WHATSAPP પર આ રીતે બ્લોક કોન્ટેક્ટની ચેટ હિસ્ટ્રી કરો ડાઉનલોડ

વ્હોટ્સ એપ પર બ્લોકિંગ મુદ્દે એક નવા ફીચરનો ટેસ્ટ ચાલી રહ્યો છે. આ ફીચર સૌથી પહેલા WABetaInfo પર જોવા મળ્યું છે.


wt

ટેક ડેસ્ક

વ્હોટ્સ એપ પર બ્લોકિંગ મુદ્દે એક નવા ફીચરનો ટેસ્ટ ચાલી રહ્યો છે. આ ફીચર સૌથી પહેલા WABetaInfo પર જોવા મળ્યું છે. તે વ્હોટ્સ એપના એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.18.246 પર ઉપલબ્ધ છે. આ ફીચર રિપોર્ટ બટન દ્વારા કામ કરશે. તેના દ્વારા યુઝર્સ બ્લોક કરેલા યુઝર્સ સાથેનું ચેટ ફરી વાંચી શક્શે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં આ ફીચર તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાશે.


  • આ ફીચર માટે તમારે વ્હોટ્સ એપ બીટા ટેસ્ટર બનવું પડશે. આ પહેલા તમારે તમારા પીસી કે સ્માર્ટફોન દ્વારા  WhatsApp beta tester પર સાઈન અપ કરવું પડશે.


  • રિપોર્ટ બટનને રિડિઝાઈન કરાયું છે. આ બટન દ્વારા યુઝર્સ નવું ફીચર વાપરી શક્શે.


  • આ ફીચર દ્વારા કોઈ એક વ્યક્તિ કે ગ્રુપની રિપોર્ટ, બ્લોક અને તેમની ચેટ હિસ્ટ્રી ફરી મેળવી શકાય છે.


  • કોઈ એક વ્યક્તિનું ચેટ પર આ ફીચરનો ઉપયોગ કરવા માટે ટ્રિપલ ડૉટ મેનુ પર ક્લિક કરો. હવે view contact પર ક્લિક કરી સ્ક્રોલ ડાઉન કરો. અહીં તમારે reportનો ઓપ્શન મળી શક્શે.


  • ગ્રુપ્સ માટે ટ્રિપલ ડોટ મેનુ પર ક્લિક કરો. જે બાદ View Group info પર ક્લિક કરીને Report સિલેક્ટ કરો.


  • રિપોર્ટ ફીચરને ગ્રુપમાં પણ આ જ રીતે વાપરી શકાય છે.


  • હાલ આ ફીચર ફક્ત એન્ડ્રોઈડ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.


આ પહેલા વ્હોટ્સએપની જેમ ટેલિગ્રામમાં પણ એક નવું ફીચર મૂકાયું હતું. આ ફીચર દ્વારા યુઝર્સ પોતાના અંગત દસ્તાવેજ એક જગ્યાએ સેવ કરી શકે છે. ટેલિગ્રામ મુજબ યુઝર્સ પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શખે છે. તેમને કોઈ પણ કામ માટે ઉપયોગ કરી શકાય છે. આ ફીચરને કારણે તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હંમેશા સાથે રાખવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે સરકારે આ પહેલા ડિજિલોકર એપ લોન્ચ કરી હતી. જેમાં યુઝર્સ પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને રાખી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK