સર ઝુકાને સે કુછ નહીં હોતા, સર ઉઠાઓ તો કોઈ બાત બને

સપોઝ આપણે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હોઈએ અને કમ્પાર્ટમેન્ટમાં કોઈ આતંકવાદી ઘૂસીને ધડાધડ ગોળીઓ છોડવા માંડે ત્યારે આપણી પ્રાયૉરિટી આપણી જાતને બચાવવાની હશે કે પેલા આતંકવાદીને ઘેરી વળીને પકડી લેવાની?

salman


(સોશ્યલ સાયન્સ-રોહિત શાહ)


ફિલ્મ ‘હૉલિડે’માં આર્મી-મૅન અક્ષયકુમાર આતંકવાદીઓની ટોળીના માસ્ટર-માઇન્ડને પકડવાનો પેંતરો ગોઠવે છે ત્યારે થોડીક વાર માટે બાજી ઊલટી થઈ જાય છે. પેલો માસ્ટર-માઇન્ડ આતંકવાદી આર્મીના જવાનોની ચાર બહેનોને કિડનૅપ કરી લે છે. અક્ષયકુમાર એ વખતે પણ મચક આપતો નથી અને માસ્ટર-માઇન્ડને પકડવાની વ્યૂહરચના વિચારે છે. તેનો મિત્ર પોલીસ-ઇન્સ્પેક્ટર તેને પૂછે છે, ‘આતંકવાદીએ ચાર છોકરીઓને કિડનૅપ કરી છે એની ચિંતા તું નથી કરતો?’ એનો જવાબ અક્ષયકુમાર આપે છે, ‘દેશ માટે જીવ આપવાની જવાબદારી શું માત્ર આર્મીની જ હોય છે?’ આ ડાયલૉગ સાંભળ્યા પછીયે દેશ માટે કંઈક કરવાની-કુરબાન થઈ જવાની તડપ ન ઊઠે તો માની લેવું કે આપણે હરતીફરતી લાશથી વિશેષ કંઈ જ નથી.એ ફિલ્મમાં એવો જ ચોટદાર એક બીજો ડાયલૉગ પણ છે : ‘આતંકવાદીઓ બીજા લોકોને મારી નાખવા માટે પોતાના પ્રાણ આપી શકે છે તો આપણે બીજાઓના જીવ બચાવવા માટે શું આપણા પ્રાણ ન આપી શકીએ?’એ સાચું છે કે દરેક વ્યક્તિ દેશ માટે બલિદાન આપવા કંઈ બૉર્ડર પર જઈને હાથમાં મશીનગન ન લઈ શકે, પરંતુ જ્યારે કોઈ સંકટ કે આફતની નોબત આવે ત્યારે ડરપોક બનીને લપાઈ-છુપાઈ જવાને બદલે થોડુંક વીરત્વ તો બતાવી શકેને.

સપોઝ આપણે ટ્રેનમાં યાત્રા કરી રહ્યા છીએ અને એકાએક ત્યાં કોઈ આતંકવાદી હાથમાં બંદૂક લઈને આવી પહોંચે અને અંધાધૂંધ ગોળીઓ છોડવા માંડે ત્યારે આપણે શું કરીશું? ગીતા-ગ્રંથ પર હાથ મૂક્યા વગર સાવ સાચું કહીએ તો એ દૃશ્ય જોતાં જ આપણે નાસભાગ કરીને કોઈ સેફ કૉર્નરમાં છુપાઈ જઈશું, ખરુંને? આપણી પ્રાયૉરિટી આતંકવાદીને પકડવાની નહીં હોય, આપણી જાતને બચાવવાની જ હશે, ખરુંને? શું આવી નપુંસકતામાં આપણો નાગરિક ધર્મ છે? આતંકવાદીના હાથમાં શસ્ત્રો છે તો શું થયું? કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરી રહેલા તમામ યાત્રીઓ સામૂહિક રીતે તેને ચારે બાજુથી ઘેરી લેવાનો પ્રયાસ કરે તો તેની હિંમત તૂટી જાય. બે-ચાર જણે મરવું પડે તો ભલે, પણ એ આંતકવાદીને પકડી લેવાની હિંમત તો બતાવવી જોઈએ કે નહીં? દેશ માટે જીવ આપવાની જવાબદારી શું માત્ર આર્મી અને પોલીસની જ હોય છે?

એક ઉદૂર્ શાયરે માર્મિક પંક્તિ લખી છે:

ઉસ કે કત્લ પે મૈં ભી ચૂપ થા-

મેરા નંબર અબ આયા

મેરે કત્લ પે આપ ભી ચૂપ હૈ-

અગલા નંબર આપકા હૈ

મુંબઈમાં આતંકી હુમલો થયા પછી બીજા દિવસે લોકો જ્યારે નોકરી-ધંધે જવા લાગ્યા ત્યારે મીડિયાએ જોર-જોરથી કહ્યું કે મુંબઈની પ્રજા મજબૂત મનની છે, એનો હૌસલો બુલંદ છે. આવી ખોફનાફ ઘટના પછીયે આ પ્રજાની ખુમારી જુઓ. સૌ કોઈ પોતાની ડેઇલી લાઇફ જીવવા લાગ્યા છે. દિલ પર હાથ મૂકીને કહેજો હોં કે આતંકી હુમલાના બીજા દિવસે મુંબઈની પ્રજા રોજિંદા કામધંધા માટે નીકળી પડી એમાં એની મજબૂતી હતી કે મજબૂરી? આપણા માટે ‘પાપી પેટ કા સવાલ’ સબ સે બડા સવાલ હૈ, બુલંદ હૌસલે ઔર ખુમારી કી બાતેં હમેં બિલકુલ સૂટ હી નહીં હોતી!

ડગલે ને પગલે આપણું મસ્તક ઝૂકી શાનું જાય છે? શું આપણા ખભા પર જે મસ્તક છે એ પારકું છે? ‘સર ઝુકાને સે કુછ નહીં હોતા, સર ઉઠાઓ તો કોઈ બાત બને’ એવું કોઈ ગીતકારે કહ્યું છે. એક વાત યાદ રાખવી પડશે કે જો આપણે આપણી જાતને બેશરમ અને કાયર થઈને હરાજી કરવા મૂકીશું તો એની કિંમત ઘટી જશે, પોતાની જાતને જલીલ નહીં થવા દેવાની હિંમત રાખીશું તો એની કિંમત વધી જશે.

કોઈ પણ ક્ષેત્રમાં દુષ્ટ તત્વોની સંખ્યા સાવ ઓછી જ હોય છે. જાહેર રસ્તા પર દાદગીરી કરનારા તો માત્ર બે-ચાર જ હોય છે અને ત્યાંથી પસાર થનારા લોકો હજારો હોય છે. આખા ગામમાં માથાભારે માણસો તો પાંચ-સાત જ હોય છે અને ગામની વસ્તી પાંચ હજાર હોય છે. ટ્રેનમાં ભ્રષ્ટાચાર કરનાર ટિકિટચેકર એક જ હોય છે, પ્રવાસીઓ સેંકડો હોય છે. છતાં દરેક વખતે દુષ્ટો કેમ ફાવી જાય છે? સેંકડો-હજારો લોકો ભેગા થઈને પેલા બે-પાંચ જણની ચટણી કેમ નથી કરી શકતા? એનાં મુખ્ય બે જ કારણો છે : એક તો આપણામાં રાષ્ટ્રભક્તિ નથી અને બીજું આપણામાં સંપ નથી. દુષ્ટોને આ વાતનો ભરોસો છે. આપણી કાયરતા જ તો દુષ્ટોની સૌથી મોટી તાકાત છે? દેશની સામે આતંકવાદ કરતાં પણ વિકરાળ પ્રfન તો ભ્રષ્ટાચારનો છે અને એના માટે પણ આ જ બે કારણો જવાબદાર છે.

રાષ્ટ્રધર્મને ભૂલીને આપણે સાંપ્રદાયિક સંકુચિતતાઓને વળગી બેઠા છીએ. સાચું કહું? મને કોઈ ધર્મગ્રંથમાંથી જે ઉપદેશ નથી મળ્યો એ ઉપદેશ ખુમારીભર્યો ફિલ્મી ગીતોમાંથી મળ્યો છે. બે જ ગીતોની પંક્તિઓ સાંભળો :

જિંદા રહને કે મૌસમ બહુત હૈ મગર

જાન દેને કી •તુ રોજ આતી નહીં

હુસ્ન ઔર ઇશ્ક દોનોં કો રૂસવા કરે

વો જવાની જો ખૂં મેં નહાતી નહીં

જીવવા માટે તો હજારો ક્ષણો મળે છે, પણ દેશ માટે જીવ આપવાની તક તો ક્યારેક જ મળે છે. જે યુવાની રક્તસ્નાન કરતી નથી એ યુવાની સૌંદર્ય અને પ્રેમ બન્નેને કલંકિત કરે છે.

ના મુંહ છુપા કે જીઓ

ઔર ન સર ઝુકાકે જીઓ

ગમોં કા દૌર ભી આએ

તો મુસ્કરાકે જીઓ

જિંદગીને ચાહીશું તો દેશને નહીં બચાવી શકીએ, પણ દેશને ચાહીશું તો જિંદગીને જરૂર બચાવી શકીશું.

ભારત મારું સર્વસ્વ છે


મરવાનું તો આપણે છે જ, કૂતરાના મોતે મરવું છે કે પછી મોત આવે એ પહેલાં સાવજની જેમ જીવી બતાવવું છે એનો ફેંસલો આપણે કરવાનો છે. વૉટ્સઍપ અને ફેસબુકના મેસેજ તથા કમેન્ટ્સમાં આપણી યંગ જનરેશન ડૂબેલી રહેશે અને પાડોશી દેશો આક્રમણ કરીને આપણને કચડી નાખશે એવી દહેશત મનમાં જાગ્યા કરે છે. ભારત મારો દેશ છે, ભારત મારો ધર્મ છે, ભારત મારું કર્તવ્ય છે, ભારત મારી નિષ્ઠા છે, ભારત મારો શ્વાસ છે, ભારત મારો પ્રાણ છે, ભારત મારું સર્વસ્વ છે એવી અવિચલ ખુમારી આપણા લોહીમાં વહેતી થશે તો જ આપણું અસ્તિત્વ ટકી રહેશે. નહીંતર આપણે પણ તૂટી જઈશું અને દેશ પણ તૂટી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK