ડ્રોન ઉડાવતા પહેલા જાણી લે જો આટલા નિયમ

ભારતમાં ડ્રોન ઉડાડવાને હવે કાયદેસરની મંજૂરી મળી ગઈ છે. આ માટે ડ્રોન નિયામક 1.0 પણ લોન્ચ કરી દેવાયું છે. જે 1 ડિસેમ્બર 2018થી લાગુ થશે

DRONE



કેવી રીતે મળશે ડ્રોન ઉડાડવાની પરવાનગી ?

આ માટે ડ્રોનના માલિક અને પાઈલટ બંનેએ સિવિલ એવિયેશન ડિપાર્ટમેન્ટમાંરજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. પાયલટને ડ્રોન ઉડાડવાની પરમિશન ડિટિલ સ્કાય પ્લેટફોર્મ પરથી મળશે. આ ઓટોમેટેડ પ્રોસેસમાં કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખ્યા બાદ અરજી સ્વીકારાશે અથવા નકારાશે. મનાઈ રહ્યું છે કે આ પ્રક્રિયાને સહેલી બનાવાશે. નવા નિયમ મુજબ ડ્રોનને ફક્ત દિવસના સમયે જ ઉડાડી શકાશે. સાથે જ ડ્રોનને ફક્ત 400 મીટરની ઉંચાઈ સુધી જ ઉડાડી શકાશે.

ડ્રોન ઉડાડવા માટે ત્રણ અલગ અલગ ઝોન

રેડ ઝોનઃ આ ઝોનમાં ડ્રોન ઉડાડવાની પરવાનગી નથી
યલો ઝોનઃ આ ઝોનમાં નિયત મર્યાદા સુધી ડ્રોન ઉડાડવાની પરવાનગી મળશે.
ગ્રીન ઝોનઃ આ ઝોનમાં ઓટોમેટિક પરમિશન મળી જશે.

ડ્રોનને પણ તેના વજનને આધારે પાંચ કેટેગરીમાં વહેંચાયું છે.

નેનો- 250 ગ્રામ સુધી
માઈક્રો- 250 ગ્રામથી 2 કિગ્રા સુધી
સ્મોલ- 2 કિગ્રાથી 25 કિગ્રા સુધી
મીડિયમ- 25 કિગ્રાથી 150 કિગ્રા સુધી
લાર્જ- 150 કિગ્રાથી વધુ


ડ્રોનની પરમિશન સિવિલ એવિયેશન ઓફિસ દ્વારા તમામ ડોક્યમેન્ટ્સ જમા કરાવ્યાના સાત દિવસમાં મળી જશે. આ લાઈસન્સ ઈશ્યુ થયાની તારીખથી 5 વર્ષ સુધી વેલિડ રહેશે. તેને ટ્રાન્સફર નહીં કરી શકાય. એક ડ્રોન પાઈલટ એક સમયે એક કરતા વધુ ડ્રોન કંટ્રોલ નહીં કરી શકે. તમામ ડ્રોન પાઈલટનો ઈન્સ્યોરન્સ હોવો જરૂરી છે.

શું તમારા મનમાં છે આ સવાલો ?

સવાલઃ કયા વિસ્તારમાં નહીં ઉડાડી શકાય ડ્રોન ?
જવાબઃ એરપોર્ટ, સમુદ્ર કિનારો, આંતરરાષ્ટ્રીય સરહદ, મિલિટ્રી અને વ્યૂહાત્મક સ્થળો, તમામ રાજ્યના સચિવાલય વગેરે

સવાલઃ ડ્રોન ઉડાડવાની યોગ્ય ઉંમર શું હશે ?
જવાબઃ ડ્રોન ઉડાડવાની યોગ્ય ઉંમર 18 વર્ષ હશે. આ ઉપપરાંત અંગ્રેજી માધ્યમમાં 10 પાસ, DGA એપ્રુવ્ડ સંસ્થાની તાલીમ જરૂરી છે.

સવાલઃ નિયમ તોડવા પર શું થશે ?
જવાબઃ IPCની કલમ 287, 336, 337, 338 અંતર્ગત દંડ થશે. DGCA UIN અને UOP રદ પણ થઈ શકે છે.

સવાલઃ ડ્રોન સંબંધિત ફરિયાદ ક્યાં થઈ શક્શે ?
જવાબઃ કોઈ દુર્ઘટનાની ફરિયાદ ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ દ્વારા તમારા ડ્રોનની ડિટેઈલ સહિત એર સેફ્ટી અને નિર્દેશકને આપવી પડશે. ફરિયાદ સરાકરના પબ્લિક ગ્રીવાન્સ પોર્ટલ પર કરી શકાશે.

સવાલઃ જૂના ડ્રોન ખરીદવા વેચવાની શું જોગવાઈ છે ?
જવાબઃ UIN કોઈ વ્યક્તિને ટ્રાન્સફર નહીં કરી શકાય. એટલે ડ્રોન વેચનારે પોતાનું UIN રદ કરવા અરજી કરવી પડશે, અને ખરીદનારે નવા UIN માટે અરજી કરવી પડશે.

સવાલઃ શું પીઝા ડિલીવરીમ માટે ડ્રોનનો ઉપયોગ થશે ?
જવાબઃ હજી આ માટે પરવાનગી નથી અપાઈ.

સવાલઃ શું ખેતી માટે ડ્રોનનો ઉપયોગ શક્ય છે?
જવાબઃ પેસ્ટીસાઈડ્સને સ્પ્રે કરવા ઉપરાંત ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાશે.

સવાલઃ વેડિંગ ફોટોગ્રાફી માટે ડ્રોનનો ઉપયોગ કરવા શું પરમિશન લેવી પડશે ?
જવાબઃ આ પ્રકારના ઉપયોગ માટે 24 કલાક પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં માહિતી આપવી પડશે. જે મુજબ 60 મીટરથી વધુ ઉંચાઈ પર ડ્રોન ઉડાડવાની મંજૂરી નથી. અને ડ્રોન ફક્ત દિવસે ઉડાડી શકાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK