વેજિટેબલ અથાણું

બધાં શાકભાજીને લાંબી પટ્ટીની શેપમાં કાપવાં.

veg pickle

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    અડધો કપ ફણશી કાપેલી

+    ૩ નંગ ગાજર છોલીને કાપેલાં (પટ્ટીમાં)

+    ૧ નંગ મૂળો છોલીને કાપેલો

+    ૨ નંગ કાકડી બી કાઢીને કાપેલી

+    ૨ નંગ લાલ મરચાં કાપેલાં (બી કાઢવાં)

+    ૧/૪ કપ સિંગદાણા તળીને અથવા શેકીને અધકચરા કરવા

+    ૨ ટેબલ-સ્પૂન તલ

+    અડધો કપ વિનેગર

+    ૧ ટી-સ્પૂન હળદર

+    અડધો કપ સાકર ટેસ્ટ પ્રમાણે

+    મીઠું

+    ૩ ટેબલ-સ્પૂન તેલ

+    ૧ ટી-સ્પૂન કરી પાઉડર

+    અડધો નંગ લીલી હળદર અથવા (૧ ચમચી હળદર)

+    પાંચ નંગ લસણની કળી

રીત


૧. બધાં શાકભાજીને લાંબી પટ્ટીની શેપમાં કાપવાં.

૨. એક પૅનમાં અડધું વિનેગર, હળદર અને મીઠું સાથે લેવલ-પાણી લઈ બધાં શાકભાજીને બ્લાન્ચ કરવા. સૌથી પહેલાં પાણીમાં મૂળા, ગાજર, ફણશી અને છેલ્લે કાકડી નાખી બાફવું. ગાળીને ૫-૭ મિનિટ માટે કપડા પર કોરાં કરવાં.

૩. એક પૅનમાં તેલ લઈ એમાં પીસેલી પેસ્ટને સાંતળવી. તેલ ઉપર આવે ત્યારે એમાં બધાં શાકભાજી, લાલ મરચા પાઉડર, મીઠું, સાકર અને અડધું વિનેગર, તલ અને સિંગદાણા પાઉડર મિક્સ કરી લેવું. ઠંડું કરી બરણીમાં ભરી ફ્રિજમાં રાખવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK