કેવો છે નવો સ્માર્ટફોન કૅન્વસ ૪?

સૅમસંગના ગૅલૅક્સી S4ની ટક્કરમાં મુકાયેલો માઇક્રોમૅક્સનો ૧૭,૯૯૯ રૂપિયાનો આ ફોન ફૂંક મારવાથી અનલૉક થાય છે અને સાથે બીજાં પણ ઘણાં ફીચર્સ ધરાવે છે


કુણાલ પંડ્યા

માઇક્રોમૅક્સનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ અને મોંઘો ફોન લૉન્ચ થઈ ચૂક્યો છે જેને ફીચર્સથી ભરી દેવામાં આવ્યો છે. કૅન્વસ ૪ નામના આ સ્માર્ટફોનના પ્રોસેસર અને હાર્ડવેઅરની વાત કરીએ તો એના અગાઉના કૅન્વસ ફોનના વર્ઝનથી વધારે અલગ નથી. જેમ કે નવા ફોનમાં પ્રોસેસની સ્પીડ વધારવામાં માટેનું 1.2 GHz ક્વોડ-કોર પ્રોસેસર અને ડિસ્પ્લે માટેની પાંચ ઇંચની સ્ક્રીન અગાઉના કૅન્વસ HDમાં પણ ઉપલબ્ધ હતી.

પરંતુ કૅન્વસ ૪ના યુનિક ફીચરની વાત કરીએ તો એ છે blow to unlock, જેમાં ફૂંક મારીને આ સ્માર્ટફોનને અનલૉક કરી શકાય છે.

આ ઉપરાંત સૅમસંગ ગૅલૅક્સી S4માંથી ઉધાર લીધેલાં ફીચર્સ પણ છે જેમ કે વિડિયો ચાલુ હોય એ દરમ્યાન જો તમે નજર હટાવો તો ઑટોમૅટિકલી વિડિયો પૉઝ થઈ જાય છે અને જુઓ ત્યારે ફરી ચાલુ થાય છે.

simultaneous video view દ્વારા તમે એક કરતાં વધારે વિડિયો પણ એક જ સમયે જોઈ શકો છો. માઇક્રોમૅક્સે આ ફોનમાં ‘વિડિયો પિનિંગ’ ફીચર દ્વારા હોમ-સ્ક્રીન પર વિડિયો પિન કરવાની સુવિધા આપી છે જેના દ્વારા વિડિયો જોતી વખતે પણ અન્ય ઍપ્લિકેશન્સમાં કામ કરવું હોય તો કરી શકાય.

આ સિવાય પણ અન્ય સુપર સ્માર્ટફોનની જેમ ફોન હાથમાં ઉપાડતાં જ ફોન આન્સર કરી શકાય તેમ જ નીચે મૂકતાં જ ઑટોમૅટિક લાઉડસ્પીકર પર થઈ જાય અને પડેલા ફોનને ફ્લિપ કરતાં જ સાઇલન્ટ મોડ પર કરી દે એવાં ફીચર્સ વધુ સરળતા અને સુવિધાનો સ્વાદ ચખાડે છે કૅમેરાની વાત કરીએ તો સુંદર પિક્ચર્સ અને બેસ્ટ ક્વૉલિટી માટે કંપનીએ આ ફોનમાં ૧૩ મેગાપિક્સેલનો રિયર કૅમેરા જ્યારે પાંચ મેગાપિક્સેલનો ફ્રન્ટ કૅમેરા આપ્યો છે. કંપની કહે છે કે કૅન્વસ ૪ એના ‘બસ્ર્ટ (કન્ટિન્યુઅસ) મોડ’  દ્વારા ૧૫ સેકન્ડ્સથી પણ ઓછા સમયમાં ૯૯ ફોટો ક્લિક કરી શકે છે. રિયર કૅમેરા 1080p (પિક્સેલ્સ) રેઝલ્યુશનનો વિડિયો રેકૉર્ડ કરી શકે છે જે એક સારી વિડિયો-ક્વૉલિટીની નિશાની છે. આ ઉપરાંત નીચેથી ઉપર તરફ સળંગ ફોટો લેવા માટે વર્ટિકલ પૅનોરમા, ગતિશીલ દૃશ્યને ફ્રીઝ કરીને પિક્ચર લેવા માટે ઍન્ટિ-શેક અને ફેસ-ડિટેક્શન જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.

કૅન્વસ ૪માં આ પણ છે

નોકિયા લુમિયા ૯૨૦ની જેમ આ ફોનની ટચસ્ક્રીન ગ્લવ્ઝ પહેરીને પણ ઉપયોગ કરી શકાય એવી રીતે ઑપ્ટિમાઇઝ કરવામાં આવી છે

કૅન્વસ ૪ની સાથે ૩૦૦૦ રૂપિયાનું ફ્રી ઍલ્યુમિનિયમ કવર આવે છે જે તમને ફોન કવરમાં હોવા છતાં પણ ફોનનો ઉપયોગ કરવા દેશે

આ સ્માર્ટફોનની બૉડી ઍનૉડાઇઝ્ડ ઍલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવી છે જે એક પ્રીમિયમ લુક તો આપે જ છે અને સાથે કૉલ-ક્વૉલિટીનાં સિગ્નલ્સને બમણાં પણ કરે છે

Half in Half ફીચર દ્વારા સ્ક્રીનમાં એકસાથે બે ઍપ્લિકેશનમાં કામ કરી શકાય છે

આ સ્માર્ટફોન ફક્ત કાનની પાસે જ લઈ જતાં ફોન આન્સર કરી આપે છે જ્યારે કૉન્ટૅક્ટ સિલેક્ટ કરો અને કાન પાસે લઈ જતાં ડાયલ કરી આપે છે

કૅન્વસ ૪નાં કી-સ્પેસિફિકેશન્સ

5.0 ઇંચ HD ડિસ્પ્લે

1.2 GHz ક્વોડ-કોર પ્રોસેસર

1GB RAM

16 GB ઇન્ટર્નલ અને ૩૨ GB એક્સ્પાન્ડેબલ સ્ટોરેજ

૧૩ મેગાપિક્સેલ રિયર અને ૫મેગાપિક્સેલ ફ્રન્ટ કૅમેરા

ઍન્ડ્રૉઇડ ૪.૨.૧ જેલી બીન ઑપરેટિંગ સિસ્ટમ

ડ્યુઅલ સિમ

ગૅલૅક્સી S4ની સામે ક્યાં પાછળ પડ્યો કૅન્વસ ૪?

ઍન્ડ્રૉઇડની લેટેસ્ટ ઑપરેટિંગ સિસ્ટમ ૪.૨.૨ નથી

ગૅલૅક્સી S4ની બૅટરી-કૅપેસિટી 2600mAhની છે, એની સામે કૅન્વસ

૪ની ઓછી એટલે કે 2000mAh છે જેના કારણે બૅટરી ઝડપથી ડિસ્ચાર્જ થશે.

ગૅલૅક્સી S4 પાસે ૨ GB RAM છે તો કૅન્વસ ૪માં ૧ GB RAM છે. RAM મોબાઇલની મેમરી વધારવામાં મદદ કરે છે. પરિણામે ફોનની સ્પીડ વધુ અને હૅન્ગ થવાના ચાન્સિસ ઓછા રહે છે.

ગૅલૅક્સી S4ના ૧.૬GHzના પ્રોસેસર સામે કૅન્વસ ૪ 1.2GHz ધરાવે છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK