દૂર રહેતાં પ્રેમી યુગલો માટે વરદાન છે મોબાઇલ ઍપ્લિકેશન્સ

‘સર્ફિ તુમ’ ફિલ્મ યાદ હોય તો એમાં ડિસ્ટન્સ રિલેશનશિપમાં પ્રેમી યુગલ કઈ રીતે એકબીજા માટે તડપે છે અને પત્ર લખીને વાતો કરે છે એ દેખાડવામાં આવ્યુ છે.


જોકે તો પણ એમાં પત્ર ન મળી શકવાને કારણે ખૂબ મોટા લોચા થાય છે. પરંતુ આજના સમયમાં આ બધી તકલીફોને કોઈ સ્થાન નથી, કારણ કે આજે દરેકના મોબાઇલમાં મેસેન્જર ઍપ્લિકેશન જોવા મળે છે જેમાં ફિઝિકલી દૂરી હોય તો પણ એ દૂરી મહેસૂસ કરીને એમાં તડપવાની નોબત નથી આવતી.

એક રિપોર્ટ કહે છે કે આ વૅલેન્ટાઇન્સ ડેએ એકબીજાથી દૂર રહેતાં કપલ્સ વૉટ્સઍપ, સ્કાઇપ, વાઇબર, વીચૅટ જેવી ઍપ્લિકેશન વાટે એકબીજાથી કનેક્ટ રહેશે. મેસેજિસ સિવાય વિડિયો કૉલિંગ, ફોટો શૅરિંગ વગેરે ઍપ્લિકેશન પણ દૂર રહેતા પ્રેમીઓને સમીપ લાવશે. પહેલાંના સમયમાં મેસેજ અને ફોન પર એકબીજા સાથે વાતો થતી, પણ ચહેરો જોવા ન મળતો. જોકે હવે સ્કાઇપ અને વિડિયો કૉલિંગની ફૅસિલિટી આવી જતાં એ પ્રશ્ન પણ હલ થઈ ગયો છે. આ બધી ઍપ્લિકેશન્સ વાપરવાના અનેક ફાયદા છે જેમ કે સતત એકબીજાના સંપર્કમાં રહી શકાય છે, એ નૅશનલ અથવા ઇન્ટરનૅશનલ રોમિંગ ફોન કરવા અથવા મળવા જવા કરતાં સસ્તો પર્યાય છે. વળી મેસેજિંગ પોતપોતાના મોબાઇલ પરથી થતું હોવાને લીધે એ પૂરી રીતે સીક્રેટ રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK