હવે પહેરી શકાય એવાં ગૅજેટ્સનો ટ્રેન્ડ આવ્યો

વેઅરેબલ ટેક્નૉલૉજીમાં જબ્બર ક્રાન્તિવષોર્ પહેલાં ઘડિયાળવાળી વીંટી પહેરવાનો ટ્રેન્ડ આવેલો અને ફૅશન-પરસ્ત લોકોએ એને ખૂબ અપનાવેલો. અને હવે ટેક્નૉલૉજીના જમાનામાં જુદાં-જુદાં ગૅજેટ્સ લોકોના શરીર સુધી પહોંચી ગયાં છે. અને આ હાઈ-ટેક ઍક્સેસરીઝ ફક્ત સુંદર લુક આપવાનું જ નહીં પણ બ્લડ-પ્રેશર મૉનિટર કરવાનું, iPod જેવાં ગૅજેટ્સને કન્ટ્રોલ કરવાનું તેમ જ બીજાં કેટલાંય કામ કરે છે. હવે તો ઘણા ડિઝાઇનરો પણ ફૅશન સાથે ફંક્શનવાળા આ કૉમ્બોને અપનાવી રહ્યા છે.

ઈયર-રિંગ હેડ-ફોન્સ

હેડ-ફોન્સ અને હૅન્ડ્સ-ફ્રી હવે બ્લુટૂથથી આગળ વધી ગયા છે. જોકે એ મસ્ટ હૅવ તો છે જ. આવામાં એને વધુ ફૅશનેબલ બનાવવા માટે સુંદર ઈયર-રિંગ અને હેર-બૅન્ડનું રૂપ આપી દેવામાં આવ્યું છે. આવા હૅન્ડ્સ-ફ્રીમાં ગોલ્ડ પ્લેટિંગ, ડાયમન્ડ્સ, ગ્લિટર, લટકણ વગેરે ઉમેરીને ઈયર-રિંગનું રૂપ આપી દેવામાં આવે છે; જેથી એ પર્હેયા બાદ ન તો ઈયર-રિંગનો લુક ખરાબ થાય અને ન તો ઈયર-રિંગ પહેરવાની જરૂર પડે.

iring અને ibangle

વેઅરેબલ ટેક્નૉલૉજીમાં ઍપલે થોડા સમય પહેલાં ડિજિટલ જ્વેલરી લૉન્ચ કરી હતી. ઍપલનું ibangle એક ટાઇપનું બ્રૅસલેટ છે જે કેટલાંય મ્યુઝિક-પ્લેયર્સ અને ગૅજેટ્સને પાછળ છોડી શકે છે. આ બૅન્ગલને પહેરવા માટે એમાં એક નાનું બટન બનાવવામાં આવ્યું છે જે ઍર-પ્રેશર દ્વારા રિસ્ટ પર ફિટ થઈ જાય છે. આ ibangle એક મ્યુઝિક-પ્લેયર છે જે વાયરલેસ ઈયર-બડ મારફત કાનમાં ઑડિયો ટ્રાન્સમિટ કરે છે. આ સિવાય ઍપલે એક iring પણ લૉન્ચ કરી છે જેની સર્ફેસ પર OLED ફંક્શન સ્ટ્રિપ છે. આ ટચ-ઑપરેટેડ સ્ટ્રિપ પર આંગળી ફેરવીને મ્યુઝિક-પ્લેયરનું વૉલ્યુમ હાઈ અને લો કરી શકાય તેમ જ મ્યુઝિક ચેન્જ પણ કરી શકાય. ઍપલની આ બન્ને ડિજિટલ જ્વેલરી બૅટરીથી ચાલે છે અને એની બૅટરી-લાઇફ છે બે દિવસ. ઍપલના આ નવા અજૂબાને કેટલાક એક્સપટોર્એ તો ફ્યુચરનું ક્ટંફુ નામ આપી દીધું છે.

બ્રૅસલેટ અને વૉચ

ઘડિયાળો પણ હવે હાઈ-ટેક બની ગઈ છે. ઍપલ અને સૅમસંગ જેવી બ્રૅન્ડ્સે પણ સ્માર્ટફોનની જેમ હવે સ્માર્ટવૉચ બનાવવાનું શરૂ કરી દીધું છે. આવી સ્માર્ટવૉચ ફોનથી લઈને મ્યુઝિક-પ્લેયર સુધીની ગરજ સારે છે. અને હા, સમય પણ દેખાડે. આ સિવાય હાથમાં પહેરી શકાય એવા કૉલર આઇડી બ્રૅસલેટ્સ પણ આજકાલ ટ્રેન્ડમાં છે. ફોન પૉકેટમાં હોય અથવા ડ્રાઇવ કરતા હો ત્યારે ફોન આવે તો આ રિસ્ટ-બૅન્ડમાં નંબર ફ્લૅશ થશે. આ સિવાય બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રાખે એવું રિસ્ટ-બૅન્ડ પણ હવે બનવા લાગ્યું છે.

ગ્લવ્ડ માઉસ

કમ્પ્યુટર કે લૅપટૉપ સાથે માઉસ વાપરવું પડે ત્યારે હાથમાં ડાઘ પડી જતા હોય છે. આ પ્રૉબ્લેમનો હંમેશ માટેનો ઉપાય એટલે ગ્લવ્ડ માઉસ. આવા માઉસમાં અંદર જ સેન્સર્સ ફિટ કરેલાં હોય છે અને એને કમ્પ્યુટર સાથે બ્લુટૂથ મારફતે કનેક્ટ કર્યા બાદ આંગળીઓની મદદથી મૂવ કરી શકાય છે. માઉસના સતત વપરાશથી હાથમાં દુખાવો થાય એ પણ આનાથી ટાળી શકાય છે. આ સિવાય શિયાળામાં હાથને થોડી હૂંફ મળી રહે એ માટે પણ કેટલાંક ગ્લવ્ઝ અને મોજાં હવે મળવા લાગ્યાં છે જેને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરીને ગરમી મેળવી શકાય.

હગિંગ જૅકેટ

બે વ્યક્તિઓ દૂર રહીને પણ એકબીજા માટે પ્રેમ (ફિઝિકલ) બતાવી શકે એ માટે પણ ગૅજેટ મોજૂદ છે. થાડા સમય પહેલાં આવેલી એક ટેક્નૉલૉજીમાં હગ જૅકેટ બનાવવામાં આવ્યું હતું જેમાં કોઈ બે વ્યક્તિ દૂર-દૂર હોય તો પણ એ જૅકેટ પહેરીને એકબીજાને હગ કરી શકે. આવા ગૅજેટમાં કેટલાંક સેન્સર્સ ફિટ કરેલાં હોય છે જે પહેરનારને કેટલાંક વાઇબ્રેશન્સ પહોંચાડે છે. આવી તો કેટલીયે જુદી-જુદી ટેક્નૉલૉજીવાળાં કપડાં આજે ટેક્નોસૅવી લોકો માટે હાજર છે. તાજેતરમાં લૉન્ચ થયેલી ક્લૅપ-ઓપનિંગ બ્રા અને કોઈ ખરાબ નજરે જોતું હોય ત્યારે ચમકી ઊઠતો ડ્રેસ પણ એનું જ ઉદાહરણ છે.

ચશ્માં  મ્યુઝિક-પ્લેયર

ગૂગલે થોડા સમય પહેલાં એક સ્માર્ટ 3D ચશ્માં લૉન્ચ કર્યા હતાં જે પહેરીને મૂવી જોઈ શકાય, મ્યુઝિક સાંભળી શકાય અને વધુમાં ફોન પણ કરી શકાય. આવાં ચશ્માં પર્હેયા બાદ હાથમાં કોઈ મ્યુઝિક-પ્લેયર રાખવાની કે હેડ-ફોન્સ પહેરવાની જરૂર રહેતી નથી. સ્ટાઇલિશ એવા ગૂગલના ગ્લાસિસ ફૅશન-સ્ટેટમેન્ટ તરીકે પણ કામના છે.

આવાં ગૅજેટ્સની ખરેખર જરૂર છે?

જોકે એવો પ્રશ્ન થાય કે શું ખરેખર આપણને આવાં ગૅજેટ્સની જરૂર છે? પરંતુ વધી રહેલી ટેક્નૉલૉજી સાથે રહેવું હોય તો એના આ કેટલાક રસ્તા છે. જેમ સ્માર્ટફોન અને મ્યુઝિક-પ્લેયરમાં નવી-નવી ટેક્નૉલૉજી આવતી રહે છે એમ આ વેઅરેબલ ટેક્નૉલૉજી પણ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. આવાં ગૅજેટ્સ વિના રહેવું મુશ્કેલ નથી, પરંતુ જો પહેરવાં જ હોય તો એટલું ધ્યાનમાં રાખવું કે એ પાણીના સંપર્કમાં ન આવે, કારણ કે એમાં શૉર્ટ સર્કિટ થઈને એ શરીરને નુકસાન કરે એવું પણ બની શકે. આ સિવાય કોઈ પણ સ્માર્ટ ગૅજેટ પહેરો ત્યારે એક સમયે એક જ પહેરવું જેથી ફૅશન-ડિઝૅસ્ટરનો ભોગ ન બની જવાય. આ સિવાય કઈ ટેક્નૉલૉજીની તમને ખરેખર જરૂર છે અને એમાંથીયે કઈ પહેરવાની જરૂર છે એ વિશે વિચારીને પછી જ આ નવો ટ્રેન્ડ અપનાવવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK