ગૂગલ દ્વારા ઇન્ડિયાનો સૌથી મોટો ઓનલાઈન શોપિંગ ફેસ્ટિવલ આવતીકાલથી શરૂ

ઇન્ટરનેટ જાયન્ટ કંપની ગૂગલ દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ માટે ભારતમાં સૌથી મોટી ઓનલાઇન ફેસ્ટિવલ સીઝન શરૂ થવા જઈ રહી છે.




ગૂગલ ઇન્ડિયા દ્વારા વેસ્ટર્ન દેશોની જેમ જ હવે ભારતમાં પણ ગ્રાહકોને આકર્ષવા માટે Great Indian Shopping Festival (GOSF) સ્કીમ અંતર્ગત ઓનલાઈન શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવી રહ્યો છે. જેમાં દેશનાં કેટલાક સૌથી લોકપ્રિય ઓનલાઇન રિટેઇલરો ભાગ લેશે.

શોપિંગ ફેસ્ટિવલ દરમ્યાન આ ઓનલાઈન રિટેલર્સ સૌથી આકર્ષક ઓનલાઇન ડિલ્સ ઓફર કરીને ગ્રાહકોને લુભાવવાની કોશિશ કરશે.

આ શોપિંગ ફેસ્ટિવલ પાછળનો મુખ્ય હેતુ ભારતમાં ઓનલાઇન ખરીદીને પ્રોત્સાહન આપવાનો છે. ફેસ્ટિવલમાં ભાગ લેનાર સદસ્યો પોતાનાં વેચાણમાં વધારો કરવા એક દિવસ માટે ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરશે. આ પ્રકારની ડિલ્સ યુએસમાં ‘Black Friday’ અંતર્ગત ચાલે છે, જેમાં ગ્રાહકોને એક દિવસમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત Amazonની વેબસાઈટ પર પણ સાયબર મન્ડે સ્કીમ હેઠળ યુ.એસના ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. આ સ્કીમના સફળતાના પગલે ભારતમાં પણ કંઈક આવો જ પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે.

આ ફેસ્ટિવલમાં Jabong, Zovi, BagitToday, Amazon, Jabong,Cleartrip, Flipkart, FabFurnish,Naaptol, Mom & Me, Yebhi, Gaadi, Myntra સહિતનાં અન્ય ઓનલાઇન રિટેઇલરો ભાગ લઇ રહ્યા છે.

ગૂગલ ઇન્ડિયાનાં વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રાજન આનંદને જણાવ્યુ હતું કે ગ્રેટ ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલ એ પશ્વિમી દેશોનાં સાઇબર મન્ડેનું ભારતીય વર્ઝન છે અને ભારતમાં ઓનલાઇન શોપિંગ માટે જાગૃતિ અને સ્વીકૃતિ વધારવા માટેનું એક રોમાંચક પ્લેટફોર્મ છે. દેશમાં 20 કરોડ ઇન્ટરનેટયુઝર્સ છે, જેમાંથી વધુને વધુ ઇન્ટરનેટ યુઝર્સ ઓનલાઇન શોપિંગને પસંદ કરીને મોટી મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ ઘર આંગણાની કંપનીઓની વૃદ્ધિને આગળ વધારી રહ્યા છે. રિટેઇલ ઇન્ડસ્ટ્રીનાં અંદાજ પ્રમાણે ભારતમાં 2 કરોડ ઓનલાઇન શોપિંગ કરનારાઓ છે, જે આગામી કેટલાક વર્ષોમાં વધીને 5 કરોડ થવાનો અંદાજ છે. જો આમ થાય તો ઓનલાઇન રિટેઇલ ઇન્ડસ્ટ્રી દેશમાં 16 અબજ ડોલરની થઇ જશે.
 
ગૂગલનાં જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે પહેલો Great Indian Shopping Festival (GOSF) યોજવામાં આવ્યો હતો, જે એક જ દિવસ પૂરતો હતો. આ ફેસ્ટિવલ દરમિયાન ઓનલાઇન ઇ કોમર્સ પોર્ટલોનાં વેચાણમાં એક જ દિવસમાં 350 ટકાનો વધારો નોંધાયો હતો. તેમાંથી 50 ટકા ખરીદી કરનારાઓ તો પહેલી વાર ઓનલાઇન શોપિંગ કરનાર હતા.

તો 11, 12 અને 13 ડિસેમ્બરનાં રોજ http://www.gosf.in/ પર લોગ ઇન કરો અને મેળવો બેસ્ટ ડિલ્સ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK