સેમસંગે HD ડિસ્પ્લે સાથે લૉન્ચ કર્યો Grand 2, જુઓ તફાવત

સેમસંગે પોતાના સ્માર્ટફોન રેન્જના લૉન્ચિંગમાં ઊમેરો ચાલુ રાખતાં આશ્ચર્યની વચ્ચે તેણે Galaxy Grand 2 લૉન્ચ કર્યો છે.


Grand Duos અને  Grand 2 વચ્ચેની સરખામણી જુઓ નીચે




(કુનાલ પંડ્યા)


આ વર્ષની શરૂઆતમાં જ સેમસંગે ગ્રાહકોને લાર્જ સ્ક્રીન આપવા માટે 'ગેલેક્સી ગ્રૅન્ડ' લૉન્ચ કર્યો હતો. પરંતુ કહેવાય છે કે સેમસંગના 'ગેલેક્સી ગ્રૅન્ડ' ફોનમાં ફોન ઘણી બધી એપ્સના કારણે RAM ઓછી હોવાના કારણે સ્લો થઈ જવાની વધુ પડતી ફરિયાદો ગ્રાહક તરફથીઆવી હતી. પરિણામે તેના સુધારારૂપે આ ફોન 'ગેલેક્સી ગ્રૅન્ડ 2' લૉન્ચ કરવામાં આવ્યો છે.

ગેલેક્સી ગ્રૅન્ડ 2 ફોન લૉન્ચ કરવાની સાથે સેમસંગે આ ફોનમાં માર્કેટમાં બેસ્ટ હોય તે બધુ સમાવવાનો પ્રયત્ન કર્યો છે. 5.25 ઇંચની TFT LCD ડિસ્પ્લે છે જેમાં 1280 x 720 પિક્સેલ્સનું રિઝ્યોલુશન છે. જ્યારે તેનું 1.2 GHZ ક્વૉડ કોર પ્રોસેસર છે અને RAMને વધારીને 1.5GB કરવામાં આવી છે. ઇન્ટર્નલ મેમરી 8GB આપવામાં આવી છે અને એન્ડ્રોઈડના 4.3 જેલી બીન વર્ઝન પર આ ફોન કામ કરે છે.

જ્યારે કેમેરાની વાત કરીએ 8 મેગાપિક્સલ કેમેરા છે જે 3264 x2448 પિક્સેલ્સનો ફોટો ક્લિક કરી શકે છે.

GRAND DUOS vs GRAND 2



GRAND

GRAND2

ડિસ્પ્લે ­સ્ક્રીન

5 ઇંચ

5.25 ઇંચ (HD)

વજન

162 ગ્રામ

163 ગ્રામ

પ્રોસેસર

1.2 GHZ ડ્યુઅલ કૉર

1.2 GHZ ક્વૉડ કોર (વધુ ફાસ્ટ)

ઓપરેટિંગ સિસ્ટમ

જેલી બીન (4.1.2)

જેલી બીન (4.3)

સ્ટોરેજ મેમરી

8 GB ઇન્ટર્નલ (64GB સુધી એક્સ્પાન્ડેબલ)

8 GB ઇન્ટર્નલ (64GB સુધી એક્સ્પાન્ડેબલ)

RAM

1 GB

1.5 GB

SIM

ડ્યુઅલ

ડ્યુઅલ

બેટરી

2100 mAh

2600 mAh (વધુ લાંબી ચાલશે)

રિયર કેમેરા

8 મેગાપિક્સેલ

8 મેગાપિક્સેલ

ફ્રન્ટ કેમેરા

2 મેગાપિક્સેલ

1.9 મેગાપિક્સેલ

કિંમત

હાલમાં 17000 થી 19500

હજુ સુધી જાહેર નથી થઈ (20000થી વધુ ન હોવી જોઈએ)



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK