તમારા ગૅજેટ્સને પ્રોટેક્શન આપ્યું?

પોતાના માટે તો છત્રી ખરીદી લીધી, પરંતુ જાનથી પ્યારા એવા મોબાઇલ ને ટૅબ્લેટને રેઇનપ્રૂફ બનાવવા શું કરવું એ પણ જાણો


વરસાદની સીઝનમાં સૌથી વધુ તકલીફ મોબાઇલ અને ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ ખરાબ થવાની થાય છે. આવામાં પોતાના જીવથીયે વહાલા એવાં મોબાઇલ, ટૅબ્લેટ, iફોન અને iપૅડને સાચવવા માટે ફક્ત એને પૉકેટને બદલે બૅગમાં અંદર રાખી દઈએ એ જ પૂરતું નથી. આજે માર્કેટમાં જ્યાં ગૅજેટ્સમાં નવા-નવા ટ્રેન્ડ આવતા જાય છે ત્યાં ઑનલાઇન શૉપિંગની દુનિયામાં એને દરેક સીઝનથી પ્રોટેક્ટ કરવા માટે પણ ઘણી ચીજો છે. આ રહ્યા કેટલાક ઑપ્શન. 

ડ્રાય કેસ

આ ડ્રાય કેસ ફ્લેક્સિબલ છે, ક્રિસ્ટલ ક્લિયર છે અને વૉટરપ્રૂફ છે. આમાં મોબાઇલને રાખ્યા બાદ પણ પાણીની અંદર પણ ફોન ઑપરેટ કરી શકાશે તેમ જ મ્યુઝિક પ્લેયર પણ વાપરી શકાશે. આ બૅગમાં મોબાઇલને રાખ્યા બાદ એને દબાવીને બધી જ હવા કાઢી નાખો.

કેસ અંદર રાખેલા ડિવાઇસની આજુ-બાજુ એક વૅક્યુમ સીલ બનાવશે, જેને લીધે એ પૂરી રીતે વૉટરપ્રૂફ બનશે. એનો અર્થ કે ૧૦૦ ફૂટ પાણીની અંદર પણ તમારો મોબાઇલ સુરક્ષિત રહેશે.

કિંમત : ૨૬૯૯ રૂપિયા

વિગતો માટે www.hitplai.in પર ચેક કરો

બબલ શીલ્ડ પ્રો

વરસાદનું પાણી ભરાઈ જશે ત્યારે તમારે વહાલા iપૅડનો શું હાલ થશે એ ક્યારેય વિચાર્યું છે? કોઈ પણ iપૅડ કે ટૅબ્લેટને પાણીથી પ્રોટેક્ટ કરવા માટે આ છે બબલ શીલ્ડ પ્રો જે ૩૦ મિનિટ સુધી એક મીટરની ઊંડાઈ સુધી એમાં પૅક થયેલા કોઈ પણ ગૅજેટને પાણીથી પ્રોટેક્ટ કરી શકે છે. પ્લાસ્ટિકના ઝિપરમાં iપૅડને પૅક કર્યા બાદ એના પર બે વેલક્રોની પટ્ટીઓ લાગી જાય છે. આ પ્રોટેક્શન લાઇટ વેઇટ અને પોર્ટેબલ છે, પરંતુ વરસાદથી પ્રોટેક્ટ કરવા માટે પાવરફુલ છે.

કિંમત : ૪૧૯૯ રૂપિયા

વિગતો માટે www.hitplai.in પર ચેક કરો

iપૅડ સ્લીવ

વરસાદ હોય કે ન હોય, આ સ્લીક, વૉટરપ્રૂફ લેધરની iપૅડ સ્લીવ ગૅજેટને બધી રીતે પ્રોટેક્ટ કરે છે. રેડ ફ્લૅપ થોડું વધુ ડેકોરેટિવ લાગે છે.

કિંમત : ૨૪૦૦ રૂપિયા

www.facebook.com/kudos-fashion પર ચેક કરો

માર્શલ બૅગ

માર્શલ ઍમ્પ્લિફાયર લૅપટૉપ બૅગ વૉટરપ્રૂફ મટીરિયલમાંથી બનાવવામાં આવી છે. વૉટર રેઝિસ્ટન્ટ કૅન્વાસના મટીરિયલમાં બ્રાસનાં ફિટિંગ્સ આપવામાં આવ્યાં છે. ઝિપર પુલવાળી આ બૅગમાં ૧૫ ઇંચનું લૅપટૉપ સમાઈ શકે છે.

કિંમત : ૨૯૯૯ રૂપિયા

વિગતો માટે www.whysoserious.com પર ચેક કરો

બબલ શીલ્ડ

બબલ શીલ્ડ સાથે તમારે વરસાદમાં મોબાઇલને બૅગના એક ખૂણામાં સંતાડીને નહીં રાખવો પડે કે પ્લાસ્ટિકની થેલીઓમાં વીંટવો પણ નહીં પડે. આ કેસમાં મોબાઇલ રાખ્યા બાદ વરસતા વરસાદમાં પણ એને આરામથી વાપરી શકાશે.

કિંમત : ૬૯૯ રૂપિયા

વિગતો માટે www.buynbrag.com પર ચેક કરો

સિલિકોન વૉલેટ

iપૉડ, મોબાઇલ ફોન અને આવા નાની સાઇઝનાં ગૅજેટ્સને રાખવા માટે આ છે સિલિકોન મટીરિયલનું બનેલું વૉલેટ. ટ્રેન્ડી ફ્લોરોસન્ટ કલરમાં મળતા આ વૉલેટ્સ વરસાદમાં યુઝફુલ તો છે જ સાથે સ્ટાઇલિશ પણ લાગશે.

કિંમત : ૧૦૯૯ રૂપિયા

વિગતો માટે ww.whysoserious.com  પર ચેક કરો

કૅમેરા કવર


નૅચર ફોટોગ્રાફી માટે મૉન્સૂન જેવો સ્કોપ કોઈ બીજી સીઝનમાં નથી મળતો. આવામાં મોંઘો કૅમેરા કોઈ લોકેશન પર સ્ટૅન્ડ પર ગોઠવીને રાખ્યો હોય અને એના પર વરસાદ પડે તો એ ચોક્કસ ખરાબ થવાનો. લેન્સ પર પાણી જાય તો લેન્સ ડૅમેજ પણ થઈ શકે છે. સસ્તામાં સસ્તો ઑપ્શન પ્લાસ્ટિક કવરનું હશે, પરંતુ એનાથી થોડું વધુ પ્રોટેક્શન આપવા માટે આ કાટા કંપનીનું કવર સારું ઇન્વેસ્ટમેન્ટ સાબિત થશે. કૅમેરા પર આ કવર લગાવ્યા બાદ એની સાઇડમાં બે સ્લીવ જેવું પણ છે જેનાથી તમે કૅમેરાને હૅન્ડલ કરી શકશો.

કિંમત : ૩૪૯૯ રૂપિયા

વિગતો માટે www.flipkart.com પર ચેક કરો

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK