રોટેક્શન ડેટા પર આધારિત છે. જેમાં નવા અને જૂના સ્માર્ટ ફોનના રિસર્ચ પરથી ડેટાબેઝ તૈયાર કરાયો છે.

RADIATION


મોબાઈલ રેડિયેશનથી થાય છે આ બીમારીઓ

મોબાઈલ રેડિયેશન પર અનેક રિસર્ચ પેપર તૈયાર કરી ચૂકેલા IIT બોમ્બેના એન્જિનિયર પ્રો. ગિરીશકુમારના કહેવા મુજબ મોબાઈલ રેડિયેશનને કારણે માથાનો દુખાવો, ચક્કર, થાક લાગવો, ડિપ્રેશન, ઉંઘ ન આવવા જેવી બીમારી થઈ શકે છે. એટલું જ નહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિસર્ચ મુજબ જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી રેડિયેશનનો શિકાર હોય તો તેને કેન્સર, બ્રેન ટ્યુમર જેવી બીમારીનો ખતરો વધી જાય છે. તો ઈન્ટરફોન સ્ટડીમાં જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિ અડધા કલાકથી વધુ મોબાઈલનો ઉપયોગ કરે તો બ્રેન ટ્યુમરનો ખતરો 200થી 400 ટકા જેટલો વધી જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK