સરપ્રાઇઝ ચાટ

બટાટાના માવામાં આદું, મરચાં, ગરમ મસાલો, તલ, ધાણાજીરું, મીઠું નાખી સરખું મિક્સ કરી એના નાની સાઇઝના ચપટા બોલ વાળી તૈયાર કરવા

chaat


આજની વાનગી -  કેતકી સૈયા

સામગ્રી

 ૩ બાફેલા બટાટાનો / કેળાનો માવો

 ૧ ટી-સ્પૂન આદું-મરચાંની પેસ્ટ

 ૧ ટી-સ્પૂન તલ

 અડધી ટી-સ્પૂન ધાણાજીરું

 અડધી ટી-સ્પૂન ગરમ મસાલા પાઉડર

 કોથમીર

 અઢી કપ (૫૦૦ ગ્રામ) ઢોકળાનું ખીરુ  અથવા  ઇડલીનું ખીરું

 ૧/૪ ટી-સ્પૂન હળદર

 મીઠું

 વઘાર

 બે ટેબલ-સ્પૂન તેલ

 ૧ ટી-સ્પૂન રાઈ

 ૧/૪ ટી-સ્પૂન હિંગ

અન્ય સામગ્રીઓ

 અડધો કપ લાલ મરચાં-લસણની ચટણી

 ૧ કપ ગળી ચટણી (ખજૂર, ગોળ, આમલી)

 અડધો કપ દહીં

 ૧ કપ ઝીણી સેવ

 અડધો કપ કોથમીર

 દાડમના દાણા

 સર્વ કરવા માટે પ્લેટ-બોલ-ગ્લાસ જાર


રીત

૧. બટાટાના માવામાં આદું, મરચાં, ગરમ મસાલો, તલ, ધાણાજીરું, મીઠું નાખી સરખું મિક્સ કરી એના નાની સાઇઝના ચપટા બોલ વાળી તૈયાર કરવા.

૨. ખમણ-ઢોકળાના ખીરામાં મીઠું-હળદર નાખી એને નાની સાઇઝની વાટકીમાં અથવા નાની ઇડલીના સ્ટૅન્ડમાં ભરી એની વચ્ચે બટાટાના પૂરણનો બૉલ સ્ટફ કરવો (ખીરામાં). એના પર સરખું ઢોકïïળાનું ખીરું પાથરી એને બાફી લેવું.

૩. મોલ્ડમાંથી સ્ટફ્ડ ઢોકળાંને બહાર કાઢી એને એક પ્લેટમાં ગોઠવવાં. એના પર તેલ, રાઈ, હિંગનો વઘાર કરવો. ઠંડું કરવું.

૪. સર્વ કરતી વખતે પ્લેટમાં ગોઠવી એના પર ગળી ચટણી, તીખી ચટણી, દહીં રેડી સેવ, કોથમીર, દાડમના દાણા નાખી ગાર્નિશ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK