હવે 5 રૂપિયાની ચોકલેટ ખરીદવા પર જિયો આપશે 1GB 4G ડેટા ફ્રી

રિલાયન્સ જિયોના લોન્ચ થયા બાદ ટેલિકોમ કંપનીની તસવીર જ બદલાઈ ચૂકી છે

DAIRY MILK


રિલાયન્સ જિયોના લોન્ચ થયા બાદ ટેલિકોમ કંપનીની તસવીર જ બદલાઈ ચૂકી છે. કંપનીએ ટેલિકોમ સેક્ટરમાં પ્રાઈસ વૉર શરૂ કરી, જેને પગલે બીજી કંપનીઓએ પણ પોતાના પ્લાનની કિંમતો ઘટાડવી પડી. કંપનીએ ફરી એકવાર યુઝર્સ માટે ધમાકેદાર ઓફર લઈને આવી છે. કંપની પોતાની બીજી એનિવર્સરી પર એક નવી ઓફર લાવી છે. જે મુજબ યુઝર્સને ડેરી મિલ્ક ચોકલેટની સાથે 1 જીબી ડેટા ફ્રી અપાશે.

આ છે ઓફરની ડિટેઈલ

  • MyJio એપ પર અપાયેલી આ નવી ઓફર અંતર્ગત જિયો યુઝર્સને ફ્રી 1 જીબી ડેટા મળશે.


  • આ માટે તમારે ડેરી મિલ્ક કેટબરી ખરીદવી પડશે. જેના રેપની અંદર એક બારકોડ અપાયો હશે.


  • એપમાં અપાયેલા ડેરી મિલ્ક રેપરની ફોટો ક્લીક કરો. જેનાથી તમારા ફોનનો કેમેરા ઓપન થશે.


આ પણ વાંચોઃ લોકેશન સર્વિસ બંધ કર્યા બાદ પણ ગૂગલ તમને કરે છે ટ્રેક, આ રીતે કરો બંધ


  • હવે રેપરમાં અપાયેલા બાર કોડને કેમેરાથી સ્કેન કરો. આમ કરવાથી તમને ફ્રી ડેટા મળી જશે.


  • આ ડેટા ડેરી મિલ્કની 5 રૂપિયાની કિંમતની બધી જ કેટબરી સાથે મળશે.


  • સાથે જ આ ઓફરનો ઉપયોગ કરનાર યુઝર્સ પાસે જિયો સબસ્ક્રિપ્શન અને માય જીયો એપનું અપડેટેડ વર્ઝન હોવું જરૂરી છે.


આ પણ વાંચોઃ હવે KYC પ્રોસેસ પૂરી કરવા માટે નથી આધારની જરૂર, જાણો કારણ


તમને જણાવી દઈએ કે આ ડેટા તમારા અકાઉન્ટમાં થોડીક જ વારમાં ટ્રાન્સફર થશે. પરંતુ તેમાં કંપની તરફથી એક ઓપ્શન મળશે. જેમાં તમે આ ડેટાને પ્રથમ ફાઉન્ડેશનને ડોનેટ પણ કરી શકો છો, જેનાથી ગરીબ બાળકોને સારું શિક્ષણ મળી શક્શે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK