Gmailમાં કરો આ સેટિંગ, તમારી પરવાનગી વગર કોઈ નહીં વાંચી શકે તમે મોકલેલો મેઈલ

આ ફીચર્સમાં જ Confidential Mode પણ છે. આ ફીચરની મદદથી તમે તમારા મેઈલની એક્સપાયરી ડેટથી લઈ પાસવર્ડ પણ સેટ કરી શકો છો. એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો તમે મોકલેલો મેઈલ નિયત સમય બાદ ડિલીટ થઈ જશે.

gmail



Gmailએ પોતાના અપગ્રેડેડ વર્ઝનમાં નવા ફીચર્સ સામે કર્યા છે. આ ફીચર્સમાં જ Confidential Mode પણ છે. આ ફીચરની મદદથી તમે તમારા મેઈલની એક્સપાયરી ડેટથી લઈ પાસવર્ડ પણ સેટ કરી શકો છો. એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો તમે મોકલેલો મેઈલ નિયત સમય બાદ ડિલીટ થઈ જશે. સાથે જ તમારો મેલ વાંચનાર સામો વાળા યુઝરે પણ પોતાના ફોન પર આપેલો પાસવર્ડ એન્ટર કરવો પડશે. જાણો કેવી રીતે તમે તમારા મેઈલને કરી શકો છો પ્રોટેક્ટ

એન્ડ્રોઈડ ફોન

સ્ટેપ 1 - પહેલા પોતાના ફોનમાં Gmail એપ ઓપન કરો. મેસેજ લખવા માટે પેનના આઈકન પર ક્લીક કરો.

સ્ટેપ 2 - કમ્પોઝ પેજ પર ડાબી બાજુ તમને ત્રણ ડોટ્સ દેખાશે. તેના પર ટેપ કરો. અહીં તમને confidential mode દેખાશે, તેના પર ટેપ કરો.

સ્ટેપ 3 - અહીં તમને Set expiration ઓપ્શન દેખાશે. આ ઓપ્શન દ્વારા તમે તમારા મેઈલની સમય મર્યાદા નક્કી કરશો. આ સમય મર્યાદા બાદ તમારો મેઈલ ડિલીટ થઈ જશે. Set expiration માં તમને પાંચ ઓપ્શન મળે છે. જ્યાં તમે એક વીકથી લઈને 5 વર્ષ સુધીનો સમય નક્કી કરી શકો છો

સ્ટેપ 4 - જે બાદ તમને Require passcodeનો ઓપ્શન દેખાશે. તમે તેમાં SMS passcode ઓપ્શન પસંદ કરી શકો છો. એટલે કે હવે તમે મોકલેલા મેઈલને વાંચવા માટે sms કોડની જરૂર પડશે.

સ્ટેપ 5 - પછી SAVE પર ક્લીક કરો. હવે તમે મોકલેલો મેઈલ સંપૂર્ણ રીતે કોન્ફીડેન્શિયલ છે.


આ પણ વાંચોઃIRCTC દ્વારા હવે ટ્રેનની સાથે સાથે બુક કરો OLA કેબ


ડેસ્કટોપ

સ્ટેપ 1 - તમારા પીસી બ્રાઉઝરમાં Gmail.com ટાઈપ કરી, એન્ટર કરો. જે બાદ મેસેજ લખવા માટે compose પર ક્લીક કરશો

સ્ટેપ 2 - મેસેજ પોપ અપમાં નીચેની તરફ તમને તાળા અને ઘડિયાલના આકારમાં એક આઈકન દેખાશે, તેના પર ક્લીક કરો. આ આઈકન Confidential mode ઓપ્શન છે.

સ્ટેપ 3 - અહીં તમને Set expirationનો ઓપ્શન મળશે. આ ઓપ્શન દ્વારા તમે તમારા મેઈલની સમય મર્યાદા નક્કી કરી શક્શો. આ સમય મર્યાદા બાદ તમારો મેઈલ ડિલીટ થઈ જશે. Set expiration માં તમને પાંચ ઓપ્શન મળે છે. જ્યાં તમે એક વીકથી લઈને 5 વર્ષ સુધીનો સમય નક્કી કરી શકો છો.

સ્ટેપ 4 -  જે બાદ તમને Require passcodeનો ઓપ્શન દેખાશે. તમે તેમાં SMS passcode અથવા No SMS passcode ઓપ્શન પસંદ કરી શકો છો.

સ્ટેપ 5 - પછી SAVE પર ક્લીક કરો. હવે તમે મોકલેલો મેઈલ સંપૂર્ણ રીતે કોન્ફીડેન્શિયલ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK