જો આટલું રાખશો ધ્યાન તો હેક નહીં થાય સોશિયલ મીડિયા અકાઉન્ટ

પોતાની જાતને ઓનલાઈન સુરક્ષિત રાખવાનો પહેલો ઉપાય એ છે કે ક્યારેય પાસવર્ડ સિમ્પલ ન રાખો

1



પાસવર્ડ ગેમમાં રહો આગળ

પોતાની જાતને ઓનલાઈન સુરક્ષિત રાખવાનો પહેલો ઉપાય એ છે કે ક્યારેય પાસવર્ડ સિમ્પલ ન રાખો. હંમેશા પાસવર્ડ સ્ટ્રોંગ રાખો. તમે ઈચ્છો તો તમને ગમતા કોઈ ગીતની લાઈનનો ઉપયોગ કરી શકો છો કે પછી કોઈ ફિલ્મ કે નાટનું નામ કે તેના પાત્રના નામને પણ પાસવર્ડ તરીકે રાખી શકો છો. નંબર, સિમ્બોલ અને લેટર્સને એક સાથે વાપરીને પણ પાસવર્ડ સ્ટ્રોંગ કરી શખાય છે.

એક જેવો પાસવર્ડ ન રાખો

તમારા તમામ અકાઉન્ટ્સ માટે ક્યારેય એક જેવો પાસવર્ડ ન રાખો. જો કોઈને તમારા એક અકાઉન્ટનો પાસવર્ડ ખબર પડશે, તે તમારા તમામ અકાઉન્ટસ એક્સેસ કરી શકે છે.

2


સાઈન ઈન અને લોગ આઉટનું રાખો ધ્યાન

કેટલીક વાર તમે સર્ફિંગ કરવા માટે સાયબર કેફેમાં જાવ છો. પરંતુ ત્યાં જે કમ્પ્યુટર પર બેસો છો, તેના પર ક્યારેય પોતાનું અકાઉન્ટ સાઈન ઈન ન રાખો, ન તો પોતાની લોગ ડિટેઈલ ક્યારેય સેવ કરેલી ન રાખો. કોશિશ કરો કે તમે જ્યારે પણ સાયબર કાફે છોડો ત્યારે તેને લોક મોડમાં મૂકો. આ ઉપરાંત એક બીજી રીત એ પણ છે કે તમારા અકાઉન્ટ કે બ્રાઉઝરનો ઉપયોગ કર્યા બાદ તરત તેને બંધ કરો. કારણ વગર તેને ખુલ્લું ન રાખો.


આ પણ વાંચોઃ Samsung Galaxy Note 9 પર મળી રહી છે 16,900 રૂપિયા સુધીની ઓફર


જરૂરી છે સેફ સર્ચ

જો તમે ઈચ્છો તો ઘરમાં જ  સુરક્ષિત રીતે નેટનો ઉપયોગ કરી શકો છો. ત્યારે સેફ સર્ચનો ઓપ્શન પણ તમારા માટે ઉત્તમ છે. આ ટૂલ સર્ચ દરમિયાન જાતે જ જોખમી કોન્ટેન્ટ ફિલ્ટર કરે છે. ઈન્ટરનેટ સર્ચ દરમિયાન આપત્તિજનક કન્ટેન્ટથી દૂર રહેવા માટે સેફ સર્ચ ટૂલનો ઓપ્શન ઓન રાખો.

3


સમજી વિચારને ખોલો સાઈટ્સ

કોઈ પણ વેબસાઈટને સમજ્યા વિચાર્યા વગર એક્સેસ ન કરો. આ માટે તમે બે ઉપાય કરી શકો છો. પહેલું તો યુઆરએલ એટલે કે વેબસાઈટનું એડ્રેસ HTTPSથી શરૂ થાય છે કે નહીં. જો  HTTPS છે તો સમજો કે સાઈટ સેફ છે. બ્રાઉઝરમાં જો પેડલોક કે લોક ઈનનો આઈકન છે તો  પણ સાઈટ સેફ હોઈ શકે છે.

ટુ સ્ટેપ વેરિફિકેશન

ટુ સ્ટેપ વેરિફિકેશન ઓપ્શનથી ગૂગલ અકાઉન્ટને વધુ સિક્યોર રાખી શકો છો. આ માટે ગૂગલ કે બીજા ઓનલાઈન અકાઉન્ટ્સના સેટિંગમાં જાવ. જ્યાં તમારો મોબાઈલ નંબર કે ઈમત લિંક કરવાનું હોય છે. આ ઓપ્શન ઓન કર્યા પછી કોઈ પણ વ્યક્તિ પાસવર્ડ જાણવા છતાં તમારા  અકાઉન્ટમાં સિસ્ટમ કે સ્માર્ટ ફોનથી લોગ ઈન નહીં કરી શકે.


આ પણ વાંચોઃ Paytm દ્વારા ઘરે બેઠા કરો હજારો રૂપિયાની કમાણી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK