હવે નવા ફીચર દ્વારા ફેસબુક પર કરી શકાશે ફ્લર્ટ

સોશિયલ મીડિયામાં લોકપ્રિય સાઈટ ફેસબુક હવે એકબીજા સાથે ફ્લર્ટ કરી શકાય તેવું ફીચર અમલમાં આવી ગયું છે.





ફેસબુકનો મોટા ભાગના યુઝર્સ યંગ ગ્રુપ હોવાથી આ યંગિસ્તાન વચ્ચે ફ્લર્ટિંગ ચાલતી રહેતી હોય છે અને તેનો જ લાભ લઈને હવે ફેસબુકે વર્ચ્યુઅલી પણ ફ્લર્ટ કરી શકાય તે માટે ASK નામનું ફીચર મૂક્યું છે. આ ફીચર હાલમાં દરેક યુઝરને ઉપલબ્ધ થવાને બદલે ધીરે ધીરે ઉપલબ્ધ થઈ રહ્યું છે. ઉપરાંત જે લોકોએ પોતાનું રિલેશનશીપ સ્ટેટસ સેટ નથી કર્યુ તેમને જ ASK નામનું બટન દેખાશે. વળી પોતાનું પેજ ધરાવતો યુઝર આ ASK બટન નહીં જોઈ શકે અને ફક્ત અન્ય યુઝર તમારું પેજ જુએ છે તેને જ જોવા મળશે.

ASK બટન પર ક્લિક કરતાં યુઝરે ફરજિયાતપણે એક મેસેજ સાથે મોકલવાનો રહેશે કે શું કામ તમે તેને રિલેશનશીપ સ્ટેટસ પૂછી રહ્યાં છો. આ ઉપરાંત તમારી રિલેશનશીપનું સ્ટેટસ કયું છે તેનું પણ એક લિસ્ટ હશે જેમાં સિલેક્ટ કરીને તમે સેન્ડ કરી શકશો. ત્યાર બાદ યુઝરને તમારી રિક્વેસ્ટ મળશે ત્યારે તેને પણ રિલેશનશીપ સ્ટેટ્સનું લિસ્ટ મળશે અને તે સિલેક્ટ કરશે. આ સ્ટેટ્સ પબ્લિકમાં જાહેર નહીં થાય અને ફક્ત સેન્ડર અને રિસીવર વચ્ચે જ સ્ટેટસ શેર થશે.

આ ફીચર આપવા પાછળ ફેસબુકે આ વાતને ધ્યાનમાં રાખી છે કે જો તમે ઈચ્છો તો તમારા રિલેશનશિપ સ્ટેટસને જાહેર કરી દો અને તેથી જ ફેસબુક દ્વારા એ પણ ઓપ્શન આપવામાં આવ્યું છે કે તમારા રિલેશનશીપ સ્ટેટસને બધા જ જોઈ શકે કે માત્ર પૂછનાર વ્યક્તિ જ જોઈ શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK