હવે મોબાઇલ પર ગુજરાતી ક્રૉસવર્ડ ને ડિક્શનરી પણ

gujaratilexicon.com વેબસાઇટ આજે એકસાથે પાંચ હટકે મોબાઇલ ઍપ્લિકેશન્સ લૉન્ચ કરી રહી છે
કુણાલ પંડ્યા

મુંબઈ, તા. ૨૦

કહેવાય છે કે મુંબઈગરાઓનું અડધું જીવન લોકલ ટ્રેનમાં વીતે છે ત્યારે ટ્રેનમાં તેમની આ સફરમાં મોબાઇલ હમરાહી બનતો હોય છે. કદાચ આ જ કારણોસર વેબસાઇટ દ્વારા ઑનલાઇન ડિક્શનરી સહિત ગુજરાતી સાહિત્યસામગ્રી ગુજરાતીઓને પીરસીને એક અનોખી પહેલ કરીને સફળતા મેળવનાર gujaratilexicon.comએ હવે નવી ટેક્નૉલૉજી સાથે તાલ મિલાવીને આ જ સર્વિસિસની મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી છે.

મોબાઇલ નહીં પરંતુ ઑનલાઇન માર્કેટમાં પણ જ્યારે ગુજરાતી ભાષામાં વેઢે ગણી શકાય એટલી જ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે આટલી ઉપયોગી મોબાઇલ ઍપ્લિકેશન્સ એકસાથે મળતાં ખરેખર એક ગુજરાતી તરીકે ગવર્‍ અપાવે તો અતિશયોક્તિ નહીં કહેવાય.

આ પાંચ ઍપ્લિકેશન બનશે ઉપયોગી

૧. GL Dictionary - ગુજરાતીઓ માટે આર્શીવાદરૂપ એવો લાખો શબ્દોનો ભંડાર : જેમાં અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી અને ગુજરાતી-ગુજરાતી એમ ત્રણ પ્રકારની ડિક્શનરી તમારા હાથમાં એક ક્લિક કરતાં મળશે. વળી આ ઍપ્લિકેશનમાં જ તમને રોજ એક વર્ડ ઑફ ધ ડે તેમ જ ક્વોટ ઑફ ધ ડે પણ વાંચવા મળશે.

૨. GL Games - ગુજરાતીઓની ફેવરિટ ગેમ મોબાઇલમાં : આ ઍપ્લિકેશનમાં તમને જો સૌથી વધુ ગમશે એવી ગેમ છે ક્રૉસવર્ડ. વધુપડતો સમય ટ્રેનમાં જતો હોવાથી સવારે ઘેરબેઠાં કે હલતી ટ્રેનમાં ક્રૉસવર્ડ ભરવાનું લગભગ ભુલાઈ ગયું છે ત્યારે મોબાઇલમાં ગુજરાતી ક્રૉસવર્ડની ગેમ તમારા માટે એ દિવસો ફરી લાવી આપશે. વધુ એક ક્વિક ક્વિઝ નામની ગેમ છે જે એક પ્રકારની શબ્દોનાં જોડકાં જોડવાની ગેમ છે.

હવે મોબાઇલ પર ગુજરાતી ક્રૉસવર્ડ ને ડિક્શનરી પણ ઉમ્મીદ સે દુગુના જેવું ડિક્શનરી ઉપરાંત વધુ કંઈક : ડિક્શનરી ઉપરાંત ગુજરાતી ભાષામાં ઉપયોગી બનતા વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ, પર્યાયવાચી શબ્દો અને કહેવતોનો પણ આ ઍપ્લિકેશનમાં સમાવેશ થાય છે.

૪. GL Special - સાહિત્યમાંથી કંઈક ખાસ : આ ઍપ્લિકેશન અગત્યનાં પૌરાણિક પાત્રો, છંદવિષયક, પક્ષીવિષયક અને વનસ્પતિવિષયકનું ગુજરાતી સાહિત્ય તમને પૂરું પાડશે.

૫. Lokkosh - ગુજરાતીઓની અર્બન ડિક્શનરી: લોકો વડે, લોકોથી અને લોકો માટે ચાલતી ડિક્શનરી એટલે લોકકોશ. રોજબરોજની બોલીમાં સામાન્ય બની ગયેલા પણ ઑફિશ્યલ ડિક્શનરીમાં નથી એવા શબ્દો માટે લોકો દ્વારા જ બનાવવામાં આવેલી આ અલાયદી ડિક્શનરી છે, જ્યાં તમે પણ તમારો વર્ડ સજેસ્ટ કરી શકો છો.

હાલમાં આ ઍપ્લિકેશન ઍન્ડ્રૉઇડ અને બ્લૅકબેરીના યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે આઇફોન યુઝર્સે થોડી રાહ જોવી પડશે. ઍન્ડ્રૉઇડ માટે ગૂગલ પ્લેસ્ટોરમાં play.google.com તેમ જ બ્લૅકબેરીના appworld.blackberry.com માં જઈને gujaratilexicon સર્ચ કરતાં આ પાંચેપાંચ ઍપ્સ ડાઉનલોડ માટે મળી જશે.


કેવી રીતે કામ કરે છે?

Gujaratilexicon.com વેબસાઇટની જેમ જ આ મોબાઇલ ઍપ્લિકેશન્સ કાર્ય કરે છે. ગુજરાતી ટાઇપ કરવા માટે ઑનલાઇન કીબોર્ડની પણ સુવિધા આપવામાં આવી છે જેમાં તમે ફોનેટિક કીબોર્ડ દ્વારા સરળ રીતે ટાઇપ કરી શકો છો. જેમ કે ‘ પ્રેમ’ લખવું છે તો તમારે ‘prem’’ ટાઇપ કરવાનું રહેશે.

શું છે ગુજરાતી લેક્સિકન?


www.gujaratilexicon.com ગુજરાતી ભાષાનો સૌથી વધુ સવર્‍ગ્રાહી ઑનલાઇન સ્રોત છે જે ૯૦ વર્ષના મૂળ મુંબઈના બિઝનેસમૅન અને ગુજરાતી ભાષા માટે જીવતા રતિલાલ ચંદરયાના મગજની ઊપજ છે. ૨૦૦૬ની ૧૩ જાન્યુઆરીએ આ વેબસાઇટનો જન્મ થયો જેમાં અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી અને હિન્દી-ગુજરાતીની વિશાળ ડિક્શનરી હાજર છે. આ ઉપરાંત વિરુદ્ધાર્થી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, સુવિચાર, શબ્દસમૂહની સાથે-સાથે ગુજરાતી ક્રૉસવર્ડ, જોડકાં જોડો તેમ જ બાળકો માટેનો ગુજરાતી ગેમ્સનો અલાયદો વિભાગ પણ છે. ગુજરાત વિદ્યાપીઠ અને ભગવદ્ગોમંડલના શબ્દભંડારના સમાવેશે આ વેબસાઇટને ગુજરાતી સાહિત્યથી ભરપૂર બનાવી દીધી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK