સેમસંગે લૉન્ચ કર્યો વૉટર-પ્રૂફ ગેલેક્સી S5 ફોન, જુઓ સંપૂર્ણ ફીચર્સ

યુઝર્સ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા એવો સેમસંગનો ગેલેક્સી S5 ફોન આખરે બાર્સિલોનામાં ચાલી રહેલા મોબાઈલ વર્લ્ડ કોન્ગ્રેસ 2014 (MWC 2014)માં આજે લૉન્ચ થયો હતો.

સેમસંગે ભરપૂર ફીચર્સ અને હાર્ડવેરથી સજ્જ આ ફ્લેગશીપ મોબાઈલ લૉન્ચ કર્યો હતો પરંતુ હાલ પૂરતી તેની કિંમત જાહેર કરવામાં આવી નથી. 150 દેશોમાં ગેલેક્સી S5 લૉન્ચ થશે અને અને 11 એપ્રિલ 2014થી માર્કેટમાં ઉપલબ્ધ થશે.

સેમસંગના આ લેટેસ્ટ ફોનના મહત્વના અને નવા ફીચર્સ


- હાર્ટ સેન્સર : પાછળના કેમેરાની નીચે રહેનારું આ સેન્સર હશે જે તમને વર્ક આઉટ અને તમારી એક્ટિવિટી દરમ્યાન તમને ઉપયોગી બનશે.
- વોટર અને ડસ્ટ પ્રૂફની ખાસિયત ધરાવતો આ ફોન તમે ગમે ત્યાં વાપરી શકશો.
- ફિંગરપ્રિન્ટ સેન્સર : આ સેન્સરનો ઘણી બધી સર્વિસ અને એપ્સમાં પાસવર્ડ તરીકે કામ કરશે ત્યારે તમારું લોગ-ઈન અને પેમેન્ટ્સ વધુ સિક્યોર બનવાની આશા છે.
- કિડ-ફ્રેન્ડલી મોડ : આ મોડ દ્વારા તમારા ફોનમાં એવી એપ્સ, ગેમ્સ અને ફીચર્સ જ દેખાશે જેમાં તમારો ફોન તમારા બાળકો પાસે આવી જાય ત્યારે કોઈ પ્રોબ્લેમ ઊભો ન થાય.
- અલ્ટ્રા પાવર સેવિંગ મોડ
- પ્રાઈવેટ મોડ : તમારા ફોટો, વિડીયો અને ફાઈલને સિક્યોર રાખશે જેથી તમારી પર્સનલ ડેટા કોઈ ખોટા હાથમાં જવાનો ડર નહીં રહે.

આ ફોનમાં હાર્ટ-રેટ સેન્સર, ટેક્નોલોજી વાળા કેમેરાનો પણ સમાવેશ થયો છે. આ ફોન અત્યાર સુધીના સ્માર્ટફોન કરતા પણ થોડો મોટો છે. S-5ની સ્ક્રીન 5.1 ઈંચ (13 cms)ની છે. જ્યારે 16 મેગા પિક્સલનો કેમેરા છે અને કેમેરાનું ઓટો ફોકસ પણ ખૂબ ફાસ્ટ છે. ફોટો ક્લિક કરતી વખતે જ તમે ફોર ગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડને બ્લર કરી શકો છો.

ફિટનેસ એક્ટિવિટ દરમિયાન હાર્ટ-રેટ સેન્સરનો ઉપયોગ પણ કરી શકાય છે. સેમસંગે S-5ની સાથે ફિટનેસ બેન્ડ ગીયર ફિટ પણ લોન્ચ કર્યું છે. આ બેન્ડ પણ માર્કેટમાં 11 એપ્રિલ સુધીમાં આવી જશે. આટલા સારા ફિચર્સની સાથે S-5 ફોન વોટર રેસિસ્ટેંટ પણ છે.

મહત્વના સ્પેસિફેકશન્સ


Display - 5.10-inch
Processor - 2.5GHz
Front Camera - 2.1-megapixel
Resolution - 1080x1920 pixels
RAM - 2GB
OS - Android 4.4.2
Storage - 16GB
Rear Camera - 16-megapixel
Battery capacity - 2800mAh

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK