ખોવાઈ ગયો છે મોબાઈલ, આ સ્ટેપ્સની મદદથી ટ્રેક કરો લોકેશન

ફોનમાં એવા અનેક ફીચર્સ છે જેના દ્વારા તમે ખોવાયેલા ફોનને સહેલાઈથી શોધી શકો છો.

mobile



સ્માર્ટ ફોનનો ઉપયોગ આજના સમયમાં મહત્વનો છે. ફોનમાં યુઝર્સના કોન્ટેક્ટથી લઈને મહત્વના દસ્તાવેજ, અંગત ફોટા સહિત વીડિયોઝ સેવ હોય છે. પરંતુ જો ક્યારેક તમારો ફોન ખોવાઈ જાય કે પછી ચોરાઈ જાય તો શું કરશો ? તમારો તમામ મહત્વનો ડેટા જતો રહેશે. પરંતુ ટેક્નોલોજી એટલી આગળ છે અને ફોનમાં એવા અનેક ફીચર્સ છે જેના દ્વારા તમે ખોવાયેલા ફોનને સહેલાઈથી શોધી શકો છો.


આ પણ વાંચોઃ તમારા ફોનમાં જ એક્શન સીન્સની જેમ વીડિયો કરો એડિટ, ડાઉનલોડ કરો આ એપ્સ


Google Mapsની મદદથી ટ્રેક કરો લોકેશન

ગૂગલ મેપની મદદથી તમે તમારો હેન્ડસેટ ક્યાં છે તે ટ્રેક કરી શકો છો. તેના માટે તમારી પાસે ઈન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. બસ પછી આટલા સ્ટેપ્સ ફોલો કરો.

- આ માટે તમારે તમારા સ્માર્ટફોન કે પીસી પરથી www.maps.google.co.in ઓપન કરવું પડશે.
- તે પછી તમારા ફોનમાં જે પણ ગૂગલ અકાઉન્ટ લીક હોય તેનાથી વેબસાઈટમાં લોગ ઈન કરો.
- હવે તમને ઉપરની તરફ ડાબી બાજુ મેનુની ત્રણ લાઈન દેખાશે, તેના પર ક્લીક કરો
- અહીંથી તમારે Your timeline વિકલ્પ સિલેક્ટ કરવો પડશે.
- પછી તમારે કયા દિવસે તમારો ફોન ક્યાં હતો તેનું લોકેશન  જોઈતું હોય તે દિવસ સિલેક્ટ કરો.
- જે બાદ તમારા ડિવાઈસનું તે સમયનું લોકેશન અને લોકેશન હિસ્ટ્રી પણ મળી શક્શે.

નોટઃ ધ્યાન રાખો કે આ ફીચરનો ઉપયોગ કરતા સમયે તમારો ફોન સ્વીચ ઓન હોવો જોઈએ. સાથે જ લોકેશન ફીચર પણ ઓન હોવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK