ડ્રાઇવિંગ વિના માત્ર એક બટનથી પર્ફેક્ટ જગ્યાએ કાર પાર્ક થઈ જશે

સ્વીડનની ઑટો કંપની વૉલ્વોએ એક એવી ટેક્નૉલૉજી ડેવલપ કરી છે જેની મદદથી માત્ર એક બટન દબાવતાં જ કાર યોગ્ય જગ્યાએ પાર્ક થઈ જશે.



સ્માર્ટ પાર્કિંગ : આ ટેક્નૉલૉજીમાં માત્ર સ્માર્ટ ફોનમાં વૉલ્વો ઑટો પાર્કિંગ નામની ઍપ્લિકેશન ઓપન કરીને એક બટન દબાવવાથી કાર પાર્ક થઈ જાય છે.



 આ સિસ્ટમમાં કારના ડ્રાઇવર પાસે સ્માર્ટ ફોનમાં એક ખાસ પ્રકારની ઍપ્લિકેશન હોવી જરૂરી છે. ‘વૉલ્વો ઑટોનોમસ પાર્કિંગ’ નામની આ ટેક્નૉલૉજીમાં આપમેળે જ પાર્કિંગ એરિયામાં ખાલી જગ્યા શોધીને કારને પાર્ક કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, પાર્કિંગમાંથી બહાર નીકળતી વખતે પણ કાર ઑટોમૅટિકલી ડ્રાઇવરની પાસે આવી જશે. આ ટેક્નૉલૉજીની ખાસ વાત એ છે કે કારને પાર્ક કરવા માટે એને ડ્રાઇવ કરવાની જરૂર પડતી નથી. એટલે કે તમે કારમાંથી બહાર નીકળીને સ્માર્ટ ફોનમાં આ ઍપ્લિકેશન ઓપન કરીને માત્ર Park Now બટન દબાવવાનું રહે છે. એ પછી આ ટેક્નૉલૉજી જાતે જ યોગ્ય જગ્યા શોધીને કાર પાર્ક કરી દેશે. આ સિસ્ટમમાં ખાસ પ્રકારનાં સેન્સરોની મદદથી પાર્કિંગની જગ્યા શોધીને કાર પાર્ક કરવામાં આવે છે. આ ટેક્નૉલૉજીની પબ્લિક ટ્રાયલ આવતા વીકથી શરૂ થશે અને ટૂંક સમયમાં એને લાગુ કરવાની કંપનીની યોજના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK