ઘરે બેઠા જ મેળવો ડ્રાઈવિંગ લાઈસન્સ, આ છે પ્રોસેસ

ઓનલાઈન સર્વિસને કારણે ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવું બિલકુલ સહેલું છે. બસ ફોલો કરો આ સ્ટેપ્સ અને ઘરે બેઠા મેળવો લાઈસન્સ

licence



કાર કે બાઈક ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સ જરૂરી છે. લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરવું ગુનો બને છે. એટલું જ નહીં દંડ અને પેનલ્ટી પણ ચૂકવવી પડે છે. પહેલા ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે આરટીઓ ઓફિસના આંટા મારવા પડતા હતા. પરંતુ ઓનલાઈન સર્વિસને કારણે ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવું બિલકુલ સહેલું છે. બસ ફોલો કરો આ સ્ટેપ્સ અને ઘરે બેઠા મેળવો લાઈસન્સ


ઓનલાઈન કેવી રીતે કરશો એપ્લાય ?


લર્નિંગ લાઈસન્સ

  1. આ માટે તમારે ઓનલાઈન સારથી પોર્ટ પર લોગ ઈન કરવું પડશે. સાથી પોર્ટ માર્ગ પરિવરહન અને હાઈવે મંત્રાલયની વેબસાઈટ છે.
  2. જે બાદ તમે Apply online પર ક્લિક કરો. એક ડ્રોપ ડાઉન મેનુ મળશે, જેમાં New learners license પર ક્લિક કરો
  3. હવે એક નવું પેજ ઓપન થશે. જ્યાં તમારે તમારી માહિતી, ઘરનું એડ્રેસ અને અન્ય ડિલેઈસ્પ આપવાની રહેશે.
  4. તમામ માહિતી લખ્યા બાદ તમારે અહીં માગેલા તમામ દસ્તાવેજોની સ્કેન્ડ કોપી અપલોડ કરવાની રહેશે. દાખલા તરીકે ઉંમરનું પ્રમાણપત્ર, ઘરનું સરનામુ વગેરે.
  5. જે બાદ તમારે પોતાનો ફોટો અને સહીની સ્કેન્ડ કોપી અપલોડ કરવી પડશે.
  6. હવે તમારે learners license ટેસ્ટ માટે અપોઈન્ટમેન્ટ લેવી પડશે.
  7. અપોઈન્ટમેન્ટ લીધા બાદ ફી જમા કરવી જરૂરી છે. જે બાદ તમારે ટેસ્ટ આપવાની રહેશે.
  8. આટલા સ્ટેપ ફોલો કર્યા બાદ તમને learners license મળી જશે.


પાકુ લાઈસન્સ

learners license મળ્યા બાદ તમે પરમેનેન્ટ લાઈસન્સ માટે અપ્લાય કરી શકો છો. learners license મળ્યાના 30 દિવસ બાદ અને 180 દિવસ પહેલા પાકા લાઈસન્સ માટે અરજી કરવી પડશે.

  1. જે રીતે તમે lerners license માટે અરજી કરી. પાકા લાઈસન્સ માટે પણ એવું જ કરો.
  2. સારથી પોર્ટલ પર લોગ ઈન કરીને Apply online પર ક્લિક કરો. જે બાદ New driving license પર ક્લિક કરો.
  3. હવે તમારે તમારા learners licenseનો નંબર અને જન્મની તારીખ એન્ટર કરો.
  4. આટલું કર્યા બાદ ટેસ્ટ માટેની અપાઈન્ટમેન્ટ મેળવો અને ફી ભરો.
  5. હવે તમારે પાકા લાઈસન્સ માટે ટેસ્ટ આપવી પડશે. જો તમે પાસ થઈ જશો તો તમને પાકું લાઈસન્સ મળી જશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK