IRCTC દ્વારા હવે ટ્રેનની સાથે સાથે બુક કરો OLA કેબ

મુસાફરોએ રેલવે સ્ટેશનથી લઈ હોટેલ કે ઘર સુધી પહોંચવા માટે કેબ શોધવાની ઝંઝટ નહીં કરવી પડે. ઈન્ડિયન રેલવેએ આ માટે ઓલા સાથે હાથ મિલાવ્યા છે

railway


IRCTC રેલ કનેક્ટ મોબાઈલ એપ દ્વારા હવે તમે ઓલા કેબ પણ બુક કરી શક્શો. મુસાફરોએ રેલવે સ્ટેશનથી લઈ હોટેલ કે ઘર સુધી પહોંચવા માટે કેબ શોધવાની ઝંઝટ નહીં કરવી પડે. ઈન્ડિયન રેલવેએ આ માટે ઓલા સાથે હાથ મિલાવ્યા છે. IRCTCની મોબાઈલ એપથી જ તમે ઓલા કેબ પણ બુક કરી શક્શો. આ માટે ઓલાની એપ ઈન્સ્ટોલ કરવી જરૂરી નથી.

6 મહિના માટે પાઈલોટ પ્રોજેક્ટ

IRCTCએ ઓલા સાથે ભાગીદારી કરીને 6 મહિના માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. IRCTCએ અંગે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપી. મુસાફરો IRCTC એપ દ્વારા ઓલાની માઈક્રો, મિની, શેરિંગ ટેક્સી કે ઓટો પણ બુક કરી શક્શે.

7 દિવસ પહેલા બુક કરી શક્શો કેબ

આ એપ દ્વારા મુસાફરો 7 દિવસ પહેલા એટલે કે એડવાન્સમાં બુકિંગ કરી શક્શે. આ ઉપરાંત મુસાફરો રેલવે સ્ટેશન પર ઉતરીને પણ કેબ નોંધાવી શક્શે. IRCTCના રેલવે સ્ટેશન પર હાજર કાયોસ્ક દ્વારા પણ કેબ બુક થઈ શક્શે.

ola


IRCTCના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ ભાગીદારીને કારણે મુસાફરોને ઘરથી ગંતવ્ય સ્થાનસુધી પહોંચવામાં સરળતા રહેશે. અમારો ધ્યેય મુસાફરોની સુવિધાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો છે. આ રીતે ડિજિટલ ઈન્ડિયાને પણ ટેકો થશે. સાથે સાથે IRCTCની સુવિધા અંગે નવી પોલિસી બનાવતા તેમણે કહ્યું કે જો ફૂડ વેન્ડર મુસાફરોને બિલ નહીં આપે તો તેમને ભોજન ફ્રી અપાશે.

આ પણ વાંચોઃગુગલે જાહેર કર્યું 145 ખતરનાક એપનું લિસ્ટ, તાત્કાલિક કરો અન ઈન્સ્ટોલ

Phone pe પરથી પણ કરી શક્શો ટિકિટની ચૂકવણી

IRCTCએ પેમેન્ટિંગ એપ Phone pe સાથે પણ હાથ મિલાવ્યા છે. IRCTC રેલ કનેક્ટ એપથી ટિકિટ બુક કરનાર મુસાફરો Phone Pe દ્વારા ટિકિટના પૈસા ચૂકવી શક્શે. આ માટે Phone pe ના 1 કરોડ યુઝર્સ હવે યુપીઆઈો ઉપયોગ કરી પોતાના બેન્ક અકાઉન્ટ કે ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરી શક્શે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK