લેટેસ્ટ ટેક્નૉલૉજીના આવિષ્કારો હજી ઘણા છે

અમેરિકાના નેવાડા રાજ્યના લાસ વેગસમાં આજકાલ વિશ્વનું સૌથી મોટું એક્ઝિબિશન ચાલી રહ્યું છે. આ કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ શોમાં રજૂ થયેલી ટેક્નિકો આપણી આવતી કાલને જબરદસ્ત બદલી નાખે એવી છે. બે દિવસથી આપણે એના કેટલાક નમૂનાઓ જોઈએ છે. ટેક્નૉલૉજીના મહાકુંભ સમાન આ એક્ઝિબિશનમાંના બીજા કેટલાક આવિષ્કારો પર નજર કરીએ.

tacnology



પલ્સ અને હાર્ટ-રેટ બૅન્ડ

હવે કસરત કરતી વખતે પલ્સ કેટલી છે એ ચપટી વગાડતાંમાં જાણી શકાય એવો રિસ્ટ-બૅન્ડ આવી ગયો છે, જે સ્માર્ટફોનમાં તમારા સ્વાસ્થ્યની જાણકારી આપતો રહે છે. જોકે સ્પોર્ટ્સમાં કાર્યરત લોકો માટે સતત હાર્ટ-રેટ નોંધતી ઘડિયાળ પણ આ એક્ઝિબિશનમાં રજૂ થઈ છે.

વાયરલેસ ચાર્જિંગ

બૅટરી ચાર્જ કરવા માટે ઇલેક્ટ્રિસિટી સાથે કનેક્ટિંગ વાયરની હવે કોઈ જરૂર નથી. લૅપટૉપ, ટૅબ્લેટ અને સ્માર્ટફોન પણ વાયરલેસ ટેક્નૉલૉજીથી કઈ રીતે ચાર્જ થઈ શકે છે એનું ડેમોન્સ્ટ્રેશન આ એક્ઝિબિશનમાં કરવામાં આવ્યું હતું.

રિયલસેન્સ જૅકેટ


જોઈ ન શકતા લોકો આસપાસના વાતાવરણને સારી રીતે પારખી શકે એવું જૅકેટ ઇન્ટેલ કંપનીએ બનાવ્યું છે. એમાં હાથની બે બાજુ, આગળ-પાછળ અને કમર પાસે ખાસ સેન્સર્સ આવેલાં છે જેનાથી વ્યક્તિને તેની આસપાસમાં કેટલા અંતરે કોઈ વ્યક્તિ કે વસ્તુ છે એનો અંદાજ આવી શકે છે.

અસ્થમા મૉનિટરિંગ

ADAMM (ઑટોમૅટેડ ડિવાઇસ ફૉર અસ્થમા મૉનિટરિંગ ઍન્ડ મૅનેજમેન્ટ) નામનું આ ડિવાઇસ હેલ્થ-કૅર ક્ષેત્રે ખૂબ કામનું છે. આ પહેરી શકાય એવું ડિવાઇસ છે. એ પહેરનાર વ્યક્તિના શરીરમાં અસ્થમાના હુમલાનાં લક્ષણોની શરૂઆતમાં જ ચેતવી દે છે જેને કારણે એનું નિવારણ શક્ય બને છે.

હાથમાં પહેરી શકાય એવો ડ્રોન કૅમેરા


ફોટોગ્રાફ્સ ખેંચવાનો ક્રેઝ સંતોષાય એ માટે હાથમાં પહેરી શકાય એવું બ્રેસલેટ જેવું ડ્રોન આવી ગયું છે. આ ડ્રોનમાં પહેલેથી પ્રોગ્રામ સેટ કરીને એને છૂટું મૂકી દેવામાં આવે તો એ કહ્યા મુજબ ફોટા પાડીને પાછું ડાહ્યુંડમરું થઈને પ્રોગ્રામરના હાથમાં આવીને ગોઠવાઈ જાય છે.

બેબી-બૅન્ડ

LG કંપનીએ ગિઝ્મોપલ નામનું બાળકો પહેરી શકે એવું બૅન્ડ બનાવ્યું છે. એમાં GPS અને ફોન બન્ને છે. GPSથી બાળક ક્યાં છે એ ટ્રૅક કરી શકાય છે. આ બૅન્ડમાં નોંધાયેલા બે રજિસ્ટર્ડ નંબરને જ બાળક ફોન કરી શકે છે અને ચાર રજિસ્ટર્ડ નંબર પરથી જ ફોન રિસીવ કરી શકે છે.

ફ્યુચર કિચન

રસોડામાં સ્ટવ કે ગૅસની છુટ્ટી કરી દેતી આ ટેક્નૉલૉજીમાં પ્લૅટફૉર્મ પર જ હીટ સેન્સિટિવ કુકિંગ ટૉપ છે. એમાં જ્યાં તમે કોઈ વાસણ મૂકો એટલો જ ભાગ ગરમ થાય છે અને ખાવાનું રંધાય છે. એની આસપાસની સપાટી નૉર્મલ તાપમાનવાળી છે. એનાથી એનર્જી બચે છે અને ગૅસ ચાલુ-બંધ કરવાની કોઈ ઝંઝટ નથી રહેતી.

સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટ

છોડને ક્યારે પાણી પિવડાવવાની જરૂર છે એની પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. પૅરટ H20 નામની આ પ્રોડક્ટમાં કૂંડાની સાથે વૉટર-બૉટલ પર જોડેલી હોય છે. છોડની માટીમાં રહેલાં મૉઈશ્ચર, ફર્ટિલાઇઝર અને ટેમ્પરેચરનું દર પંદર મિનિટે ચકાસણી કરીને જરૂરિયાત મુજબ પાણી અટૅચ્ડ બૉટલમાંથી આપમેળે લઈ લે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK