આ ફક્ત ચાની કીટલી નથી

જૂના જમાનામાં ગામડામાં ચા સર્વ કરવા માટે મસ્ટ એવી ઍલ્યુમિનિયમની કીટલીનો ઉપયોગ આજે પ્લાન્ટર, જ્વેલરી-સ્ટૅન્ડ અને લૅમ્પ તરીકે થવા લાગ્યો છે.



અર્પણા ચોટલિયા


કીટલીનું આ કર્વકી સ્વરૂપ હાલમાં મૉડર્ન ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. થોડું હટકે હોમ ડેકોર કરવાના ચાહકોને આવી કીટલીમાં ચા સર્વ કરવાની વાત ભલે આઉટડેટેડ લાગતી હોય, પણ એના કલરફુલ અવતારને કિચનના શેલ્ફ પર સજાવવાનું ચોક્કસ ગમે છે. જોઈ લો કીટલીનાં આવાં જ કેટલાંક અવનવાં રૂપો અને હટકે ઉપયોગ.

જ્વેલરી હૅન્ગર

કચરાના ડબ્બા જેવા જ્વેલરી-બૉક્સ કે ડ્રૉઅરમાં ક્યારેક ઈયરરિંગ્સ મળતાં નથી તો ક્યારેક ચેઇન અને નેકલેસ સાથે બ્રેસલેટ અને બંગડીઓ ગૂંચવાઈ જાય છે. આવામાં તૈયાર થઈને કોઈક સ્થળે જવાનું હોય ત્યારે છેલ્લી ઘડીએ કામ બગડે છે. હાથેથી રંગેલી ઍલ્યુમિનિયમની આ કીટલીમાં જુદા-જુદા સ્થાને કાણાં પાડવામાં આવેલાં છે જ્યાં ઈયરરિંગ્સ, નેકલેસ વગેરે ટાંગી શકાય. ઉપરાંત કીટલીના આગળના ભાગમાં બંગડીઓ પણ રાખી શકાય. એક સમયે આ કીટલી ૨૪ જેટલાં ઈયરરિંગ્સ સાચવી શકે છે.

કિંમત : ૯૪૯ રૂપિયા

વધુ વિગત માટે ચેક કરો

www.hitplay.in

કીટલી પ્લાન્ટર

ગાર્ડનિંગ માટે જુદા-જુદા રંગ અને શેપનાં માટી અને સિરામિકનાં કૂંડાઓ વસાવવાનો ટ્રેન્ડ હવે ગયો. દૂધનાં માપલાંઓ બાદ હવે આ રંગબેરંગી કીટલી પ્લાન્ટરનો ટ્રેન્ડ આવ્યો છે. હૅન્ડલ હોવાથી એ એક બાસ્કેટ જેવા કૂંડાની ગરજ સારે છે. કીટલી ઍલ્યુમિનિયમની જ બનેલી છે.

કિંમત : ૧૧૦૦ રૂપિયા

વધુ વિગતો માટે ચેક કરો

કીટલી લૅમ્પ

ઘરમાં ઝુમ્મરને બદલે કાણાંવાળી કીટલીઓ ટાંગવાનો આઇડિયા કેવી રહેશે? લાલ, બ્લુ, યલો જેવા અનેક રંગમાં મળી રહેતો આ કીટલી લૅમ્પ ઘરે બનાવવો પણ શક્ય છે. વધુ ડેકોરેટિવ લુક માટે આખી કીટલીને ગોલ્ડન અથવા સિલ્વર કલરથી રંગી એમાં ડ્રિલ મશીનથી અડધો સેન્ટિમીટર વ્યાસનાં કાણાં પાડી લો અને અંદર એક યલો લાઇટવાળો બલ્બ લગાવી દો. સરસ લૅમ્પ તૈયાર થશે. આ રેડ લૅમ્પ જોકે નીચેના ભાગથી આખો કાપીને તૈયાર કરવામાં આવ્યો છે.

કિંમત : ૨૭૯૯ રૂપિયા

વધુ વિગતો માટે ચેક કરો

www.hitplay.in

ડેકોરેટિવ ચા કીટલી

આવી ડેકોરેટિવ ચાની કીટલીમાં ચા સર્વ કરીને એને બગાડવાનો જીવ સ્વાભાવિકપણે નહીં ચાલે. જોકે કિચનના શેલ્ફ પર કંઈક ડેકોરેટિવ ચીજ સજાવવી હોય તો અનેક રંગ અને કલાત્મક ડિઝાઇનોમાં મળી રહેતી આ કીટલી બેસ્ટ લાગશે. ઍલ્યુમિનિયમની આ કીટલીઓ પર ઑઇલ પેન્ટ રંગોથી ડિઝાઇન બનાવવામાં આવે છે.

કિંમત : ૨૨૦૦ રૂપિયા

વધુ વિગતો માટે ચેક કરો

www.fabfurnish.com

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK