હવે KYC પ્રોસેસ પૂરી કરવા માટે નથી આધારની જરૂર, જાણો કારણ

પેટીએમ અને ફોન ફે જેવી પેમેન્ટ એપ્સમાં KYC પ્રોસેસ માટે હવે આધાર નંબરની જરૂર નહીં પડે

adhar



પેટીએમ અને ફોન ફે જેવી પેમેન્ટ એપ્સમાં KYC પ્રોસેસ માટે હવે આધાર નંબરની જરૂર નહીં પડે. આધાર કાર્ડના બદલે યુઝર્સ પાસપોર્ટ, વોટર આઈડી કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા દસ્તાવેજ પસંદ કરી શકે છે. એરટેલ અને રિલાયન્સ જિયો જેવા મોટી બ્રાન્ડઝ દ્વારા પોતાના યુઝર્સ વેરિફાઈ કરવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)નો ડેટાબેઝ વાપરવાની મંજૂરી ન મળતા આ વાત સામે આવી. એરટેલ અને જિયો બાદ હવે ડિજિટલ પેમેન્ટ એપ UIDAI ડેટાબેઝનો ઉપયોગ ન કરી શકે.

KYC વગર નથી કરી શકાતું પેમેન્ટ કે ફંડ ટ્રાન્સફર

જો તમે પેટીએમ, ફોન પે કે ફ્રીચાર્જ નિયમિત વાપરો છો તો તમને ખ્યાલ હશે કે RBIના આદેશ અનુસાર KYC પ્રોસેસ પૂરી કર્યા વગર ફંડ ટ્રાન્સફર નથી કરી શકાતા. અમે પેટીએમમાં આધાર નંબર દ્વારા KYC પ્રોસેસ પૂરી કરવાની કોશિશ કરી. પરંતુ પ્રક્રિયા પૂરી ન થઈ શકી. પરંતુ એક પેજ ઓપન થયું જેમાં મેસેજ હતો કે UIDAIના OPT eKYC માટે નહીં આપી શકાય. આ સ્ક્રીન શોટમાં તમે મેસેજ જોઈ શકો છો.

message



આ પણ વાંચોઃ Paytm Money એપથી માત્ર 100 રૂપિયામાં કરો રોકાણ


જાણો કેમ આવું થયું ?

મીડિયા રિપોર્ટ્સ મુજબ Aadhaar eKYC લાઈસન્સને UDDAI દ્વારા પરમિશન નથી અપાઈ. પેટીએમ અને ફોન પે ઉપરાંત ફ્રીચાર્જમાં પણ KYC પૂર્ણ કરવા માટે આધારનો ઉપયોગ નથી થઈ શક્તો.  પરંતુ Mobikwik એપમાં આધાર વેરિફિકેશન શક્ય છે. તો જોવાનું એ રહેશે કે શું ફોન પે, પેટીએમ, ફ્રીચાર્જમાં પણ આધાર વેરિફિકેશન અનેબલ થશે કે નહીં ?


આ પણ વાંચોઃ ખોવાઈ ગયો છે મોબાઈલ, આ સ્ટેપ્સની મદદથી ટ્રેક કરો લોકેશન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK