આ સ્માર્ટી રિંગ તમને મોબાઇલનાં અપડેટ્સ આપશે

ફોન પર રિંગટોન મિસ થઈ જાય તો એનું રિમાઇન્ડર હવે આ સ્માર્ટ રિંગ આપશે. આ બ્લુટૂથથી ચાલતી વેઅરેબલ ટેક્નૉલૉજી પોતાના યુઝરને સ્માર્ટ ફોન પર લેટેસ્ટ અલર્ટ અને ઇનકમિંગ કૉલની અલર્ટ આપે છે અને એ પણ ડાયરેક્ટ ફિંગર પર.


ચેન્નઈની એક કંપનીએ સ્માર્ટી રિંગના ટાઇટલ હેઠળ ડિઝાઇન કરેલી આ સ્માર્ટ રિંગ વજનમાં હેવી એવી સ્માર્ટ વૉચની કૉમ્પિટિશન તરીકે લૉન્ચ કરવામાં આવી છે. યુઝર મોબાઇલ ઍપ્લિકેશન મારફત રિંગમાં સેટિંગ્સ સેટ કરી શકે છે. આ રિંગને એ ઉપરાંત ઘડિયાળ અથવા ટાઇમર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. 

જો યુઝર ફોનથી ૩૦ ફૂટ દૂર જાય તો આ રિંગ તરત જ બીપ વગાડીને રિમાઇન્ડર આપશે કે કંઈક પાછળ છૂટી ગયું છે.

આ વેઅરેબલ ગૅજેટ સતત યુઝરને ઇમકમિંગ તેમ જ આઉટગોઇંગ કૉલ, ઈ-મેઇલ અને ટેક્સ્ટ મેસેજનાં લેટેસ્ટ અપડેટ અને નોટિફિકેશન આપતી રહે છે. એ ઉપરાંત રિંગ ફેસબુક, ટ્વિટર અને સ્કાઇપ જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટના રિયલ ટાઇમ અપડેટ્સ પણ આપે છે.

સ્ટેનલેસ સ્ટીલની બનેલી આ રિંગની બૅટરી એક વાર ચાર્જ કર્યા બાદ ૨૪ કલાક ચાલે છે અને એ ઍન્ડ્રૉઇડ અને iOS બન્ને પ્રકારનાં ડિવાઇસ સાથે વાપરી શકાય. રિંગ ૧૩ મિલીમીટર પહોળી છે અને કંપની એને એપ્રિલ ૨૦૧૪ સુધીમાં માર્કેટમાં લાવવાનો વિચાર કરી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK