તમારા ફોનમાં જ એક્શન સીન્સની જેમ વીડિયો કરો એડિટ, ડાઉનલોડ કરો આ એપ્સ

તમારે બસ કોઈ લીલા કપડાની સામે કે તેને બેકગ્રાઉન્ડમાં રાખીને વીડિયો શૂટ કરો. બાકીનું કામ તમારો સ્માર્ટ ફોન કરી લેશે

edit


શું તમને ખબર છે, જે એક્શન સીન્સ જોઈને તમે થિયેટરમાં તાળીઓનો વરસાદ વરસાવો છો, તેમાંથી 50 ટકા ક્રોમા એટલે કે ગ્રીન સ્ક્રીન પર શૂટ થયેલા હોય છે. હવે તમે વિચારતા હશો કે ફિલ્મન સીનને ગ્રીન સ્ક્રીન સાથે શું લાગે વળગે. તો અમે તમને જણાવી દઈએ કે ગ્રીન સ્ક્રીન એક ટેક્નોલોજી છે, જેમાં લીલા પડદાની સામે વીડિયો શૂટ કરવામાં આવે છે. પાછળથી ગ્રીન પડદાના બદલે જરૂર પ્રમાણેનું બેકગ્રાઉન્ડ સેટ કરી શકાય છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ફિલ્મોથી લઈને ન્યૂઝ ચેનલ સુધી થાય છે. તમે વિચારશો કે આ ટેક્નોલોજી મોંઘી હશે, જે તમારા કામની નથી. તો જરા ઉભા રહો. તમારે બસ કોઈ લીલા કપડાની સામે કે તેને બેકગ્રાઉન્ડમાં રાખીને વીડિયો શૂટ કરો. બાકીનું કામ તમારો સ્માર્ટ ફોન કરી લેશે. અમે તમારા માટે લાવ્યા છીએ એવી સુપર્બ વીડિયો એડિટિંગ એપ્સ જેમાં તમે સ્લો મોશનથી લઈને ગ્રીન સ્ક્રીન જેવા ફીચર્સનો ઉપયોગ કરી શક્શો

KineMaster- Pro Video Editor

KINE MASTER


આ એપ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. અત્યાર સુધી 5 કરોડ યુઝર્સ તેનો લાભ લી ચૂક્યા છે. પ્લેસ્ટોર પર 10 લાખથી વધુ યુઝર્સ તેને રેટિંગ આપી ચૂક્યા છે. આ રેટિંગ 4.5 સ્ટાર છે. 33 એમબીની આ એપમાં તમને ગ્રીન સ્ક્રીનફીચર મળે છે. જેનાથી તમે બેકગ્રાઉન્ડ બદલી શકો છો. આ ઉપરાંત આ એપમાં તમે વીડિયો પ્રોફેશનલની જેમ જ એડિટ કરી શકો છો. એપમાં મલ્ટી લેયર ફીચર પણ ઉપબલ્ધ છે.


આ પણ વાંચોઃ આ ચાર ગેમિંગ એપ્સને 10 કરોડથી પણ વધુ યુઝર્સે કરી ડાઉનલોડ


PowerDirector Video Editor App

Powerdirctor


આ એપ પણ 1 કરોડ કરતા વધુ યુઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. 7 લાખથી વધુ યુઝર્સ તેને 4.5 સ્ટારનું રેટિંગ આપી ચૂક્યા છે. આ એપની સાઈઝ 51 એમબી છે. જેમાં તમે 4K વીડિયો પણ એડિટ કરી શકો છો. આ ઉપરાંત આ એપમાં તમે મલ્ટી લેયરિંગની સાથે સાથે સ્લો મોશન જેવા ફીચર્સ પણ વાપરી શકો છો.


આ પણ વાંચોઃ આ છે ખતરનાક સ્માર્ટ ફોનનું લિસ્ટ, જાણો તમારો ફોન છે કે નહીં ?


Quik – Free Video Editor

quick


આ એપ 1 કરોડથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. પ્લે સ્ટોર પર તેનું રેટિંગ 4.7 સ્ટાર છે. સાત લાખથી વધુ યુઝર્સ તેને રેટિંગ આપી ચૂક્યા છે. 91 એમબીની આ એપ સિમ્પલ છે. જેમા તમે લાઈટ એડિટિંગ કરી શકો છો. આ એપમાં ઉપની એપમાં મળતા ફીચર્સ નથી મળી શક્તા.

edit


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK