Paytm દ્વારા ઘરે બેઠા કરો હજારો રૂપિયાની કમાણી

શું તમે જાણો છો કે પેટીએમ કેટલીક એવી સુવિધા પણ આપે છે, જેના દ્વારા યુઝર્સ ઘરે બેઠા કમાણી કરી શકે છે.

paytm



આજકાલ ઘણા લોકો ઓનલાઈન બેન્કિંગ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. પૈસા ટ્રાન્સફર કે બિલ પેમેન્ટ માટે પેટીએમ લોકપ્રિય છે. પેટીએમ દ્વારા યુઝર્સ બિલ પેમેન્ટથી લીને નાની દુકાનોમાં પણ પૈસા ચૂકવી શકે છે. પેટીએમ પણ પોતાના ગ્રાહકો માટે ખાસ ડિસ્કાઉન્ટસની સાથે સાથે જુદી જુદી ઓફર્સ ઉપલબ્ધ કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે પેટીએમ કેટલીક એવી સુવિધા પણ આપે છે, જેના દ્વારા યુઝર્સ ઘરે બેઠા કમાણી કરી શકે છે.

Paytm દ્વારા કેવી રીતે કરશો કમાણી ?


પેટીએમ પોતાના યુઝર્સને બિઝનેસ પાર્ટનર બનવાની તક આપી રહ્યું છે. યુઝર્સ પેટીએમના બિઝનેસ પાર્ટનર બનીને દેશના લોકોને કમાણી કરવાની તક આપી શકે છે. સાથે જ જો યુઝર્સ ઈચ્છે તો પોતાના બિઝનેસને પેટીએમ દ્વારા આગળ પણ વધારી શકે છે.

સેલર બનીને કરી શક્શો કમાણી

Paytmમાં યુઝર્સ સેલર પણ બની શકે છે. તમે પણ પોતાની કોઈપણ પ્રોડક્ટ અહીં વેચી શકો છો. પેટીએમ મોલ પર સાઈન અપ કરવાથી પ્રોડક્ટ વેચી શકાય છે.


આ પણ વાંચોઃ લેપટોપ, પીસીમાં ખોવાયેલી વર્ષો જૂની ફાઈલ આ રીતે શોધો


આ સુવિધા આપી રહ્યું છે પેટીએમ

સોનાની ખરીદી

Paytm પર યુઝર્સ સોનું પણ ખરીદી શકે છે. એટલું જ નહીં જો તમે ઘરેણાં બનાવવા માગતા હો, તો મેકિંગ ચાર્જ ચૂકવીને ઘરેણાં બનાવડાવી પણ શકો છે. સાથે જ પેટીએમ પર સોનું વેચી પણ સખાય છે. સાથે જ ગોલ્ડ સેવિંગ પ્લાન પણ પેટીએમ આપી રહ્યું છે..

મ્યુચ્યુઅલ ફંડની ખરીદી

તાજેતરમાં જ પેટીએમે Paytm Money એપ લોન્ચ કરી છે, જેના દ્વારા રોકાણકારો મ્યૂચ્યુઅલ ફંડની લે વેચ કરી શકે છે. કંપનીને આશા છે કે આ એપ દ્વારા 2023 સુધીમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો 2 કરોડથી વધીને 5 કરોડ થઈ જશે.


આ પણ વાંચોઃ Samsung Galaxy Note 9 પર મળી રહી છે 16,900 રૂપિયા સુધીની ઓફર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK