વેજ કટલેસ

બટાટાને બાફીને સ્મૅશ કરવા. એમાં બાફેલા અને અધકચરા સ્મૅશ કરેલા ગાજર અને વટાણા મિક્સ કરવા.


veg cutles



રીડર્સ રેસિપી - દીપલ શાહ (ગડા)

સામગ્રી


 બસો ગ્રામ બટાટા

 ૧૦૦ ગ્રામ ગાજર

 પચાસ ગ્રામ વટાણા

 ૧ નંગ કાંદો

 ૧/૪ ચમચી જીરું

 ૧/૪ ચમચી હળદર

 ૧/૪ ચમચી મરી પાઉડર

 ૧ ઇંચ ટુકડો આદું

 ૧ ચમચો કોથમીર

 ૧ ચમચો ફુદીનો

 ૧ ચમચો ટમૅટો સૉસ

 બે લીલાં મરચાં

 અડધી ચમચી લીંબુનો રસ

 ૩ બ્રેડ સ્લાઇસ

 ૩ ચમચા મેંદાની સ્લરી

 ૧ ટેબલ-સ્પૂન તેલ

 જરૂર મુજબ બ્રેડ ક્રમ્સ

 તળવા માટે તેલ

રીત

બટાટાને બાફીને સ્મૅશ કરવા. એમાં બાફેલા અને અધકચરા સ્મૅશ કરેલા ગાજર અને વટાણા મિક્સ કરવા. કડાઈમાં તેલ ગરમ કરવું. એમાં જીરું, બારીક સમારેલું આદું અને કાંદો નાખી સાંતળવું. ગોલ્ડન કલર થાય ત્યારે મીઠું, હળદર, બારીક સમારેલાં લીલાં મરચાં, તૈયાર કરેલું બટાટાનું પૂરણ નાખી સાંતળવું. ફુદીનો, કોથમીર, મરી પાઉડર, ટમૅટો સૉસ, લીંબુનો રસ મિક્સ કરો. ગૅસ પરથી ઉતારી ઠંડું થવા દેવું. એમાં બ્રેડ ક્રમ્સ મિક્સ કરવા. તૈયાર થયેલા મિશ્રણમાંથી કટલેસ બનાવવી. મેંદાની સ્લરીમાં રગદોળી બ્રેડ ક્રમ્સથી કવર કરી ગરમ તેલમાં શૅલો ફાય કરવી. કેચપ સાથે સર્વ કરવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK