લોકેશન સર્વિસ બંધ કર્યા બાદ પણ ગૂગલ તમને કરે છે ટ્રેક, આ રીતે કરો બંધ

તાજેતરમાં સામે આવેલા આઈ એસોસિયેટેડ પ્રેસના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે

111



લેપટોપ કે એન્ડ્રોઈડ ફોન પર ગૂગલની લોકેશન સર્વિસ અને હિસ્ટ્રી ડિસેબલ કર્યા બાદ પણ ગૂગલ આ ડિવાઈસ દ્વારા યુઝર્સનું લોકેશન ટ્રેક કરે છે. તાજેતરમાં સામે આવેલા આઈ એસોસિયેટેડ પ્રેસના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુલ આપણા શહેર, વિસ્તાર અને જાહેરાતોને આધારે સારું સર્ચ રિઝલ્ટ આપવા માટે યુઝરને જાણ કર્યા વગર લોકેશન સતત ટ્રેક કરે છે.


હવામાન, મેપ સર્વિસ, આઈપી દ્વારા ટ્રેક કરે છે લોકેશન

વાયર્ડ ડૉટ કોમ મુજબ લોકેશન ટૉગલ બટન ઓફ કર્યા બાદ પણ ગૂગલ હવામાન, મેપ સર્વિસ, આઈપી દ્વારા તમને ટ્રેક કરી શકે છે. હકીકતમાં લોકેશન ટ્રેકિંગ સેવાનો ઉપયોગ કરતા સમયે ગૂગલ તમને ચેતવણી આપે છે કે , 'કેટલાક લોકેશન ડેટા અન્ય ગતિવિધિ જેમ કે સર્ચ અને મેપ્સ પર તમારી ગતિવિધિ તરીકે સ્ટોર કરી શકે છે.'

પોતાનું લોકેશન ટ્રેક બંધ કરવા કરો આ કામ

ગૂગલનું લોકેશન ટ્રેકિંગ રોકવા માટે યુઝર્સે પોતાના ગુગલ અકાઉન્ટની 'વેબ અને એપ એક્ટિવિટી' સર્વિસ બંધ કરવી પડશે. આમ કરવાથી દરેક જગ્યાએ અને દરેક
કંડીશનમાં ટ્રેકિંગથી બચી શક્શો.


222


આ પણ વાંચોઃ હવે KYC પ્રોસેસ પૂરી કરવા માટે નથી આધારની જરૂર, જાણો કારણ


જો તમારે આવું કરવું હોય તો ફોલો કરો આ સ્ટેપ્સ

એન્ડ્રોઈડ ફોન માટે

1. SETTINGS ઓપન કરો અને GOOGLE પર ટેપ કરો.

2. GOOGLE અકાઉન્ટ પર જઈને ડેટા એન્ડ પર્સનલાઈઝેશન ટેબ જુઓ.

3. વેબ એન્ડ એપ એક્ટિવિટ ટૉગલ બટન પર ટેપ કરી તેને ડિસેબલ કરો.

333


લોકેશન હિસ્ટ્રી બંધ કરવા માટે

1. ડેટા એન્ડ પર્સનાલાઈઝેશન વિક્લપમાં જાવ.

2. લોકેશન હિસ્ટ્રી વિકલ્પ પર ટેપ કરો અને GOOGLE અકાઉન્ટ સાથે જોડાયેલી દરેક ડિવાઈસ માટે સેટિંગ ટૉગલ કરો.


આ પણ વાંચોઃ Paytm Money એપથી માત્ર 100 રૂપિયામાં કરો રોકાણ


આઈફોન / આઈપેડ અને વિન્ડોઝ ફોન માટે

1. પોતાના બ્રાઉઝર પર https://myaccount.google.com/activitycontrols ઓપન કરો.

2. પોતાના પાસવર્ડનો ઉપયોગ કરી સાઈન ઈન કરો

3. વેબ એન્ડ એપ એક્ટવિટી સેટિંગને ટોગલ કરો

4. વેબ એ્ડ એપ એક્ટિવિટી સેટિંગની બરાબર નીચે લોકેશન હિસ્ટ્રી ટૉગલ પણ ડિસેબલ કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK