બ્રાઇડલ વેઅરમાં દેખાઈ ભારતની ટ્રેડિશનલ એમ્બ્રૉઇડરીની રિચનેસ

તાજેતરમાં સાંતાક્રુઝની ગ્રૅન્ડ હયાત હોટેલમાં યોજાઈ ગયેલા આમ્બિ વૅલી બ્રાઇડલ ફૅશન-વીકમાં ડિઝાઇનરોના કલેક્શનમાં શિમર ફૅબ્રિક અને રિચ થ્રડ વર્કનો ઉપયોગ ખાસ જોવા મળ્યો. આગામી સમયમાં આ કૉન્સેપ્ટ ટ્રેન્ડસેટર બની જશે



અર્પણા ચોટલિયા

તાજેતરમાં ૨૯ નવેમ્બરથી ૪ ડિસેમ્બર દરમ્યાન યોજાઈ ગયેલા આમ્બિ વૅલી બ્રાઇડલ ફૅશન-વીકમાં આગામી એક વર્ષમાં બ્રાઇડલ આઉટફિટ્સમાં કેવા ટ્રેન્ડ રહેશે એનો નજારો જોવા મળ્યો. ગોલ્ડ, રેડ, ગ્રીન અને પર્પલ જેવા રૉયલ રંગો સામે કરવામાં આવેલી ટ્રેડિશનલ ઇન્ડિયન એમ્બ્રૉઇડરી સાથે ડિઝાઇનરોએ મૉડર્ન ટચ આપવાનો એક સફળ પ્રયાસ કયોર્ હતો. કલેક્શનના એકેએક પીસમાં રિચનેસ વરતાતી હતી. આ ફૅશન-વીકમાં બ્રાઇડલ વેઅર માટે જાણીતા તરુણ તાહિલિયાણીએ શોનું ઓપનિંગ કર્યું હતું. તેમ જ પલ્લવી જયકિશન, શાંતનુ ઍન્ડ નિખિલ, મંદિરા વર્કિ, જે. જે. વલાયા, નીતા લુલ્લા જેવાં ડિઝાઇનરોએ પોતાનું કલેક્શન લૉન્ચ કર્યું હતું.

બધા જ ડિઝાઇનરોના કલેક્શનમાં જોકે હેવી બ્રાઇડલ એમ્બ્રૉઇડરી એકસરખી જ હતી. તરુણ તાહિલિયાણીએ નેટ પર ગોલ્ડના તાર અને દોરાથી એમ્બ્રૉઇડરી કરેલી હોય એવાં અચકન, લૉન્ગ અનારકલી કુરતી અને શેરવાની ડિસ્પ્લે કર્યા હતાં. ડિઝાઇનર રોહિત બાલના કલેક્શનમાં વેલ્વેટનો ઉપયોગ પણ ખાસ જોવા મળ્યો. આખા વેલ્વેટના કુરતા અને લહેંગા-ચોલી પર ગોલ્ડન એમ્બ્રૉઇડરી કરવામાં આવી હતી. પલ્લવી એસ. કપૂરના કલેક્શનમાં ખૂબ જ ટ્રેડિશનલ એવા રેડ, પર્પલ, ગોલ્ડ અને ગ્રીનના શેડનાં ચમકીલાં ચણિયા-ચોળી અને અનારકલી જોવા મળ્યાં. ટ્રેડિશનલ ઇન્ડિયન બ્રાઇડ માટે પર્ફેક્ટ કહી શકાય એવું આ કલેક્શન હતું.

નીતા લુલ્લા અને મંદિરા વર્કિના કલેક્શનમાં મૉડર્ન ડિઝાઇનો વધુ જોવા મળી. લો-નેક ચોલી, જુદી રીતે ડ્રેપ કરેલી સાડી અને નેટ-શિમરનું ફૅબ્રિક બન્ને ડિઝાઇનરોના કલેક્શનમાં મોટા પ્રમાણમાં વપરાયું હતુ. નીતા લુલ્લાનું ટ્રેડિશનલ ટચવાળું ગાઉન પહેરીને છેલ્લા દિવસે જેનિલિયા ડિસોઝાએ રિતેશ સાથે રૅમ્પ-વૉક કર્યું હતું. ગાઉનની આ ડિઝાઇન કૉકટેલ પાર્ટીઓ માટે હિટ રહેશે.

જ્યોત્સ્ના તિવારીએ જે બ્રાઇડલ કલેક્શન પેશ કર્યું એમાં નેટનો વપરાશ ખાસ હતો તેમ જ આખા કલેક્શનમાં પેસ્ટલ કલર્સનું વર્ચસ રહ્યું. ઘાઘરા-ચોલી સિવાય લાંબા અનારકલી કુરતા પણ હતા. ગાઉન જેવો લુક આપતા નેટના લાંબા અનારકલી ખરેખર આ સીઝનમાં રૉક કરશે.

બ્રાઇડલ સ્પેશ્યલિસ્ટ કહી શકાય એવા ડિઝાઇનર જે. જે. વલાયાના કલેક્શનમાં પિન્ક અને પીચનું વર્ચસ્વ રહ્યું. બધી જ મૉડલ્સને ટ્રેડિશનલ ચોટલાવાળો લુક આપવામાં આવ્યો હતો. આ કલેક્શનમાં રૉ સિલ્ક, જ્યૉર્જેટ અને શિફોન જેવાં લાઇટ વેઇટ ફૅબ્રિક પર ગોલ્ડન થ્રડ અને લેસર કટની લેસ સિમ્પલ છતાં વેડિંગ વેઅરવાળો લુક આપે એવી હતી.

ઓવરઑલ આ બ્રાઇડલ વીક બીજાં ફૅશન-વીક્સની જેમ ફક્ત જોવા માટેનું જ નહીં, પરંતુ પ્રૅક્ટિકલી અપનાવી શકાય એવું હતું. ગયા વર્ષના ગોટા વર્ક, ડાયમન્ડ વર્ક, બ્રૉકેડની હેવી લેસ વગેરે હવે કમ્પ્લીટલી આઉટ થઈ જશે એવું આ શૉનું કલેક્શન જોઈને કહી શકાય. રિચ સ્ટોન્સને બદલે વેલ્વેટ અને સિલ્ક જેવાં રિચ ફૅબ્રિક અને એના પર કરેલી કલાત્મક ગોલ્ડ-સિલ્વર એમ્બ્રૉડરી આગામી એક વર્ષ રૂલ કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK