હવે જેટ સ્પ્રેથી મેળવો યંગર લુકિંગ સ્કિન

અનેક પેઇનફુલ બ્યુટી ટ્રીટમેન્ટ્સ બાદ હવે એક્સપટોર્એ યુવાન ત્વચા મેળવવાનો સીધો-સરળ ઉપાય શોધી કાઢ્યો છે



અર્પણા ચોટલિયા

સ્કિન માટે જોકે જેટલા નવા ઉપાયો આવે એટલા ઓછા છે અને માટે જ થોડા-થોડા દિવસોમાં યંગ લુક્સ મેળવવા માટે બ્યુટી ટ્રીટમેન્ટ્સ શોધાતી રહે છે. નવી છે જેટ સ્પ્રેઇંગ. આ ટેક્નિક નવી છે અને એક્સપટોર્ એ અકસીર હોવાનો દાવો પણ કરે છે. જાણીએ શું છે આ ટેક્નૉલૉજીની ખાસ વાત.

શું છે જેટ સ્પ્રેઇંગ?

જેટ સ્પ્રે ટેક્નૉલૉજી અથવા જેટ પિલ તરીકે ઓળખાતી આ પ્રોસીજર નવી છે. એ ચહેરાના મસલ્સને રિલૅક્સ કરે છે અને પેઇનલેસ હોવાને લીધે લોકો એને પસંદ કરી રહ્યા છે.

કઈ રીતે કામ કરે છે?

આ નવી ટેક્નિકનો નિયમ ખૂબ સરળ છે. હવાના પ્રેશરને લીધે સૉલ્યુશનનાં ખૂબ જ ઝીણાં ટીપાંનો ચહેરા પર મારો કરવામાં આવે છે જેનાથી સ્કિન અંદરથી સાફ થાય છે. આ વિશે જણાવતાં ડર્મેટોલોજિસ્ટ ડૉ. સ્વાતિ શ્રીવાસ્તવ જણાવે છે કે ‘આ ટ્રીટમેન્ટને હાઇડ્રા ડમબ્રેઝન પણ કહેવાય છે, જેમાં સ્કિન માટે જરૂરી સિરમને સૉલ્યુશન સાથે મિક્સ કરી ચહેરા પર લગાવવામાં આવે છે.’

મૃત ત્વચાનું લેયર દૂર કરે છે અને ચહેરાનું બ્લડ-સક્યુર્લેશન પણ વધારે છે.

ગેરફાયદા

દરેક નવી ટેક્નિકના જે રીતે કેટલાક ડ્રૉબૅક હોય એમ જેટ સ્પ્રેઇંગના પણ છે. પહેલી વાત તો એ કે જેટ સ્પ્રેના ઇન્સ્ટ્રુમેન્ટમાં રહેલું પ્રેશર જો હૅન્ડલ કરતાં ન આવડે તો રિઝલ્ટ બગડી શકે છે. એટલે પ્રોસીજર કોઈ એક્સપર્ટ જ કરે એ જરૂરી છે. વળી આ પ્રોસીજરની કોઈ સાયન્ટિફિક વૅલિડિટી નથી. એટલે કે એના રિઝલ્ટરૂપે કરવામાં આવતા દાવાનો કોઈ પુરાવો વિજ્ઞાનમાં નથી.

ફાયદા

જેટ સ્પ્રે ટેક્નિકથી ચહેરાની સ્કિનમાં જરૂરી એવાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સ દાખલ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં મુખ્યત્વે વિટામિન ઘ્ અને હાયલ્યુરોનિક ઍસિડનો વપરાશ થાય છે. વિટામિન ઘ્ સ્કિનને ડૅમેજ સામે પ્રોટેક્શન પૂરું પાડે છે, જ્યારે હાયલ્યુરોનિક ઍસિડ સ્કિનને નૅચરલી મૉઇસ્ચરાઇઝ કરે છે. આ વિશે ડૉ. સ્વાતિ કહે છે, ‘આનાથી સ્કિન સાફ થથય છે, બ્લૅક હેડ્સ તેમ જ વાઇટ હેડ્સ દુર થાય છે. ઇન શૉર્ટ સ્કિન ક્લીન થાય છે અને એના પર નવો ગ્લો આવે છે.’

જેટ સ્પ્રેની મદદથી મૉઇસ્ચર અને વિટામિન હાથના વપરાશ વિના જ ડાયરેક્ટ સ્કિનમાં દાખલ થાય છે  જેટ સ્પ્રેની ખાસ વાત એ છે કે એનાથી સ્કિનમાં સારી રીત પેનિટ્રેટ કરી શકાય છે. એનાથી બ્લૉક થઈ ગયેલાં રોમછિદ્રો ખૂલે છે અને ત્વચા પરનો કચરો સાફ થાય છે. જેટથી સ્કિનને એક મસાજ મળે છે અને બ્લડ-સક્યુર્લેશન ઇમ્પ્રૂવ થાય છે જેના રિઝલ્ટરૂપે સ્કિન યંગ અને સુંવાળી બને છે. વળી આ પ્રોસીજર સ્નાયુઓને રિલૅક્સ કરે છે અને દુખાવો નથી આપતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK