રોમૅન્સ કરવામાં દિલ્હી કરતાં મુંબઈના પુરુષો ઘણા પાછળ

મુંબઈ ભલે ભવ્યતા, નાઇટ-લાઇફ અને ફ્રીડમની દૃષ્ટિએ પ્રેમી પંખીડાંઓ માટે ફેવરિટ માનવામાં આવતું હોય; પણ દિલ્હીમાં વિદેશી મહિલાઓ સાથે કરવામાં આવેલા એક સર્વેનો રિપોર્ટ કહે છે કે રોમૅન્સની બાબતે મુંબઈના યુવાનો દિલ્હીની સરખામણીમાં પાછળ પડતા છે એટલે કે દિલ્હીના પુરુષો વધુ રોમૅન્ટિક છે.



રોમૅન્સ સિવાય એટિકેટ્સ, રિસ્પૉન્સિબિલિટી અને શારીરિક દેખાવની બાબતે જ્યારે આ બન્ને શહેરોના પુરુષોની સરખામણી કરવા માટે કહ્યું ત્યારે સ્ત્રીઓએ બન્ને શહેરના પુરુષોને સરખા ગણાવ્યા હતા. જોકે ઓવરઑલ ઇમ્પ્રેશનની બાબતે ૩૭ ટકા સ્ત્રીઓ દિલ્હીના પુરુષોથી ખુશ હતી, જ્યારે ૩૮ ટકા મુંબઈના.

રોમૅન્સની બાબતે ૫૦ ટકા સ્ત્રીઓએ દિલ્હીના પુરુષોને વધુ સારા ગણાવ્યા હતા, જ્યારે મુંબઈને ફક્ત ૪૭ ટકા વોટ મળ્યા હતા. એ સિવાય ૪૨ ટકા સ્ત્રીઓએ દિલ્હીના પુરુષોને વધુ કૉન્ફિડન્ટ લવર્સ ગણાવ્યા હતા.

એ સિવાય પર્સનલ હાઇજીન, ફિઝિકલ ફીચર્સ અને ફૅશન-સેન્સની વાત આવે ત્યારે પણ મુંબઈના પુરુષો ઇમ્પ્રેસિવ નથી હોતા એવો સ્ત્રીઓનો મત છે. જોકે ભારતની સંસ્કૃતિ, કલ્ચર, પર્સનાલિટી અને રિસ્પૉન્સિબિલિટી તેમ જ કમિટમેન્ટની વાત આવે ત્યાં દિલ્હી કરતાં મુંબઈના પુરુષો વધુ સક્ષમ છે.

એક ડીઓડરન્ટ કંપનીએ કરેલા આ સર્વેમાં અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને બીજા કેટલાક દેશોની કુલ ૧૧૦૦ સ્ત્રીઓએ ભાગ લીધો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK