એપલના નવા આઈફોનમાં હશે eSim, જાણો શું છે eSim

શું છે eSimનો ઈતિહાસ

ESIM



એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાં તો ડ્યુઅલ ટેક્નોલોજી આવે લાંબો સમય વીતી ચૂક્યો છે. પરંતુ આઈફોનમાં ફાઈનલે આ ફીચર આવ્યું છે. 2018માં નવા લોન્ચ કરેલા આઈફોનમાં એપલે ડ્યુઅલ સીમ ટેક્નોલોજી આપી છે. ડ્યુઅલ સીમ કનેક્ટિવિટીનું આ ફીચર ભારત, ચીન અને અન્ય એશિયાઈ દેશોના યુઝર્સને આકર્ષિત કરી શકે છે. જો તમે આઈફોન લેવાનું વિચારી રહ્યા હો, તો હવે તમે પણ એક ફોનમાં બે સીમ વાપરી શક્શો.

જો કે ચીન સિવાયના દેશમમાં આઈફોનમાં ડ્યુઅલ સીમ કનેક્ટિવિટી રેગ્યુલર સિમ ટ્રેની સાથે ઈનબિલ્ટ eSim સ્લોટ સાથે આવશે. એટલે કે ડ્યુઅલ સીમ ત્યારે જ વાપરી શક્શો જ્યારે તમારા ઓપરેટર eSim સપોર્ટ કરતા હોય. એરટેલ, જિયો અને વોડાફોન eSim સપોર્ટ કરે છે. આ સાથે જ અન્ય કંપની સાથે વાતો ચાલી રહી છે. વોડાફોન ગ્લોબલ ઓપરેટર છે, શક્ય છે કે તેઓ ભારતમાં eSim સપોર્ટ ન કરે.

શું છે eSimનો ઈતિહાસ


2016માં સેમસંગ ગિયર  S2 3G eSimને સપોર્ટ કરનાર પહેલું ડિવાઈસ હતું. જો કે આ ટેક્નોલોજી એપલ વૉચ સિરીઝ 3 આવ્યા બાદ જાણીતી બની. બાદમાં સેલ્યુલર અનેબલ આઈપેડ્સ અને ગુગલ પિક્સ ટુમાં પણ આ ટેક્નોલોજી દેખાઈ. તો હવે સેલ્યુલર અનેબલ આઈપેડ્સ અને ગુગલ પિક્સલ ટુમાં પણ આ ટેક્નોલજી આવે છે.

શું છે eSim?

ફિઝિકલ સીમ કરતા જુદું eSim એક નાનકડું ફરી પ્રોગ્રામ કરી શકાય તેવું રિમુવેબલ સીમ કાર્ડ હોય છે. જેની સાઈઝ 6 એમએમ બાય 5 એમએમ છે. જે આઈફોનના મધરબોર્ડ પર લગાવવામાં આવશે. eSim યુઝર્સ સિમકાર્ડ બદલ્યા વિના ઓપરેટર બદલી શકે છે. સરળ ભાષામાં eSim એક એવું સીમ છે જે ડિવાઈસના બોર્ડમાં જ લગાવી શકાય છે. જેનાથી સીમ પકડી રાખનાર પ્લાસ્ટિક કાર્ડની જરૂર જ નથી પડતી. તમે સિમકાર્ડ પકડી રાખનાર અને પ્લાસ્ટિકના સીમને લોક કરતી ટેક્નલોજી તો તમારા ફોનમાં જોઈ જ હશે. eSim આ બધી ઝંઝટ જ ખતમ કરી નાખે છે. eSim ખૂબ જ નાનું હોય છે, પરંતુ કામ સામાન્ય સીમ જેવા જ કરે છે.


આ પણ વાંચોઃ એપલે લોન્ચ કર્યો ડ્યુઅલ સીમ આઈફોન


eSimના ફાયદા

eSim ફિઝિકલ સીમકાર્ડ જેવું નથી. નાની સાઈઝ હોવાને કારણે તે સ્માર્ટ વૉચમાં પણ વાપરી શકાય છે. જો કે eSim ફિઝિકલ સીમની જેમ બદલી નથી શકાતું. જો eSim ફોનમાં કેવી રીતે લગાવાશે અને ઓપરેટર બદલવા શું કરવું પડશે તે હજી સ્પષ્ટ નથી.

શું ભારતમાં eSim સપોર્ટ શક્ય છે ?

ભારતમાં એરટેલ અને જિયો જ eSim ઓફર કરે છે. બંને કંપનીઓએ નવા નેટવર્કને સપોર્ટ કરવા માટે સ્પેશિયલ સેલ્યુલર સેવા લોન્ચ કરી છે.

પ્રાઈઝ વૉર

eSim મેઈનસ્ટ્રીમમાં આવ્યા બાદ ઓપરેટર્સ માટે ગ્રાહકો જાળવી રાખવાની મુશ્કેલી આવી શકે છે. એટલે ભવિષ્યમાં ટેલિકોમ ક્ષેત્રે ફરી પ્રાઈઝ વૉર જોવા મળી શકે છે. જો કે હાલ તો ફક્ત આઈફોનમાં જ eSim ટેક્નોલોજી આવી છે. જ્યાં સુધી તે બધાને ન મળે ત્યાં સુધી કશું કહી ન શકાય.


આ પણ વાંચોઃ ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં રિપેર કરો બગડેલું મેમરી કાર્ડ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK