ખોવાયેલા ફોનને પાતાળમાંથી પણ શોધી આપતું 'ઍન્ડ્રૉઇડ ડિવાઇસ મૅનેજર'

હવે જ્યારે હર હાથમાં સેલફોન, હર હાથમાં સ્માર્ટફોન થઈ ગયા છે ત્યારે આપણા સૌની હાલત પરીકથાના પેલા પાત્ર જેવી થઈ ગઈ છે જેનો જીવ નાનકડા પોપટમાં હોય.




(વેબ-વર્લ્ડ - આર્યન મહેતા)

ઇન્ટરનેટ, સોશ્યલ સાઇટ્સ અને ઈ-મેઇલ્સ સાથે આપણે સ્માર્ટફોન થકી એટલાબધા કનેક્ટેડ રહીએ છીએ કે ન કરે નારાયણ અને ક્યારેક ફોન ખોવાઈ જાય તો આપણી હાલત ખરાબ થઈ જાય. વીસ-પચીસ હજાર રૂપિયાનો ફોન જાય એનું દુ:ખ તો થાય ઉપરથી આપણો અત્યંત અંગત અને અતિસંવેદનશીલ એવો મહત્વનો ડેટા પણ કોઈ ભાંગફોડિયાના હાથમાં આવી જાય તો એનો આપણે કલ્પના પણ ન કરી શકીએ એવો દુરુપયોગ થઈ શકે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આવું થતું રોકવાનો કોઈ ઉપાય ખરો?

જુઓ, ફોન સાચવવાની જવાબદારી તો સ્વાભાવિક રીતે જ આપણી છે, પરંતુ રખેને ફોન ખોવાય તો આવું થાય એ પહેલાં જ તમારા (ઍન્ડ્રૉઇડ) ફોનમાં ઍન્ડ્રૉઇડ ડિવાઇસ મૅનેજર નામની ઍપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોવી જોઈએ. હવે ધારો કે તમારો ફોન ઘરમાં કે ઑફિસમાં જ ક્યાંક મુકાઈ ગયો છે અને એ સાયલન્ટ મોડ પર મૂકેલો હોય છતાં આ ઍપ્લિકેશન તમારા ફોનમાં હોવાથી બીજા કમ્પ્યુટર કે ટૅબ્લેટ જેવી ઍન્ડ્રૉઇડ ડિવાઇસમાંથી તમારા ઍન્ડ્રૉઇડ ડિવાઇસ મૅનેજર થકી તમે તમારા ફોન પર રિંગ મારી શકો છો. આ રિંગ ફુલ વૉલ્યુમ પર એકધારી પાંચ મિનિટ સુધી વાગ્યા કરે છે.

પરંતુ ધારો કે તમારો ફોન રસ્તામાં કે મુસાફરીમાં ક્યાંક ખોવાઈ ગયો છે તો તમે આ ડિવાઇસ મૅનેજર થકી ગૂગલ મૅપ્સમાં તમારા ફોનનું કરન્ટ લોકેશન પણ જોઈ શકશો. પરંતુ એમ કોઈના હાથમાં આવેલો ફોન કોઈ પાછો આપે નહીં. એટલા માટે તમે તમારો ડેટા બચાવવા માટે બે કામ કરી શકો. એક તો બીજી સિસ્ટમ પરથી ડિવાઇસ મૅનેજરમાં (ગૂગલ જી-મેઇલ અકાઉન્ટ વડે) લૉગ-ઇન થઈને તમારા ફોનને નવા પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકો. બીજા અંતિમ પગલા તરીકે તમે તમારા ફોનનો બધો જ ડેટા દૂર બેઠાં-બેઠાં એક ઝાટકે ભૂંસી શકો છો અને ફોનને ફરી પાછો ફૅક્ટરી રીસેટ કરી શકો છો. આવી સ્થિતિમાં ડેટા ગુમાવવો પડે એના કરતાં અગાઉથી જ આપણા તમામ ડેટા (ફોન-નંબર્સ, મ્યુઝિક, ફોટોગ્રાફ્સ, અન્ય ફાઇલ્સ વગેરે)નો બૅક-અપ લઈ લેવાની ટેવ પાડવી જોઈએ.

જો બાળકો પાસે પણ સ્માર્ટફોન હોય તો તેમના ફોનમાં GPS ટ્રૅકિંગ પ્રો નામની ઍપ્લિકેશન ડાઉનલોડ કરી લો જેથી એ લોકો ક્યાં જાય છે એ તમને રિયલ ટાઇમમાં ખબર પડતી રહેશે. મિત્રો-પરિવાર સાથે ટચમાં રહેવાની આ પણ એક ઉપયોગી પદ્ધતિ છે. અહીં તમને ગૂગલ મૅપ્સમાં તેમનું એક્ઝૅક્ટ લોકેશન જોવા મળશે.

હવે ધારો કે તમારી પાસે ઍન્ડ્રૉઇડને બદલે ઍપલનો આઇફોન હોય તો એ માટે ફાઇન્ડ માય આઇફોન નામની ઍપ્લિકેશન ડાઉનલોડ કરી રાખવી પડે. ઍન્ડ્રૉઇડમાં છે એ બધી જ સુવિધા આઇફોન માટેની આ ઍપ્લિકેશનમાં પણ છે.

GPS = ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK