બૉડી-પૉલિશ કરાવતાં પહેલાં આટલું જાણી લો

તમારી સ્કિનને શું સૂટ થશે એ જાણ્યા પછી જ શરીર પર એક્સફોલિએટર્સ અને ક્રીમ્સનો પ્રયોગ કરો


સ્ટ્રેસ, પોલ્યુશન અને સતત વધતા સ્ટ્રેસની માઠી અસર હેલ્થની સાથે સ્કિન પર પણ થાય છે. આવામાં બૉડી-પૉલિશની ટ્રીટમેન્ટથી ત્વચાને ચમકીલી બનાવી શકાય. નૉર્મલી આ ટ્રીટમેન્ટમાં શરીર પર કેટલાક રફ પદાર્થો ઘસવામાં આવે છે જેનાથી ડેડ સ્કિન એટલે કે મૃત ત્વચાની લેયર દૂર થઈ સ્કિન સૉફ્ટ અને સુંવાળી બને છે. જોકે એ સ્ક્રબ કે પદાર્થ ત્વચાને સૂટેબલ ન હોય તો એની સાઇડ-ઇફેક્ટ્સ પણ થઈ શકે છે. કઈ રીતે બૉડી-પૉલિશની મદદથી સ્કિનને વધુમાં વધુ ફાયદો કરી શકાય એ જાણી લો.

સ્કિન ટાઇપ પ્રમાણે

બૉડી-પૉલિશિંગમાં સૌથી મહત્વની બાબત એટલે પોતાની સ્કિન ટાઇપ પ્રમાણે પ્રોડક્ટ્સની પસંદગી કરવી. ડ્રાય સ્કિન અને ઑઇલી સ્કિન આ બન્ને માટે બનાવેલી પ્રોડક્ટ્સ જુદી હોય છે અને એ પ્રોડક્ટ્સ ત્વચાને હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે તેમ જ ખીલ સામે પણ પ્રોટેક્ટ કરે છે.

ડ્રાય સ્કિન: બ્રાઉન શુગર બેઝ્ડ પૉલિશ તમારી સ્કિન માટે શ્રેષ્ઠ છે. આ સાકરવાળા સ્ક્રબને સ્કિન પર હળવા હાથે ઘસવામાં આવે છે. આ ક્રીમમાં મોઇસ્ચરાઇઝિંગ અને હાઇડ્રેટિંગ પ્રૉપર્ટીઓ હોય છે. જો ઍન્ટિ-બૅક્ટેરિયલ સ્ક્રબ બનાવવું હોય તો એમાં ચંદન અને ગુલાબનું ઑઇલ ઉમેરવું.

સેન્સિટીવ સ્કિન: જેમની સ્કિન વધુ પડતી સંવેદનશીલ હોય તેમણે કેમિકલરહિત અને હળવા એક્સફોલિએટરનો ઉપયોગ કરવો જોઈએ. શીયા બટર સાથે કેમોમાઇલ અથવા લવેન્ડર અરોમા ઑઇલ ત્વચાને ઠંડક આપશે. વિટામીન A, E  અથવા C હોય એની ક્રીમ્સ અને એક્સફોલિએટર્સ વાપરી શકાય.

ઑઇલી સ્કિન: જો ત્વચા પર વધુ પડતું તેલ હોય તો સી-સૉલ્ટ હોય એવા સ્ક્રબ અને એક્સફોલિએટર્સનો ઉપયોગ કરવો. સી-સૉલ્ટ ત્વચાને એક્સફોલિએટ કરવાની સાથે ખીલ માટે જવાબદાર બૅક્ટેરિયાનો પણ નાશ કરે છે. આ સમુદ્રી મીઠામાં પોટેશિયમ, સોડિયમ, કૅલ્શિયમ અને ક્લોરાઇડ જેવાં ખનીજો હોય છે જે ત્વચાને હેલ્ધી બનાવે છે. લીંબુ, ટી-ટ્રી અને તુલસી જેવાં અરોમા ઑઇલ સી-સૉલ્ટમાં ઉમેરવાથી એ ત્વચા પર થતાં ખીલને રોકે છે.

નૉર્મલ સ્કિન: કૉફીનો પાઉડર, ચોખાનો લોટ, સાકર જેવા પદાર્થો નૉર્મલ સ્કિન ટાઇપ માટે બેસ્ટ છે. જેને વધુ અસરદાર બનાવવા માટે અવોકાડો, ગ્રેપ સીડ, તલ તેમ જ બીજા એસેન્શ્યલ ઑઇલ્સ ઉમેરી શકાય. પપૈયું અને પાઇનૅપલ જેવાં ફ્રૂટ્સનો ગર પણ બૉડી-પૉલિશર તરીકે વાપરી શકાય. ફ્રૂટ્સમાં રહેલાં નૅચરલ ઍસિડિક તત્વો અને બ્લીચિંગ પ્રૉપર્ટીઓ ત્વચાને ઊજળી અને ચમકીલી બનાવવાનું કામ કરે છે.

બૉડી-પૉલિશના ફાયદા

બૉડી-પૉલિશની ટ્રીટમેન્ટ તન અને મન બન્ને માટે રિલૅક્સિંગ છે. હેલ્ધી, સ્મૂધ અને ચમકતી ત્વચા મેળવવાનો આ આસાન ઉપાય છે. આ સિવાય ડ્રાય સ્કિન, રોમછિદ્રો, અને ડાઘ પણ દૂર થાય છે. બૉડી-પૉલિશિંગની ટ્રીટમેન્ટમાં કરવામાં આવતા મસાજથી બ્લડ-સક્યુર્લેશન વધે છે અને ત્વચા યુવાન બને છે.

ઘરે જ બનાવો બૉડી-પૉલિશ

ત્રણ ચમચા બ્રાઉન શુગરને એક ચમચો ઑલિવ ઑઇલ સાથે મિક્સ કરો. એમાં એક ચમચી ઇન્સ્ટન્ટ ઓટમીલ મિક્સ કરી બરાબર હલાવો. આખા શરીર પર લગાવી પાંચ મિનિટ સુધી મસાજ કરો અને ધોઈ નાખો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK