રાતે મોડે સુધી જાગનારા લૉન્ગ ટર્મ રિલેશનશિપમાં નિષ્ફળ જાય છે

ન્યુ યૉર્કમાં તાજેતરમાં થયેલા એક સર્વેએ કપલ્સને ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેઓ જેમને ડેટ કરતા હોય તે વ્યક્તિ રાતે જાગવાની શોખીન હોય તો તેમણે આને એક વૉર્નિંગ સાઇન તરીકે જોવું જોઈએ, કારણ કે સ્ટડીનો રિપોર્ટ કહે છે કે સમયસર સૂવા અને ઊઠવાવાળાઓની સરખામણીમાં રાતે મોડે સુધી જાગનારાઓ લૉન્ગ ટર્મ રિલેશનશિપ નથી નિભાવી શકતા.


શિકાગોની યુનિવર્સટીના હ્યુમન ડેવલપમેન્ટ વિભાગમાં કરવામાં આવેલા આ સર્વે પ્રમાણે જેમને નાઇટ આઉલ્સ કહેવાય એવાં પુરુષો અને સ્ત્રીઓ બન્ને મોટા ભાગે સિંગલ હોય છે અથવા ટૂંકા ગાળા માટે ડેટિંગ કરીને છૂટાં પડી જાય છે.

સ્ટડીમાં રિસર્ચરોએ રાતે જાગવાની આદતને રિસ્કી બિહેવિયર સાથે લિન્ક કરી હતી અને કહ્યું હતું કે આવા પુરુષો લાંબા ગાળા માટે કોઈના લાઇફ-પાર્ટનર બનવાને બદલે એક કરતાં વધુ વ્યક્તિના સેક્સ્યુઅલ પાર્ટનર બનીને રહી જાય છે. આવી વ્યક્તિઓ એક સંબંધમાં ઑલરેડી બંધાયેલી હોવા છતાં ફક્ત શારીરિક સંબંધો માટે લગ્નેતર સંબંધો રાખવા પ્રેરાય છે. 

સર્વેમાં ૧૧૦ પુરુષો અને ૯૧ સ્ત્રીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાતે જાગનારાઓના હૉમોર્ન્સ, બાયોલૉજિકલ મેકૅનિઝમ, વાતાવરણ, લાઇફસ્ટાઇલ વગેરે અનેક કારણો તેમના આ પ્રકારના હાઈ રિસ્ક બિહેવિયર માટે કારણભૂત બને છે જેને કારણે તેઓ પોતાના માટે યોગ્ય પાર્ટનરની પસંદગી કરવામાં અને પછી એ રિલેશનને આગળ વધારવામાં નિષ્ફળતા મેળવે છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK