આ ચાર ગેમિંગ એપ્સને 10 કરોડથી પણ વધુ યુઝર્સે કરી ડાઉનલોડ

એક વખત તમે આ ગેમ રમી તો પછી તમને તેની આદત પડી શકે છે
આજે અમે તમને એવી ચાર ગેમિંગ એપ્સ વિશે જણાવીશું, જે તમને દીવાના બનાવી દેશે. આ ગેમ્સની થ્રીડી વિઝ્યુઅલ અને સાઉન્ડ ઈફેક્ત તમને રિયલ ગેમિંગ એક્સપિરિયન્સ આપે છે. જો સરળ રીતે કહીએ તો એક વખત તમે આ ગેમ રમી તો પછી તમને તેની આદત પડી શકે છે.

Asphalt Xtreme: Rally Racing

ASPHALT


આ ગેમ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ અત્યાર સુધી 1 કરોડથી વધુ યુઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. પ્લે સ્ટોર પર તેને 4.5 સ્ટાર મળ્યા છે, જેને 5 લાખ કરતા વધુ યુઝર્સે રેટિંગ આપ્યા છે. આ એપ માત્ર 29 એમબીની છે. આસ્ફાલ્ટ એક્સ્ટ્રીમ એક રેસિંગ ગેમ છે, જેમાં તમને 400 રેસ, 500 ચેલેન્જિસ અને 35 કાર મળે છે. જો તમને રેસિંગ ગેમ પસંદ છે તો આ ગેમ તમારા માટે જ છે.

Critical Ops

CRITICAL


આ એપ પણ અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. ગૂગલ પ્લે સ્ટોર પર 14 લાખથી વધુ યુઝર્સ તેને 4.4 રેટિંગ્સ આપી ચૂક્યા છે. આ એપ માત્ર 47 એમબીની છે. ક્રિકિટક ઓપ્સ એક ફર્સ્ટ પર્સન શૂટિંગ ગેમ છે. જેમાં તમે જુદા જુદા હથિયાર પસંદ કરી શકો છો. આ ઉપરાંત આ ગેમમાં જુદા જુદા ટાસ્ક પૂરા કરવાના હોય છે. આ ગેમિંગ એપ તમને પીસી ગેમ જેવી જ ફીલ આપે છે.

Into the Dead 2- Zombie Survival
IN TO THE DEAD


આ ગેમ પણ 1 કરોડ યુઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. ગૂગલ પ્લે સ્ટોર પર 2 લાખથી વધુ યુઝર્સ તેને 4.5 સ્ટાર આપી ચૂક્યા છે. ગેમની સાઈઝ 32 એમબીની છે, આ ગેમમાં તમારે ઝોમ્બીને મારીને આગળ વધવાનું હોય છે. ઝોમ્બીઝને મારવા ગેમમાં તમને અલગ અલગ હથિયાર મળે છે, સાથે જ એક સ્ટોરી લાઈન પણ મળે છે. આ ગેમના ગ્રાફિક્સ ગજબના છે.

Ninja Arashi

NINJA


આ એપ પણ 1 કરોડથી વધુ યુઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેને 4.6 સ્ટાર મળ્યા છે. લગભગ 2 લાખથી વધુ યુઝર્સ તેને રેટિંગ આપી ચૂક્યા છે. 48 એમબીની આ ગેમના ગ્રાફિક્સ અને મ્યૂઝિક જબરજસ્ત છે. તેમાં તમારે પડકારો ઝીલતા આગળ વધવાનું છે. આ ગેમમાં શરૂઆતથી અંત સુધી નિન્ઝા થીમ મળે છે.

GAMING


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK