Jio GigaFiber effect: આ કંપની યુઝર્સને ફ્રી આપી રહી છે 1500 GB ડેટા અને સબસ્ક્રીપ્શન

આ કંપની આપી રહી છે મફત 1500 GB

FIBER



Jio GigaFiberની જાહેરાત બાદથી જ બ્રોડબેન્સ સર્વિસ આપતી કંપનીઓ પોતાના યુઝર્સને સસ્તા પ્લાન આપી રહી છે. દેશના કેટલાક શહેરોમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ આપતી કંપની ACT Fibernetએ ઈ કોમર્સ કંપની ફ્લીપકાર્ટ સાથે ભાગીદારી કરી છે. ફ્લીપકાર્ટ પરથી સ્માર્ટ ટીવી ખરીદનાર યુઝર્સને 2 મહિનાનું ફ્રી સબસ્ક્રીપ્શન અને 1500 જીબી ડેટા ઓફર કરાઈ રહ્યો છે. યુઝર્સ આ સ્કીમનો લાભ 3 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી ફ્લીપકાર્ડ પરથી ટીવી ખરીદવા પર લઈ શક્શે.

આ છે ઓફર

ACT Fibernet જૂના યુઝર્સ પણ આ ઓફરનો લાભ લઈ શક્શે, પરંતુ તેમને રાઉટર ફ્રીમાં નહીં મળે. ફ્લીપકાર્ટ પરથી કોઈ પણ કંપનીનું સ્માર્ટ ટીવી ખરીદવા પર યુઝર્સ આ ઓફરનો લાભ મેળવી શક્શે. કોઈ પણ યુઝર્સ જો ACT Fibernetનું છ મહિનાનું સબસ્ક્રીપ્શન લેશે તો તેને 2 મહિનાનું વધુ સબસ્ક્રીપ્શન અને 1500 જીબી ડેટાની FUP લિમિટ સાથે મળશે. સાથે જ યુઝર્સને વાઈ ફાઈ રાઉટર પણ ફ્રીમાં મળી શક્શે. આ ઓફર સાથે યુઝર્સને એક પ્રોમો કોડ અપાશે, જેને 31 ડિસેમ્બર 2018 સુધીમાં રિડીમ કરી શકાય છે.


આ પણ વાંચોઃ આ 10 એપ્સ તાત્કાલિક કરો ડિલીટ, હેક થઈ શકે છે ડેટા


ફ્રીમાં મળશે કનેક્શન

ACT Fibernetના હાઈસ્પીડ બ્રોડબેન્ડ પ્લાન 999 રૂપિયાથી શરૂ થાય છે. યોગ્ય યુઝર્સને 10 દિવસની અંદર કનેક્શન મળી જશે. ACT Fibernetના બ્રોડબેન્ડ પ્લાન દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ હૈદરાબાદ સહિત દેશના 15 શહેરોમાં ઉપલબ્ધ છે. ACT Fibernetના જૂના યુઝર્સ પણ ફ્લીપકાર્ટ પરથી સ્માર્ટ ટીવી ખરીદવા પર આ ઓફરનો લાભ લઈ શક્શે.

Jio GigaFiberના પ્લાન

Jio GigaFiberના પ્લાન્સ અને પેકેજ વિશે જુદી જુદી માહિતી સામે આવી રહી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ કંપની Jio GigaFiberના પ્લાન 500 રૂપિયાથી શરૂ કરી શકે છે. આમ જોવા જઈએ તો આ કિંમત બીજી કંપનીઓ કરતા 50 ટકા ઓછી છે. કંપની Jio GigaFiberના ઈન્સ્ટોલેશનનો ચાર્જ પણ નહીં વસુલે. પરંતુ કંપની ફિક્સ ડિપોઝિટ તરીકે 4,500 રૂપિયા લઈ શકે છે. કનેક્શન બંધ કરાવતા સમયે આ રકમ પરત મળી જશે.


આ પણ વાંચોઃ શું તમે ભૂલી ગયા છો ફોનનો પાસવર્ડ ? આ રીતે ફોન કરો અનલોક

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK