ફોન સાથે એનું કવર પણ હોવું જોઈએ લક્ઝુરિયસ

એવું માનવું છે આજકાલના ગૅજેટ્સના શોખીનોનું જેમને લીધે માર્કેટમાં રોજ એક નવું લક્ઝુરિયસ iphone કવર ઉમેરાય છે. અને હવે તો એવાં કવર્સનો ટ્રેન્ડ છે જેની કિંમત ફોન કરતાં પણ વધુ હોય. જોઈએ ફૅશન બ્રૅન્ડ્સે બનાવેલાં અત્યાર સુધીનાં પાંચ મોસ્ટ એક્સપેન્સિવ કહી શકાય એવાં ફોન-કેસમાર્કેટમાં ઍપલનો Iphone 5S લૉન્ચ થયાને હજી થોડા જ દિવસો થયા છે ત્યાં ગોલ્ડગિની નામની એક કંપનીએ એનું ગોલ્ડ વર્ઝન તૈયાર કરી દીધું છે.

Iphone વાપરવો એક લક્ઝરી છે, પરંતુ એમાં વધુ રૉયલ્ટી ઉમેરવી હોય તો આ ૨૪ કૅરેટ સોનાનું વર્ઝન હાજર છે. આ કંપની પહેલેથી જ સ્માર્ટફોનને ગોલ્ડમાં જડી લક્ઝુરિયસ રૂપ આપવા માટે જાણીતી છે. કંપનીએ આ ફોનને ૨૪ કૅરેટ યલો ગોલ્ડ, રોઝ ગોલ્ડ, પ્લૅટિનમ અને સ્વરોવ્સ્કી જડેલી લિમિટેડ એડિશનમાં બનાવ્યો છે.

પાંચ જુદી-જુદી સ્ટાઇલથી બનાવવામાં આવેલા આ ફોનના ૨૪ કૅરેટ ગોલ્ડ વર્ઝનની કિંમત આશરે ૧,૫૧,૨૮૦ રૂપિયા છે, જ્યારે પ્લૅટિનમ વર્ઝનની કિંમત આશરે ૨,૨૧,૪૩૦ રૂપિયા. પ્લૅટિનમ વર્ઝનમાં સ્વરોવ્સ્કી ક્રિસ્ટલ જડેલા છે. દરેક ફોન ઓકવુડના બૉક્સમાં ઑથેન્ટિફિકેશન સર્ટિફિકેટ સાથે આવે છે.

લુઇ વિત્તોં iphone૫ કેસ

લક્ઝરી માટે લુઇ વિત્તોં બ્રૅન્ડનું નામ માત્ર પૂરતું છે. આ ખ્યાતનામ ફ્રેન્ચ બ્રૅન્ડે એમના સિગ્નેચર મૉનોગ્રામવાળા સ્માર્ટફોનના આ લેટેસ્ટ વર્ઝન માટેનાં કવર લૉન્ચ કર્યા હતાં. કવરની ખાસિયત છે એની માઇક્રોફાઇબર લાઇનિંગ, જે ફોનની સ્ક્રીન પર સ્ક્રૅચ નથી પડવા દેતી અને આથી ફોન પ્રોટેક્ટેડ પણ રહે છે. આ કવરમાં પૅટર્ન અને રંગની વરાઇટી પણ છે.

કિંમત : આશરે ૧૯,૭૬૭ રૂપિયા

બરબેરી કાફ લેધર સ્ટડેડ કેસ

ખ્યાતનામ બ્રિટિશ બ્રૅન્ડ બરબેરી પોતાની ક્લાસિક ચેક્સ પૅટર્નના કોટ માટે જાણીતી છે. પરંતુ આ વખતે સ્માર્ટફોન કેસની માર્કેટમાં બરાબરી કરવા બરબેરી બ્રૅન્ડે ૧૦૦ ટકા ઇટાલિયન લેધર પર મેટલ જડીને iphone ૫નું કવર બનાવ્યું છે.

કિંમત : આશરે ૩૭,૩૩૭ રૂપિયા

ડોલ્સી ઍન્ડ ગબાના

ડોલ્સી ઍન્ડ ગબાનાનું આ ફોન-કવર ફોન-કેસ કરતાં પર્સ કે વૉલેટ વધુ લાગે છે, પરંતુ લક્ઝરીની વાત આવે ત્યાં ટેક્નિકલ વાતોની કોને પડી છે? નાઇટ આઉટ કે પાર્ટી માટે જવું હોય ત્યારે ફોન રાખવા માટે દમદાર અને ચમકીલું પર્સ જોઈતું હોય તો ડોલ્સી ઍન્ડ

ગબાનાનું આ પર્સ-કમ-ફોન-કવર બેસ્ટ છે. વધુમાં એ તમારો મેક-અપનો કેટલોક સામાન પણ સાચવી શકશે. આ કેસમાં ગોલ્ડન મેટલની ચેઇન પણ લગાવેલી છે જેના વડે એને ખભા પર પર્સની જેમ લટકાવી શકાય.

કિંમત : આશરે ૩૭,૩૩૭ રૂપિયા

મેઇનસાઇ સૉલિડ ગોલ્ડ

જો આ સૉલિડ ગોલ્ડનું કવર હશે તો હવે ફોનનું નહીં, પણ કવરનું ઇન્શ્યૉરન્સ કરાવવાના દિવસો આવશે. મેઇનસાઇ કંપનીએ બનાવેલું આ કેસ યલો અથવા રોઝ ગોલ્ડના ઑપ્શન સાથે મળે છે જેના પર પોતાની પસંદ પ્રમાણે રફ અથવા મેટ ફિનિશિંગ પણ કરાવી શકાશે. દરેક કવર કસ્ટમ-મેડ છે અને દરેક પર કોતરણી કરીને નંબર પણ લખવામાં આવે છે.

કિંમત : આશરે ૬,૨૭,૫૨૫ રૂપિયા

અનીતા-મે-ટૅન ડ્રૅગન ઍન્ડ સ્પાઇડ કેસ

કવર જોતાં જ વ્યક્તિ, ફોન અને કવર ત્રણેમાં લક્ઝરી દેખાઈ આવે એવું આ ડ્રૅગન અને સ્પાઇડરની ડિઝાઇનવાળું કવર એક ફોન-કવરની દૃષ્ટિએ ખૂબ જ મોંઘું છે. આ કવર પર હીરા, માણેક, પોખરાજ અને પન્ના તેમ જ બીજા કેટલાક કલર સ્ટોન જડવામાં આવ્યા છે. કવર પર બનાવામાં આવેલો સ્પાઇડર ૧૮ કૅરેટ ગોલ્ડમાંથી બનાવામાં આવ્યો છે અને એના પર ૨૮૦૦ કલરલેસ બ્લૅક ડાયમન્ડ્સ જડવામાં આવ્યા છે જેનું ટોટલ વજન ૩૮ કૅરેટ છે. જ્યારે ડ્રૅગન પર ૨૨૦૦ કલર્ડ ડાયમન્ડ્સ જડવામાં આવ્યા છે જેનું ટોટલ વજન ૩૨ કૅરેટ છે. સૌથી ખાસ વાત એ છે કે આ કેસને ટ્રાન્સફૉર્મ કરીને નેકલેસ તરીકે પણ પહેરી શકાય છે.

કિંમત : આશરે ૫,૫૨,૨૨,૨૦૦ રૂપિયા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK