બસ આટલું કરીને ઘરે બેઠા મેળવો વોટર આઈડી અને કરો સુધારા

તમે તમારું વોટર આઈડી કાર્ડ ઘરે બેઠા જ બનાવી શકો છો


CARD



હવે વોટર આઈડી બનાવવા માટે સરકારી ઓફિસના ચક્કર કાપવાની જરૂર નથી. તમે તમારું વોટર આઈડી કાર્ડ ઘરે બેઠા જ બનાવી શકો છો. એટલું જ નહીં. જૂના વોટર આઈડી કાર્ડની ડિટેઈલ્સ પણ ઘરે બેઠા બદલી શકો છો. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર આ તમામ સુવિધા ઉપલબ્ધ છે. અને તેના માટે તમારે કોઈ ચાર્જ પણ આપવાની જરૂર નથી. સૌથી પહેલા વોટર આઈડી કાર્ડ બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્કેન કૉપી હોવી જરૂરી છે.

જરૂરી ડૉક્યુમેન્ટ્સ

ઉંમરનું પ્રમાણ પત્ર

સૌથી પહેલા વૉટર આઈડી માટે એજ પ્રૂફ હોવું જરૂરી છે, કારણ કે વોટર આઈડી માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ નક્કી કરાયેલી છે. એજ પ્રૂફ માટે તમે કોઈ પણ સરકારી ઓથોરિટી દ્વારા ઈશ્યુ થયેલું જન્મ પ્રમાણ પત્ર, સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ, જન્મતારીખ વાળું પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ કે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

કાયમી સરનામુ

એજ પ્રૂફની સાથે તમારે એડ્રેસ પ્રૂફ પણ આપવું જરૂરી છે. જેના માટે તમે બેન્કની પાસબુક, ખેડૂત પાસબુક, રેશનિંગ કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ઈન્કમટેક્સ એસેસમેન્ટ, લીઝ રેન્ટ, પાણી, વીજળી કે ફોનના બિલની કૉપી આપી શકો છો.

પાસપોર્ટ સાઈઝ ફોટો

આ ઉપરાંત તમારી પાસે પાસપોર્ટ સાઈઝ ફોટો હોવો જરૂરી છે. વૉટર આઈડી બનાવવા માટે તમારી પાસે આ ત્રણ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. જે બાદ આ નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

વોટર આઈડી કાર્ડ ઓનલાઈન બનાવવા કરો આટલું


  1. સૌથી પહેલા ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઈટ http://www.nvsp.in/ પર એપ્લાય બટન પર ક્લીક કરો. આ ક્લિક કરતા જ ચૂંટણી પંચના ફોર્મ 6ના પેજ પર રિડાઈરેક્ટ થશે.
  2. હવે તમે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી પસંદગીની ભાષા નક્કી કરીને જરૂરી માહિતી જેમન કે નામ, સરનામુ, ઉંમર વગેરે ઈનપુટ કરો. બાદમાં તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  3. ફોર્મ ભર્યા બાદ તમામ માહિતી ફરી ચેક કર્યા બાદ જ સબમિટ બટન પર ક્લિક કરો.
  4. સબમિત કર્યા બાદ તમને એક ટ્રેકિંગ નંબર મળશે. જેની મદદથી તમે વોટર આઈડી કાર્ડના સ્ટેટસને ચેક કરી શક્શો. ફોર્મ સબમીટ કર્યાના 30 દિવસ બાદ તમારું વોટર આઈડી કાર્ડ ઈશ્યુ થશે, જે તમારા સરનામે મળી જશે.


આ પણ વાંચોઃ હવે 5 રૂપિયાની ચોકલેટ ખરીદવા પર જિયો આપશે 1GB 4G ડેટા ફ્રી


વોટર આઈડીમાં ભૂલ સુધારવા આટલું કરો

  1. વોટર આઈડીમાં જો કોઈ પ્રકારની ભૂલ હોય તો ચૂંટણી પંચની http://www.nvsp.in/ વેબરસાઈટ પર જાવ. અને કરેક્શન એ્ટ્રી ઈલેક્ટ્રોલ રોલ પર ક્લિક કરો. તમે ફોર્મ 8 પર રિડાઈરેક્ટ થશો.
  2. અહીં તમે જે માહિતી અપડેટ કરવા ઈચ્છો છો, તેને અપડેટ કરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. તમામ માહિતી એકવાર ચેક કર્યા પછી સબમીટ બટન પર ક્લીક કરો.
  3. જે બાદ તમને એક ટ્રેકિંગ નંબર મળશે. જેની મદદથી તમે તમારા વોટર આઈડી કાર્ડનું સ્ટેટસ જાણી શક્શો. તમે મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈ ડી પણ જોડી શકો છો.
  4. આ રીતે તમે ઘરે બેઠા વોટર આઈડી કાર્ડ બનાવી શકો છો એટલું જ નહીં વોટર આઈડી કાર્ડમાં થયેલી ભૂલો પણ સુધારી શકો છો.



આ પણ વાંચોઃ લોકેશન સર્વિસ બંધ કર્યા બાદ પણ ગૂગલ તમને કરે છે ટ્રેક, આ રીતે કરો બંધ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK