એન્ડ્રોઈડની નવી ઓપરેટિંગ સિસ્ટમ 9 પાઈમાં છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, આ રીતે કરો અપડેટ

એન્ડ્રોઈડનું આ નવું અપડેટ ઓટીએ સોફ્ટવેર પેકેજ તરીકે ઉપલબ્ધ છે

ANDROID



એન્ડ્રોઈડ ઓરિયો 8 બાદ આવી એન્ડ્રોઈડ 9 પાઈ

આ ઓપરેટિંગ સિસ્ટમને ગુગલે એન્ડ્રોઈડ ઓરિયો 8.0 બાદ લોન્ચ કરી છે. આ ઓપરેટિંગ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગેના કેટલાક ફીચર્સ છે. એન્ડ્રોઈડ પાઈ સૌથી પહેલા પિક્સલ, પિક્સલ એક્સલ, પિક્સલ 2 અને પિક્સલ 2 એક્સએલમાં મળશે.

તમારા ફોનમાં એન્ડ્રોઈડ પી આ રીતે કરો અપડેટ

એન્ડ્રોઈડનું આ નવું અપડેટ ઓટીએ સોફ્ટવેર પેકેજ તરીકે ઉપલબ્ધ છે.  તમે ઈચ્છો તો પિક્સલ ડિવાઈસમાં સેટિંગ્સ > સોફ્ટવેર અપડેટમાં જઈને એન્ડ્રોઈડ પાઈ અપડેટ કરી શકો છો. ગુગલના કહેવા મુજબ બીટા પ્રોગ્રામનો ભાગ બનનારી HMD ગ્લોબલ, વન પ્લસ, ઓપ્પો, સોની, વીવો અને શાઓમી જેવી કંપનીના ફોન માટે પણ ટૂંક સમયમાં અપડેટ મળી રહેશે. એન્ડ્રોઈડ વન પ્રોગ્રામ ધરાવતા ડિવાઈસ માટે પણ આ અપડેટ ટૂંક સમયમાં રિલીઝ થશે.

એન્ડ્રોઈડ પાઈમાં છે આ ખાસિયત, AI પ્રોગ્રામ છે સામેલ

એન્ડ્રોઈડ ઓરિયોની તુલનામાં એન્ડ્રોઈડ પાઈમાં ઘણા નવા ફીચર છે. તેમાં સૌથી ખાસ ગેસ્ચર આધારિત નેવિગેશન સિસ્ટમ છે. મનાઈ રહ્યું ચે કે ગત વર્ષ આવેલા આઈફોન એક્સના ઈન્ટરફેસ પરથી આ સિસ્ટમ આવી છે. એટલે કે હવે ત્રણ બટનના નેવિગેશનના બદલે જેસ્ચર ફઈચર આવશે. એન્ડ્રોઈડ 9 પીમાં તમને નવો નેવિગેશ પ્રોગ્રામ મળશે. જે માત્ર એક હોમ બટનથી કામ કરી શકે છે. તે કેટલેક અંશે આઈફોન X જેવું જ છે. તેમાં વધુ સારુ સ્માર્ટ ટેક્સ્ટ સિલેક્શન ફીચર પણ મળશે. આ ઉપરાંત એડેપ્ટિવ બેટરી અને એડેપ્ટિવ બ્રાઈટનેસ જેવા ફીચરને એક્ટિવ કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ થઈ રહ્યો છે. આ અપડેટમાં એપ એક્શન્સ જેવા ફીચર છે, જે અનુમાન લગાવશે તે તમે આગળ શું કરશો.  એન્ડ્રોઈડ ઓરિયોની સરખામણીમાં એન્ડ્રોઈડ પાઈમાં સિક્યોરિટી વધુ સઘન કરવાનો દાવો કરાયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK