આ પાંચ રીતની મદદથી રાઉટર બદલ્યા વિના વધારો તમારા Wi-Fiની સ્પીડ

શું તમારા  Wi-Fi રાઉટરની સ્પીડ સ્લો છે, તો આ આર્ટિકલ તમારા માટે જ છે

wi fi



 અમે તમને કેટલાક સહેલા ઉપાય કહીશું, જેની મદદથી તમે જૂના રાઉટરને બદલ્યા વિના જ તમારી  Wi-Fiની સ્પીડ બમણી કરી શક્શો.

ક્યાં રાખ્યુ છે તમારું  Wi-Fi રાઉટર ?

 Wi-Fi રાઉટરની પોઝિશન તેની સ્પીડ પર સૌથી વધુ અસર કરે છે. ત્યારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારું  Wi-Fi રાઉટર ક્યાં મૂકેલું છે. કેટલીકવાર રાઉટર જમીન પર રાખવાથી કે તેની સામે કોઈ સામાન રાખવાથી  Wi-Fiના સિગ્નલ તમારા ડિવાઈસ સુધી નથી પહોંચી શક્તા. એટલે જ  Wi-Fi રાઉટરને ઉંચી જગ્યાએ રાખો. તમે તમારા  Wi-Fi રાઉટરને જેટલું ઉંચે રાખશો તેટલા સિગ્નલ બરાબર મળશે.

કેટલું દૂર છે  Wi-Fi રાઉટર ?

દરેક રાઉટરની એક મર્યાદા હોય છે. કોઈ રાઉટર 100 મીટરની રેન્જ કવર કરે છે તો કેટલાક માત્ર 30 મીટર. ત્યારે એ જાણો કે તમારા રાઉટરની સિગ્નલ પહોંચાડવાની લિમિટ શું છે.


આ પણ વાંચોઃવ્હોટ્સએપ યુઝર્સ સાવધાનઃ ગુગલ ડ્રાઈવ પર સ્ટોર કરેલો ડેટા થઈ શકે છે લીક


કેમ ધીમી થઈ રહી છે સ્પીડ ?

 Wi-Fi સિગ્નલને રોકનાર સૌથી મોટા પરિબળ છે કોંક્રીટ અને મેટલ. વધુ  Wi-Fi સિગ્નલ માટે જૂરરી છે કે તમારા રાઉટરની સામે કોઈ મેટલનો સામાન ન હોય. આ ઉપરાંત રાઉટરને બેઝમેન્ટમાં પણ ન લગાવો. દીવાલમાંથી પસાર થયા બાદ  Wi-Fi સિગ્નલ નબળા પડી જાય છે, જેને કારણે તમારી સ્પીડ ઘટે છે.

કઈ દિશા છે યોગ્ય ?

 Wi-Fi રાઉટર 360 ડિગ્રી એન્ગલ કવર કરે છે. એટલે કે રાઉટર દરેક દિશામાં સરખા સિગ્નલ મોકલે છે. ત્યારે કોઈ એક દિશામાં બેસવાથી સ્પીડમાં ફરક નથી પડતો. પરંતુ જે દિશામાં તમારું ડિવાઈસ છે ત્યાં કોઈ વસ્તુ તેના સિગ્નલને અટકાવતી નથી તે ધ્યાન રાખવું જરૂરી છે.


આ પણ વાંચોઃશું તમારા PC કે લેપટોપમાં થાય છે આવું ? તો હાર્ડ ડ્રાઈવ હોઈ શકે છે ખરાબ


રિપીટરનો કરો ઉપયોગ

જો તમારું ઘર મોટું હોય તો રિપીટર લગાવવું જરૂરી છે. રિપીટરની મદદથી તમારું રાઉટર વધુ સ્પેસ કવર કરશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK