શું તમારા PC કે લેપટોપમાં થાય છે આવું ? તો હાર્ડ ડ્રાઈવ હોઈ શકે છે ખરાબ

હાર્ડ ડ્રાઈવ બગડવાથી તમારો ડેટા પણ છૂમંતર થઈ શકે છે. ત્યારે જરૂરી છે કે તમારા પીસી કે લેપટોપની હાર્ડડ્રાઈવ બગડી તો નથી ગઈ તે તપાસવું જોઈએ

computer



હાર્ડ ડ્રાઈવ કોઈ પણ કોમ્યુટરનો અગત્યનો ભાગ છે. તેના દ્વારા તમે પીસી, લેપટોપમાં ગીતો, વીડિયોઝ, ફોટોઝ સહિત અગણિત પ્રકારનો ડેટા સેવ કરી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો  હાર્ડ ડ્રાઈવ એક બેન્ક છે, જ્યાં તમે તમારો ડેટા રાખી શકો છો. એટલે હાર્ડ ડ્રાઈવ બગડવાથી તમારો ડેટા પણ છૂમંતર થઈ શકે છે. ત્યારે જરૂરી છે કે તમારા પીસી કે લેપટોપની હાર્ડડ્રાઈવ બગડી તો નથી ગઈ તે તપાસવું જોઈએ. અમે તમને કેટલીક એવી નિશાનીઓ જણાવીશું જેના દ્વારા તમે જાણી શક્શો કે તમારી હાર્ડડ્રાઈવ બરાબર કામ કરે છે કે પછી તમારા ખિસ્સાનો ભાર હળવો થવાનો છે !

સિસ્ટમ સ્લો થવી

હાર્ડ ડિસ્ક ખરાબ થવાને કારણે તમારી સિસ્ટમ સ્લો થઈ જાય છે. દાખલા તરીકે જો તમારી સિસ્ટમ પહેલા 2 જીબી ડેટા ટ્રાન્સફર કરવા માટે 2 મિનિટનો સમય લેતી હોય, તો હાર્ડ ડિસ્ક બગડ્યા બાદ તે 15, 20 મિનિટ કે વધુ સમય લઈ શકે છે.

ફાઈલ ન ખુલવી

જો તમારા પીસીમાં કેટલીક ફાઈલો નથી ખુલી રહી, કે પછી વારંવાર ERROR આવી રહી છે, તો પણ તમારી હાર્ડ ડિસ્ક બગડી હોવાની શક્યતા છે. જો કે અન્ય કેટલાક કારણોસર પણ ક્યારેક સિસ્ટમમાં ફાઈલ્સ નથી ખુલતી


આ પણ વાંચોઃતમારો સ્માર્ટ ફોન ચાલે છે સ્લો ? ક્રિપ્ટોજૈકિંગના થઈ શકો છો શિકાર


મોટા અવાજ આવવા

જો તમારી હાર્ડ ડિસ્ક વધુ અવાજ કરી રહી છે, તો તેમાં ખરાબી હોવાની શક્યતા છે. હાર્ડ ડિસ્કમાંથી આવતા અવાજને click of death કહે છે. હાર્ડ ડિસ્કમમાંથી આવા અવાજ ત્યારે જ આવે છે જ્યારે ડિવાઈસ રાઈટ દરમિયાન એરર રિકવર કરી રહી હોય. આવો અવાજ આવવાનું કારણ હાર્ડ ડિસ્કના હાર્ડવેરમાં પ્રોબ્લેમ હોવાનું પણ હોઈ શકે છે..

સ્ટોરેજની ખોટી માહિતી


જો તમારી સિસ્ટમ સ્ટોરેજની ખોટી માહિતી દર્શાવી રહ્યું હોય, તો તેનો અર્થ છે કે તેમાં પ્રોબ્લેમ હોઈ શકે છે. દાખલા તરીકે તમારા પીસીમાં 500 જીબીની સ્પેસ છે, અને 50 જીબી ડેટા સ્ટોર કર્યા બાદ સિસ્ટમ સ્ટોરેજ ફૂલ કે એમ્પ્ટી દર્શાવે તો તેનો અર્થ છે કે સિસ્ટમ ખરાબ થઈ ચૂકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK