સ્ટફ્ડ ટીંડા વિથ મિક્સ વેજ

ટીંડા અને ટમેટાંને ધોઈ ચાર કાપા કરવા (૨વૈયા સ્ટાઇલ).

tinda

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૧૦-૧૨ નંગ ટીંડા આખા અથવા કાપેલા

+    બે નંગ ટમેટાં કાપેલાં અથવા બેબી ટમેટાં

+    ૧૫-૧૬ નંગ બેબી કાંદા અથવા બે મોટા નંગ

+    બે ટેબલ-સ્પૂન તેલ

+    ૧ ટી-સ્પૂન જીરું

+    ચપટી હિંગ

+    ૪-૫ નંગ મરચાં કાપેલાં (ચીરા)

+    ૧ ટેબલ-સ્પૂન આદુંલસણની પેસ્ટ

+    ૧ નંગ કાંદો સાંતળવા માટે (ઑપ્શનલ)

 સ્ટફિંગ

+    બે ટેબલ્ા-સ્પૂન તેલ

+    બે ટેબલ-સ્પૂન ધાણા પાઉડર

+    ૧ ટી-સ્પૂન જીરું પાઉડર

+    દોઢ ટી-સ્પૂન આમચૂર પાઉડર અથવા લીંબુનો રસ

+    ૧ ટી-સ્પૂન લાલ મરચું પાઉડર

+    ૧/૪ ટી-સ્પૂન હળદર

+    અડધી ટી-સ્પૂન સંચળ પાઉડર

+    મીઠું

+    ૧ ટી-સ્પૂન ગરમ મસાલો

+    ૧ ટેબલ-સ્પૂન તલ

+    ૧ ટેબલ-સ્પૂન સિલોનીઝ ખમણ

રીત

૧.
ટીંડા અને ટમેટાંને ધોઈ ચાર કાપા કરવા (૨વૈયા સ્ટાઇલ). (એક્સ્ટ્રા શાકભાજી લેવી હોય તો બટાટા, ભીંડા, કૅપ્સિકમ લઈ શકાય).

૨. મસાલા પેસ્ટની સામગ્રીને મિક્સ કરી ટીંડા અને ટમેટાંમાં ભરવું.

૩. એક પૅનમાં તેલ ગરમ કરી એમાં જીરું અને હિંગનો વઘાર કરી એમાં આદું-મરચાં-લસણ અને કાંદા ઉમેરી સાંતળવું. સાથે બેબી કાંદા પણ ઉમેરવા. પછી એમાં ભરેલાં શાક ઉમેરી ધીમા તાપે ચડવા દેવું. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

૪. શાક બરાબર ચડી જાય પછી એમાં વધેલો મસાલો અને પાણી નાખી બરાબર મિક્સ કરવું. એના પર કોથમીર છાંટીને ગરમ સર્વ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK