Instagram પર જોઈએ છે બ્લૂ ટિક ? તો ફોલો કરો આ પાંચ સ્ટેપ્સ

ઈન્સ્ટાગ્રામ યુઝર્સે અકાઉન્ટ વેરિફાઈ કરવા માટે નવું ફીચર જાહેર કર્યું છે

ISNTA



સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ હજારો યુઝર્સના અકાઉન્ટ હેક થવાને કારણે લૉક કરી દેવાયા છે. આ મામલે ઈન્સ્ટાગ્રામે પોતાના પ્લેટફોર્મને સુરક્ષિત કરવા માટે નવી વ્યસ્થા ઉભી કરી છે. જે મુજબ ઈન્સ્ટાગ્રામ યુઝર્સે અકાઉન્ટ વેરિફાઈ કરવા માટે નવું ફીચર જાહેર કર્યું છે. આ ફીચર યુઝર્સે એક ફોર્મ ભરવું જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો ટ્વિટરની જેમ હવે ઈન્સ્ટાગ્રામમાં પણ વેરિફાઈડ અકાઉન્ટ સામે બ્લૂ ટિક દેખાશે

તમે પણ મેળવી શકો છો બ્લૂ ટિક

જો તમે પણ તમારા ઈન્સ્ટા અકાઉન્ટ પર બ્લૂ ટિક મેળવવા ઈચ્છતા હોય, તો સમજી લો કે અહીં પણ સ્થિતિ ટ્વિટર જેવી છે. એટલે કે ટ્વિટર પર જ્યારે આ ફીચર આવ્યું ત્યારે બ્લૂ ટિક માટે તમામ લોકો અપ્લાય કરી શક્તા હતા, પરંતુ શું તમારા બધાનું અકાઉન્ટ વેરીફાય થયું ? આ જ મુશ્કેલી ઈન્સ્ટાગ્રામ પર પણ સર્જાઈ શકે છે. જ્યારે

INSTA2


અમે આ બ્લૂ ટિક કોને મળી શકે છે તે ચેક કર્યું તો સામે આવ્યું કે કેટલાક યુઝર્સને આ વિકલ્પ મળી રહ્યો છે, કેટલાકને નહીં. સાથે જ જે યુઝર્સને આ વિકલ્પ મળી રહ્યો છે, તેમણે બ્લૂ ટિક મેળવવા માટે એક ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ભર્યા બાદ પણ બ્લૂ ટિક મળશે કે નહીં તે નક્કી નથી.
INSTA 3


બ્લૂ ટીક મેળવવા શું કરશો ?

ઈન્સ્ટાગ્રામ પહેલા તમારા અકાઉન્ટની તપાસ કરશે. બ્લૂ ટિક માટેના તમામ માપદંડો પર ખરા ઉતર્યા બાદ તમને આ ટીક મળી શક્શે. આ માટે તમારા અકાઉન્ટની પ્રામાણિક્તા તપાસાશે. આ માટે તમે ગવર્નમેન્ટ અપ્રૂવ્ડ આઈડી તૈયાર રાખો. જેમ કે ટેક્સ બિલ, બેન્ક ડિટેઈલ્સ વગેરે. જો કે ઈન્સ્ટા અકાઉન્ટ પર બ્લૂ ટિક મેળવવા કોઈ આ પ્રકારના પુરાવા કેમ આપે તે સમજની બહાર છે. આ પહેલા ફેસબુક પર ડેટા લીકની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ પર આ પુરાવા કોણ આપશે. તે સવાલ છે.

INSTA3


આ સ્ટેપ્સ પ્રમાણે કરો અપ્લાય

  • બ્લૂ ટિક મેળવવા માટે સૌથી પહેલા પ્રોફાઈલમાં જાવ
  • પ્રોફાઈલમાં મેનુ બટન પર ટેપ કરી સેટિંગ્સ સિલેક્ટ કરો
  • જે બાદ અકાઉન્ટની અંદર રિક્વેસ્ટ વેરિફિકેશ સિલેક્ટ કરો
  • પ્રોસેસ શરૂ કર્યા બાદ તમારે તમારા અકાઉન્ટનું યુઝરનેમ, આખું નામ, સત્તાવાર ઓળખ પત્ર આપવું પડશે.
  • તમારી રિક્વેસ્ટ રિવ્યુ થયા બાદ તમને કન્ફર્મેશન મળશે. કે તમારી રિક્વેસ્ટ સ્વીકારાઈ છે કે ફગાવી દેવાઈ છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK