ઍન્ડ્રૉઇડ ફોનના Contactsનો બૅકઅપ Gmailમાં આ રીતે રાખો

ફોન ખોવાઈ જાય એટલે સૌ પહેલાં એક જ વાતનું ટેન્શન આવે. હા, મોંઘો ફોન ગયો એ તો થવાનું જ છે, પરંતુ કોઈક વખત એનાથી પણ વધુ કીમતી નીવડી શકે એવા કૉન્ટૅક્ટ્સ ખોવાઈ જવાનો સૌથી મોટો અફસોસ થતો હોય છે.


વળી જૂના દિવસો યાદ આવતા હોય તો ખબર હશે કે એક ફોનમાંથી બીજા ફોનમાં કૉન્ટૅક્ટ્સ લેવા હોય અથવા તો સાચવી રાખવા હોય તો ડાયરીમાં લખી રાખવા પડતા હતા. તો હવે આ બધું ન કરવું પડે એ માટે સ્માર્ટફોનનો સ્માર્ટ ઉપયોગ કરીને તમારા કૉન્ટૅક્ટ્સનો બૅકઅપ રાખીને સ્માર્ટ યુઝર બનો.

ઍન્ડ્રૉઇડ ઑપરેટિંગ સિસ્ટમ ગૂગલની હોવાથી એના અકાઉન્ટ દ્વારા લગભગ દરેક સર્વિસનો એ જ અકાઉન્ટથી ઉપયોગ તેમ જ ડેટા સિન્ક્રોનાઇઝ કરી શકાય છે. એટલે જો તમે તમારા કૉન્ટૅક્ટ્સને ગુમાવવા ન માગતા હો તો એનો બૅકઅપ Gmailમાં લઈ રાખવો એ બેસ્ટ આઇડિયા છે.



Gmailમાં કેવી રીતે લેશો બૅકઅપ?


  • સૌપ્રથમ તમારા Gmail અકાઉન્ટમાં લૉગ-ઇન કરો.
  • ત્યાર બાદ હવે તમને સૌથી ઉપર લેફ્ટ સાઇડમાં ગૂગલના લોગો નીચે Gmail લખેલું દેખાશે.
  • ત્યાં ક્લિક કરીને ડ્રૉપ-ડાઉન બૉક્સમાંથી Contacts સિલેક્ટ કરો.
  • અહીં તમારા કૉન્ટૅક્ટ્સ દેખાશે.


જો તમારા અહીં કૉન્ટૅક્ટ્સ દેખાય તો સમજવું કે તમારું અકાઉન્ટ બરાબર રીતે પહેલેથી જ કામ કરી રહ્યું છે અને જો ન દેખાય તો આટલું કરો.

  • તમારા ફોન Settingsમાં જાઓ. (જો સેટિંગ્સ માટે શૉર્ટકટ ન હોય તો મેનુમાં ઍપ્લિકેશનમાં લિસ્ટમાં Settings હશે.)
  • આ લિસ્ટમાં સ્ક્રૉલ કરો અને Back up and resetઑપ્શનમાં જાઓ.
  • ત્યાં ખાતરી કરો કે Back up my data ચેક માર્ક થયેલું હોય. જો ન હોય તો કરી દો.


આમ કર્યા બાદ હવે ઑટોમૅટિકલી તમારા કૉન્ટૅક્ટ્સ Gmail અકાઉન્ટમાં સિન્ક્રોનાઇઝ થતા રહેશે. સો, હવે જ્યારે પણ તમે તમારો ફોન ટૉઇલેટમાં પાડી દો અથવા તો ચોરાઈ જાય તો કૉન્ટૅક્ટ્સ ખોવાઈ જવાનો ડર નહીં રહે. આ ઉપરાંત તમે જો નવો ફોન લો ત્યારે પણ એમાં એ જ ગૂગલ અકાઉન્ટ ઍડ કરીને ઉપરનાં સ્ટેપ્સ પ્રમાણે તમારા કૉન્ટૅક્ટ્સને નવા ફોનમાં મેળવી શકો છો.

યાદ રાખો, જ્યારે પણ તમે ફોનમાં નવા કૉન્ટૅક્ટ્સ ઍડ કરો ત્યારે Phoneને બદલે તમારા Gmail અકાઉન્ટનો ઑપ્શન સિલેક્ટ કરો જેથી એ Gmailમાં સિન્ક્રોનાઇઝ થઈ શકે.

બૅકઅપ લેવાની અન્ય રીત 


  • ઍન્ડ્રૉઇડ ડિવાઇસમાં તમારું કૉન્ટૅક્ટ લિસ્ટ ઓપન કરો.
  • હવે Menu બટન (મોટા ભાગના ડિવાઇસમાં મેઇન ત્રણમાંથી સૌથી લેફ્ટ બાજુનું બટન) પ્રેસ કરો.
  • જ્યાં તમને Import/Export ના ઑપ્શન્સ દેખાશે, જેમાં તમે તમારા SD card, SIM કે અન્ય યુએસબી ડિવાઇસ એટલે કે પેન ડ્રાઇવ તેમ જ અન્ય ડિવાઇસમાં પણ એક્સર્પોટ કરીને બૅકઅપ લઈ શકો છો, જ્યાં SD card માં આ ફાઇલ . vcf એક્સટેન્શનથી સેવ થશે.
  • એ જ પ્રકારે તમે કૉન્ટૅક્ટ્સને ઇમ્પોર્ટ પણ કરી શકો છો.


આ ફાઇલને તમે ફોનમાંથી જ ઈ-મેઇલમાં અટૅચ કરીને કે અન્ય કોઈ રીતે ઑનલાઇન સેવ કરીને પણ બૅકઅપ તરીકે રાખી શકો છો.

જો આટલું ઓછું પડતું હોય અને અન્ય વિકલ્પો માટે પણ તમારા વિચારો દોડતા હોય તો ગૂગલના પ્લેસ્ટોર પર પણ બૅકઅપ માટેની ઘણી ઍપ્લિકેશન્સ તમારી રાહ જુએ છે જેમાં Go-Backup, Backup Contacts, Super Backup  જેવી ઍપ્સ તમારા માટે બેસ્ટ છે. આ ઍપ્સ તમને કૉન્ટૅક્ટ્સની સાથે-સાથે કૉલ લૉગ, મેસેજિસ, કૅલેન્ડરનું પણ બૅકઅપ લેવાની ફૅસિલિટી આપે છે. આવી અન્ય ઍપ્લિકેશન્સની વિગતે વાત કરીશું ફરી ક્યારેક.

- કુણાલ પંડ્યા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK