તવા ખીચડી

સૌપ્રથમ દાળ-ચોખા ધોઈને એમાં હળદર અને મીઠું નાખીને કુકરમાં સાદી ખીચડી બનાવવી

tava khichadi



રીડર્સ રેસિપી - રંજન ભટ્ટ

સામગ્રી

 ૨ વાટકી ચોખા

 ૧ વાટકી તુવેરદાળ

 ૧ શિમલા મરચું

 ૨ ગાજર

 ૧ નાનું ફ્લાવર

 ૧ કપ લીલા વટાણા

 ૧ કપ ફણસી

 ૨ ડુંગળી

 ૨ બટાટા

 ૮થી ૧૦ કળી લસણ

શાકના વઘાર માટે

 ૪ મોટા ચમચા ઘી

 ૨ ટુકડા તજ

 ૩થી ૪ લવિંગ

 ૨ તમાલપત્ર, શિંગદાણા

 રાઈ, જીરું, હળદર, હિંગ, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું

 કોથમીર સજાવટ માટે


રીત

૧. સૌપ્રથમ દાળ-ચોખા ધોઈને એમાં હળદર અને મીઠું નાખીને કુકરમાં સાદી ખીચડી બનાવવી (થોડી ઢીલી બનાવવી જેથી શાક સાથે સારી રીતે મિક્સ કરી શકાય).

૨. ગાજર, ફણસી, બટાટા અને ફ્લાવરને સુધારીને મીઠું નાખીને ખુલ્લાં ઉકાળી લેવાં (ફ્લાવરનાં ફૂલ નાનાં અને આખાં લેવાં જેથી ભાંગી ન જાય).

૩. એક મોટી કડાઈમાં ઘી ગરમ કરવું.

૪. ઘી ગરમ થાય એટલે રાઈનો વઘાર કરવો.

૫. પછી એમાં જીરું, તજ, લવિંગ, તમાલપત્ર, કાપેલું લસણ અને શિંગદાણા નાખી ધીમા તાપે સાંતળવું.

૬. હવે શિંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, શિમલા મરચું અને ડુંગળી નાખીને ફરી સાંતળવું.

૭. બરાબર સંતળાઈ જાય એ પછી બાફેલાં શાક નાખીને સારી રીતે મિક્સ કરી લેવાં

૮. હવે ગૅસ પર એક તવો ગરમ થવા મૂકો. એમાં એક ચમચી ઘી ગરમ કરીને તૈયાર ખીચડી અને મસાલેદાર શાક (ખીચડી અને શાક બન્ને થોડા-થોડા પ્રમાણમાં લઈને મિક્સ કરવું) મિક્સ કરો.

૯. તવા પર તવા ખીચડી શેકાઈ જાય એટલે કોથમીરથી સજાવીને પીરસો.

નોંધ : ખીચડીમાં કાજુ પણ નાખી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK