મોબાઇલ પર Whatsappમાં offline થવું હોય તો?

આજનો યુઝર જેમ કમ્પ્યુટર પર ઇન્ટરનેટ દ્વારા ફેસબુકની લત લગાડીને બેઠો છે એવી જ રીતે મોબાઇલ યુઝરને વૉટ્સઍપનો નશો ચડ્યો છે.


સ્માર્ટ ટીનેજર્સથી યંગસ્ટર્સ અને ત્યાર બાદ આજે દરેક ઉંમરના ગ્રુપમાં આ ચૅટિંગ ઍપ્લિકેશન કમ્યુનિકેશનમાં રહેવાનો મૉડર્ન રસ્તો બની ગયો છે. ટ્રેડિશનલ મેસેજિંગને આરામ આપી દેતી આ ઍપ્લિકેશન ઇન્ટરનેટ દ્વારા ચાલતી હોવાથી મન્થ્લી ખર્ચ બચાવવામાં મદદરૂપ થાય છે તેમ જ મિડિયા ફાઇલ્સ (ફોટો, વિડિયો અને ઑડિયો) શૅરિંગ કરવાની ફૅસિલિટી યુઝર્સને વધુ ચસકો લગાડે છે.

વેલ, બહુ વખાણ થયાં વૉટ્સઍપના અને વાત કરીએ હવે મુદ્દાની. તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે વૉટ્સઍપમાં ટેમ્પરરી ઑફલાઇન થવું હોય અથવા તો થોડો સમય તમને કોઈ મેસેજિસ ન મળે એવી પળો માણવી હોય તો? સીધી રીતે આ ઍપ્લિકેશનમાં આ પ્રકારનો કોઈ ઑપ્શન નથી. એથી જો ખરેખર તમારે આવી સ્થિતિની ક્યારેય પણ જરૂર પડે તો ઉંગલી ટેઢી કરવી પડે એમ એક ટ્રિક તમારી હેલ્પ કરી શકે છે.

વૉટ્સઍપ યુઝ કરતા હશો તો તમે જોયું હશે કે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે ચૅટ કરતા હો ત્યારે અથવા તો તેમનું ઑનલાઇન સ્ટેટસ જાણી શકતા હો છો. ઍપ્લિકેશનમાં ચૅટિંગ બૉક્સ દરમ્યાન તેના નામ નીચે ફ્રેન્ડ ઑનલાઇન છે અથવા તો છેલ્લે મેસેજ (Last seen) ક્યારે જોયો હોય એની જાણ થતી હોય છે જેના દ્વારા તમારા ફ્રેન્ડ્સ સ્ટેટસ જાણીને મેસેજ મોકલતા રહેતા હોય છે. વળી જો ફ્રેન્ડ ન મોકલે તો કોઈ ગ્રુપમાં તમે હો તો પણ વણજોઈતા મેસેજિસ મળતા રહેતા હોય છે. તો વૉટ્સઍપથી થોડો સમય દૂર રહેવા માટે આ ટ્રિક અપનાવો.

આ માટે તમારે તમારા ફોનના Settings માં જઈને Time and Dateમાં વર્ષને બદલીને કોઈ પણ પાછલું વર્ષ સેટ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે ૨૦૧૩ને બદલે ૨૦૧૨ કરી દો બસ, ત્યાર બાદ તમારો ફોન રી-સ્ટાર્ટ કરી દો. ફોન ઑન થયા બાદ તમને વૉટ્સઍપ ઍપ્લિકેશનનો તારીખ બરાબર ન હોવાનો એરર મેસેજ આવશે. બસ તો સમજી લો કે તમે થઈ ગયા ઑફલાઇન. (આમ કરવાથી તમે વૉટ્સઍપ પર મેસેજિસ મોકલી કે રિસીવ નહીં કરી શકો પરંતુ નૉર્મલ કૉલ, અન્ય ઇન્ટરનેટ ઍપ્લિકેશન, બ્રાઉઝર કામ કરશે.) જ્યારે ફરી વાર તમારે ઑનલાઇન મોડમાં જવું હોય તો ફક્ત વર્ષ ચેન્જ કરી દો એટલે ફરી તમારું વૉટ્સઍપ જેમ હતું એમ સ્ટાર્ટ થઈ જશે.

અને જો તમે iPhone યુઝર છો અને તમારે Last seen ટાઇમસ્ટૅમ્પ છુપાવવો છે તો આ માટેનો ઑપ્શન ઉપલબ્ધ છે. આ માટે ઍપ્લિકેશનમાં Settings > Advanced  > Turn off ÒLast Seen TimestampÓ સેટ કરો.

- કુણાલ પંડ્યા

Comments (1)Add Comment
...
written by Parimal, July 09, 2013
Very Very USEFUL information . BIG THANKs.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK